________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ ઓગણત્રીસમું પર્વ
પદ્મપુરાણ ઓગણત્રીસમું પર્વ
(રાજા દશરથનું ઘર્મશ્રવણ) અષાઢ સુદ આઠમથી અષ્ટાનિકાનો મહાન ઉત્સવ થયો. રાજા દશરથ જિનેન્દ્રની ઉત્કૃષ્ટ પૂજા કરવા તૈયાર થયા. તે રાજ્યધર્મમાં અત્યંત સાવધાન છે. રાજાની બધી રાણીઓ, પુત્રો, બાંધવો, આખું કુટુંબ જિનરાજના પ્રતિબિંબની મહાપૂજા કરવા તૈયાર થયું. કેટલાક ઘણા આદરપૂર્વક પંચવર્ણનાં રત્નના ચૂર્ણથી માંડલા બનાવે છે, કેટલાક જાતજાતનાં રત્નોની માળા બનાવે છે, ભક્તિમાં તેમનો અધિકાર છે. કેટલાક એલાયચી, કપૂરાદિ સુગંધી દ્રવ્યોથી જળને સુગંધી બનાવે છે, કેટલાક સુગંધી જળ પૃથ્વી પર છાંટે છે, કેટલાક જાતજાતનાં સુગંધી દ્રવ્યો પાસે છે, કેટલાક જિનમંદિરોના દ્વારની શોભા દેદીપ્યમાન વસ્ત્રોથી કરાવે છે, કેટલાક જાતજાતના ધાતુઓના રંગોથી ચૈત્યાલયની દીવાલ રંગે છે. આ પ્રમાણે અયોધ્યાપુરીના બધા માણસો વીતરાગદેવની પરમભક્તિ ધરતાં અત્યંત હર્ષથી પૂર્ણ જિનપૂજાના ઉત્સાહથી ઉત્તમ પુણ્ય ઉપાર્જવા લાગ્યા. રાજા દશરથે અત્યંત વૈભવથી ભગવાનનો અભિષેક કરાવ્યો. જાતજાતનાં વાજિંત્રો વાગ્યાં. રાજાએ આઠ દિવસના ઉપવાસ કર્યા અને જિનેન્દ્રની આઠ પ્રકારનાં દ્રવ્યોથી મહાપૂજા કરી. નાના પ્રકારનાં સહજ પુષ્પ અને કૃત્રિમ સ્વર્ણ, રત્નાદિથી રચેલાં પુષ્પોથી અર્ચા કરી. જેમ નંદીશ્વરદ્વીપમાં દેવો સહિત ઇન્દ્ર જિનેન્દ્રની પૂજા કરે છે તેમ રાજા દશરથે અયોધ્યામાં પૂજા કરી. ચારે રાણીઓને ગંધોદક મોકલ્યું તે તેમની પાસે તરુણ સ્ત્રીઓ લઈ ગઈ. તેમણે ઊઠીને સમસ્ત પાપને દૂર કરનાર ગંધોદક મસ્તક, નેત્ર વગેરે ઉત્તમ અંગ પર લગાડયું. રાણી સુપ્રભા પાસે વૃદ્ધ કંચૂકી લઈ ગયો હતો તે શીધ્ર ન પહોંચ્યું એટલે તે ખૂબ ગુસ્સે થઈ અને શોક પામી. મનમાં વિચારવા લાગી કે રાજાએ તે ત્રણ રાણીઓને ગંધોદક મોકલ્યું અને મને ન મોકલ્યું. પણ એમાં રાજાનો શો દોષ? મેં પૂર્વજન્મમાં પુણ્ય ઉપજાવ્યું નહોતું. એ પુણ્યવાન, સૌભાગ્યવતી, પ્રશંસા કરવા યોગ્ય છે જેમને રાજાએ ભગવાનનું મહાપવિત્ર ગંધોદક મોકલાવ્યું. અપમાનથી દગ્ધ એવી મારા હૃદયનો તાપ બીજી રીતે નહિ મટે. હવે મારે માટે મરણ જ શરણ છે. આમ વિચારીને એક વિશાખ નામના ભંડારીને બોલાવીને કહેવા લાગી કે હે ભાઈ ! મારે વિષ જોઈએ છે તે તું શીધ્ર લઈ આવ અને આ વાત તું કોઈને કહીશ નહિ. ત્યારે પ્રથમ તો તેને શંકા પડી એટલે લાવવામાં ઢીલ કરી. પછી એમ વિચાર્યું કે ઔષધ નિમિત્તે મંગાવ્યું હશે એટલે લેવા ગયો. અને તે શિથિલ શરીર અને મલિન ચિત્તથી વસ્ત્ર ઓઢીને શય્યા પર પડી. રાજા દશરથે અંતઃપુરમાં આવીને ત્રણ રાણીઓને જોઈ, પણ સુપ્રભાને ન જોઈ. રાજાને સુપ્રભા પ્રત્યે ખૂબ સ્નેહું હતો એટલે એના મહેલમાં આવીને રાજા ઊભા રહ્યા. તે વખતે જેને વિષ લેવા મોકલ્યો હતો તે લઈને આવ્યો અને કહેવા લાગ્યો કે હે દેવી, આ વિષ લ્યો. રાજાએ આ શબ્દ સાંભળ્યા અને તેના હાથમાંથી વિષ લઈ લીધું અને પોતે રાણીની સેજ પર બેસી ગયા. તેથી રાણી સેજ પરથી ઊતરી નીચે બેઠી એટલે રાજાએ આગ્રહ કરી તેને સેજ ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com