________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ
૧૬૫ પ્રકાશ છે, રાત્રિદિવસ નથી, નિદ્રા નથી ત્યાં સાગરો સુધી અપ્સરાઓ વચ્ચે રમે છે. મોતીના હાર, રત્નોના કડા, કંદોરા, મુગટ, બાજુબંધ ઇત્યાદિ આભૂષણ પહેર્યા હોય, શિર પર છત્ર ઝૂલતા હોય, ચામર ઢોળાતા હોય એવા દેવલોકનાં સુખ ભોગવી ચક્રવર્તી આદિ પદ પામે છે. ઉત્તમ વ્રતોમાં આસક્ત અણુવ્રતના ધારક શ્રાવક શરીરને વિનાશી જાણીને જેમનું હૃદય શાંત થયું છે તે આઠમ ચૌદશનો ઉપવાસ શુદ્ધ મનથી પ્રોષધ સંયુક્ત કરે છે તે સૌધર્મ આદિ સોળમા સ્વર્ગમાં ઉપજે છે પછી મનુષ્ય થઈ ભગવનને ત્યજે છે, મુનિવ્રતના પ્રભાવથી અહમિંદ્રપદ તથા મુક્તિપદ પામે છે. જે વ્રત, શીલ, તપથી મંડિત છે તે સાધુ જિનશાસનના પ્રસાદથી સર્વકર્મરહિત થઈ સિદ્ધપદ પામે છે. જે ત્રણે કાળે જિનેન્દ્રદેવની સ્તુતિ કરી મન, વચન, કાયાથી નમસ્કાર કરે છે અને સુમેરુ પર્વત સરખા અચળ બની, મિથ્યાત્વરૂપ પવનથી ડગતા નથી. ગુણરૂપ આભૂષણ પહેરે છે, શીલરૂપ સુગંધ લગાવે છે તે કેટલાક ભવ ઉત્તમ દેવ અને ઉત્તમ મનુષ્યનાં સુખ ભોગવીને પરમ સ્થાનને પામે છે. જીવે આ ઇન્દ્રિયોના વિષયો જગતમાં અનંતકાળ ભોગવ્યા, તે વિષયોથી મોહિત થયો છે. વિરક્ત ભાવને ભજતો નથી, એ મોટું આશ્ચર્ય છે. આ વિષયોને વિષમિશ્રિત અન્ન સમાન જાણીને પુરુષોત્તમ એટલે ચક્રવર્તી આદિ પુરુષો પણ સેવે છે. સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવને જો સમ્યકત્વ ઉપજે અને એક પણ નિયમ વ્રત સાધે તો એ મુક્તિનું બીજ છે અને જે પ્રાણધારી એક પણ નિયમ પાળતો નથી તે પશુ છે અથવા ફૂટેલો ઘડો છે, ગુણરહિત છે. જે ભવ્ય જીવ સંસારસમુદ્રને તરવા ઇચ્છે છે તેણે પ્રમાદરહિત થઈ ગુણ અને વ્રતથી પૂર્ણ સદા નિયમરૂપ રહેવું. જે કુબુદ્ધિ મનુષ્ય ખોટાં કાર્ય છોડતો નથી અને વ્રત-નિયમ લેતો નથી તે જન્માંધની જેમ અનંતકાળ ભવનમાં ભટકે છે. આ પ્રમાણે ત્રણ લોકના ચંદ્રમા એવા અનંતવીર્ય કેવળીનાં વચનરૂપ કિરણના પ્રભાવથી દેવ વિધાધર ભૂમિગોચરી મનુષ્ય તથા તિર્યંચ આનંદ પામ્યા. કેટલાક ઉત્તમ માનવ મુનિ થયા, શ્રાવક થયા અને સમ્યકત્વ પામ્યા. કેટલાક ઉત્તમ તિર્યંચ પણ સમ્યગ્દષ્ટિ શ્રાવક અણુવ્રતધારી થયા. ચતુર્નિકાયના દેવોમાં કેટલાક સમ્યગ્દષ્ટિ થયા, કેમ કે દેવોને વ્રત નથી.
પછી એક ધર્મરથ નામના મુનિએ રાવણને કહ્યું કે હે ભદ્ર! તું પણ તારી શક્તિ અનુસાર કાંઈક નિયમ લે. આ ધર્મરત્નનો દ્વીપ છે અને કેવળી ભગવાન મહામહેશ્વર છે. આ રત્નદ્વીપમાંથી તું કાંઈક નિયમરૂપ રત્ન લે. શા માટે ચિંતાના ભારને વશ થાય છે? મહાપુરુષોને ત્યાગ ખેદનું કારણ નથી. જેમ કોઈ રત્નદ્વીપમાં પ્રવેશ કરે અને તેનું મન નકડી ન કરી શકે કે હું કેવું રત્ન લઉં તેમ રાવણનું મન વ્યાકુળ થયું કે હું કેવું વ્રત લઉં. રાવણ ભોગમાં આસક્ત છે તેથી તેના મનમાં એવો વિચાર આવ્યો કે મારાં ખાનપાન તો સહજ જ પવિત્ર છે, માંસાદિ મલિન વસ્તુના પ્રસંગથી રહિત છે અને અહિંસાદિ શ્રાવકના એક પણ વ્રત લેવાની મારામાં શક્તિ નથી. જ્યાં હું અણુવ્રત જ લઈ શકતો નથી તો મહાવ્રત કેવી રીતે લઉં? મત્ત હાથીની પેઠે મારું મન સર્વ વસ્તુઓમાં ભટક્યા કરે છે. હું આત્મભાવરૂપ અંકુશથી તેને વશ કરવાને સમર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com