________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૮ છાસઠમું પર્વ
પદ્મપુરાણ છે અને જેમ સિંહુ મહાન પર્વતની ગુફા પામીને સુખી થાય છે તેમ આપણા મિલાપથી સુખ થાય છે. હું રાવણ જગત્ પ્રસિદ્ધ છું, તે શું તમે નથી સાંભળ્યું? જેણે ઇન્દ્ર જેવા રાજાને કેદ કર્યા હતા, જેમ કોઈ સ્ત્રીને અને સામાન્ય લોકોને પકડે તેમ ઇન્દ્રને પકડયો હતો. જેની આજ્ઞા સુર-અસુરોથી ઓળંગી ન શકાય, ન આકાશમાં, ન જળમાં, ના પાતાળમાં કોઈ તેની આજ્ઞાને રોકી શકે. નાના પ્રકારનાં અનેક યુદ્ધોને જીતનાર વીર લક્ષ્મી જેને વરે એવો હું તમને સાગરાંત પૃથ્વી વિદ્યાધરોથી મંડિત આપું છું અને લંકાને બે ભાગમાં વહેંચી દઉં છું
ભાવાર્થ:- સમસ્ત રાજ્ય અને અડધી લંકા તમને આપું છું. તમે મારા ભાઈ અને મારા બન્ને પુત્રોને મારી પાસે મોકલી દો અને સીતા મને દો પછી બધું કુશળ થઈ જશે. અને જો તમે આમ નહિ કરો તો મારા પુત્ર અને ભાઈ તમારા બંધનમાં છે તેમને તો બળજરીથી છોડાવી જઈશ અને તમારી કુશળતા નહિ રહે. ત્યારે રામ બોલ્યા-મને રાજ્યનું કામ નથી અને સ્ત્રીઓનું પણ કામ નથી, સીતા અમને મોકલી દો, અમે તારા બન્ને પુત્ર અને ભાઈને મોકલી દઈએ. તમારી લંકા તમારી પાસે જ રાખો અને આખું રાજ્ય પણ તમે કરો. હું સીતા સાથે દુષ્ટ પ્રાણીઓથી ભરેલા વનમાં સુખપૂર્વક રહીશ. હું દૂત! તું લંકાના ધણી પાસે જઈને કહે, આ જ વાતમાં તમારું હિત છે, બીજી રીતે નથી. શ્રી રામના આવા સર્વપૂજ્ય, સુખશાતા સંયુક્ત વચનો સાંભળી દૂતે કહ્યું કે હું નૃપતિ! તમે રાજકાજમાં સમજતા નથી. હું તમને હિતની વાત કહું છું, નિર્ભય થઈને સમુદ્રને ઓળંગીને આવ્યા છો તે સારું નથી કર્યું અને આ જાનકીની આશા તમારા માટે સારી નથી. જો લંકેશ્વર કોપ કરશે તો જાનકીની તો શી વાત ? તમારું જીવવું પણ કઠિન છે. રાજનીતિમાં આમ કહ્યું છે કે બુદ્ધિમાનોએ નિરંતર પોતાના શરીરની રક્ષા કરવી, સ્ત્રી અને ધન પર દષ્ટિ ન રાખવી. ગરુડન્ટે તમને સિંહવાહન અને ગરુડવાહન મોકલ્યાં તેથી શું થઈ ગયું? અને તમે છળકપટ કરીને મારા પુત્ર અને ભાઈને બાંધ્યા તેથી પણ શું છે? જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમારો આ બાબતનો ગર્વ નકામો છે. જો તમે યુદ્ધ કરશો તો નહિ જાનકીનું જીવન રહે, નહિ તમારું જીવન રહે, માટે બેય ન ગુમાવો, સીતાનો આગ્રહ છોડો. વળી રાવણે એમ કહ્યું છે કે મોટા વિધાધર રાજાઓ, જેમના પરાક્રમ ઇન્દ્ર જેવા હતા, જે સમસ્ત શાસ્ત્રમાં પ્રવીણ અને યુદ્ધના વિજેતા હતા તેમનો મેં નાશ કર્યો છે. તેમના કૈલાસ પર્વતના શિખર જેવા હાડકાંનો સમૂહ જુઓ. દૂતે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ભામંડળ ગુસ્સે થયો, જ્વાળા જેવું તેનું વિકરાળ મુખ બન્યું અને દૂતને કહ્યું કે અરે પાપી દૂત! ચાતુર્યરહિત દુર્બુદ્ધિ! નિર્ભયપણે શા માટે મિથ્યા બકવાસ કરે છે? સીતાની શી વાત છે? સીતા તો રામ લેશે જ. જો શ્રી રામ કોપ્યા તો પછી રાક્ષસ રાવણ, કુચેષ્ટિત પશુની પણ શી ગતિ થશે? આમ કહીને મારવાને ખગ્ર ઉગામ્યું લક્ષ્મણે તેનો હાથ પકડી રોક્યો. લક્ષ્મણ નીતિથી જ જુએ છે. ભામંડળની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. સંધ્યાની લાલી જેવું વદન પણ લાલ થઈ ગયું. મંત્રીઓએ તેમને યોગ્ય વચનો દ્વારા શાંત કર્યા. જેમ વિષભર્યા સર્પને મંત્રથી વશ કરીએ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com