________________
૨૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજું પર્વ
પદ્મપુરાણ તેની મધ્યમાં સુમેરુ પર્વત છે. તે મૂળમાં વમણિમય છે અને ઉપર આખોય સુવર્ણમય છે, તે અનેક રત્નોથી સંયુક્ત છે. સંધ્યા સમયે લાલાશ ધારણ કરતાં વાદળાઓના જેવો સ્વર્ગ સુધી ઊંચા શિખરવાળો છે. તેના શિખરની ટોચ અને સૌધર્મસ્વર્ગની વચ્ચે એક વાળ જેટલું અંતર છે. સુમેરુ પર્વત ૯૯ હજાર યોજન ઊંચો છે અને એક હજાર યોજનનું તેનું સ્કન્ધ છે, પૃથ્વીમાં તે દશ હજાર યોજન પહોળો છે અને શિખર ઉપર તેની પહોળાઈ એક હજાર યોજનની છે, જાણે કે તે મધ્યલોકને માપવાનો દંડ જ છે. જમ્બુદ્વીપમાં એક દેવકુર અને એક ઉત્તરકુર નામની ભોગભૂમિ છે, ભરતાદિ સાત ક્ષેત્રો છે, છ કુલાચલોથી તેમના વિભાગ થાય છે. જંબૂ અને શાલ્મલી આ બે વૃક્ષો છે. જંબૂદ્વીપમાં ચોત્રીસ વિજ્યાધ પર્વત છે. એકેક વિજ્યાધમાં એકસો દસદસ વિદ્યાધરોની નગરીઓ છે, એકેક નગરીને કરોડ કરોડ ગામ જોડાયેલાં છે. જંબુદ્વીપમાં બત્રીસ વિદેહ, એક ભરત અને એક ઐરાવત એ પ્રમાણે ચોત્રીસ ક્ષેત્રો છે. એકેક ક્ષેત્રમાં એકેક રાજધાની છે, જંબૂઢીપમાં ગંગાદિક ૧૪ મહાનદી છે અને છ ભોગભૂમિ છે. એકેક વિજ્યાર્ધ પર્વતમાં બબ્બે ગુફા છે એટલે ચોત્રીસ વિજ્યાદ્ધની અડસઠ ગુફાઓ છે. છ કુલાચલો ઉપર, વિજ્યાધ પર્વતો ઉપર અને વક્ષાર પર્વત ઉપર સર્વત્ર ભગવાનના અકૃત્રિમ ચૈત્યાલયો છે જંબુ અને શાલ્મલી વૃક્ષ ઉપર ભગવાનનાં જે અકૃત્રિમ ચેત્યાલયો છે. તે રત્નોની જ્યોતિથી પ્રકાશમાન છે. જંબુદ્વીપની દક્ષિણ દિશામાં રાક્ષસદ્વીપ છે અને ઐરાવતક્ષેત્રની ઉત્તર દિશામાં ગંધર્વ નામનો દ્વિીપ છે. પૂર્વ વિદેહની પૂર્વ દિશામાં વરુણદ્વીપ છે અને પશ્ચિમ વિદેહની પશ્ચિમ દિશામાં કિન્નરદ્વીપ છે. તે ચારેય દીપ જિનમંદિરોથી શોભિત છે.
જેમ એક માસમાં શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષ હોય છેતેવી જ રીતે એક કલ્પમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બન્ને કાળ પ્રવર્તે છે. અવસર્પિણી કાળમાં પ્રથમ જ સુષમાસુષમા કાળની પ્રવૃત્તિ હોય છે, પછી બીજો સુષમાં, ત્રીજો સુષમાદુષમા, ચોથો દુષમાસુષમા, પાંચમો દુષમા અને છઠ્ઠો દુષમાદુષમા કાળ પ્રવર્તે છે, ત્યારપછી ઉત્સર્પિણી કાળ પ્રવર્તે છે. તેની શરૂઆતમાં પ્રથમ જ છઠ્ઠો કાળ દુષમાદુષમા પ્રવર્તે છે, પછી પાંચમો દુષમા, પછી ચોથો દુષમાસુષમા, પછી ત્રીજો સુષમાદુષમા, બીજો સુષમા અને પહેલો સુષમાસુષમા પ્રવર્તે છે. આ પ્રમાણે રેંટની ઘડી સમાન અવસર્પિણી પછી ઉત્સર્પિણી અને ઉત્સર્પિણી પછી અવસર્પિણી આવે છે. આ કાળચક્ર સદાય આ પ્રમાણે ફરતું રહે છે પરંતુ આ કાળપરિવર્તન કત ભરત અને ઐરાવત ક્ષેત્રમાં છે તેથી એમાં જ આયુષ્ય, કાયાદિની હાનિ થાય છે. મહાવિદેહાદિ ક્ષેત્રમાં, સ્વર્ગમાં, પાતાળમાં, ભોગભૂમિ આદિકમાં તથા સર્વ દ્વિીપ સમુદ્રાદિમાં કાળચક્ર ફરતું નથી તેથી તેમાં રીતિ બદલાતી નથી, એક જ રીતિ રહે છે. દેવલોકમાં તો સુષમાસુષમા નામના પ્રથમ કાળની જ સદા રીત રહે છે. ઉત્કૃષ્ટ ભોગભૂમિમાં પણ સુષમાસુષમા કાળની રીતિ રહે છે. મધ્ય ભોગભૂમિમાં સુષમા એટલે બીજા કાળની રીતિ રહે છે અને જઘન્ય ભોગભૂમિમાં સુષમાદુષમા એટલે ત્રીજા કાળની રીતિ રહે છે. મહાવિદેહ ક્ષેત્રોમાં દુષમાસુષમા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com