________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
સોમું પર્વ
૫૧
ભંગ કેવી રીતે રુચે ? અને પોતાના શિ૨ ૫૨ ચૂડામણિ મૂકે અને માથા ૫૨ છત્ર ફરતું હોય અને સૂર્ય ઉપર થઈને નીકળે તો પણ સહી શકતા નથી તો બીજાની ઊચ્ચતા કેવી રીતે સહે? મેઘધનુષ્ય જોઈને કોપ કરે છે તો શત્રુના ધનુષ્યની પ્રબળતા કેવી રીતે જોઈ શકે? ચિત્રમાનાં રાજા પણ પોતાને ન નમે તોય સહન કરી શકતા નથી તો સાક્ષાત્ નૃપોનો ગર્વ કેમ દેખી શકે? સૂર્યનો નિત્ય ઉદય-અસ્ત થાય છે તેને અલ્પ તેજસ્વી ગણે છે, પવન મહાબળવાન છે, પરંતુ ચંચળ છે તો તેને બળવાન ગણતા નથી, જે ચલાયમાન હોય તે બળવાન શાના? જે સ્થિર, અચળ તે જ બળવાન, હિમવાન પર્વત ઊંચો છે, સ્થિરભૂત છે, પરંતુ જડ, કઠોર, કંટક સહિત છે તેથી તેને પ્રશંસાયોગ્ય ગણતા નથી. સમુદ્ર ગંભીર છે, રત્નોની ખાણ છે, પરંતુ ખારાશ અને જળચર જીવો સહિત છે, તથા શંખયુક્ત છે તેથી સમુદ્રને તુચ્છ ગણે છે. મહાન ગુણોના સ્થાનરૂપ જેટલા પ્રબળ રાજા હતા તે તેજરહિત થઈ તેમની સેવા કરે છે. આ મહારાજાઓના રાજા સદા પ્રસન્નવદન, મુખમાંથી અમૃત જેવાં વચનો બોલે છે. જે દૂરવર્તી દુષ્ટ રાજાઓ હતા તે બધાને પોતાના તેજથી ઝાંખા પાડયા. એમનું તેજ એ જન્મ્યા ત્યારથી એમની સાથે જ ઉપજ્યું છે. શસ્ત્રો ધારણ કરીને જેમના હાથ અને ઉદર શ્યામ બન્યા હતા તે જાણે કે અનેક રાજાઓના પ્રતાપરૂપ અગ્નિને બુઝાવવાથી શ્યામ થયા છે. બધી દિશાઓરૂપી સ્ત્રીને વશ કરી દીધી. બધા તેમના આજ્ઞાકારી થયા. જેવો લવણ તેવો જ અંકુશ, બન્ને ભાઈઓમાં કોઈ જ કમ નથી આવી વાત પૃથ્વી પર બધાને મોઢે થતી. તે બન્ને નવયુવાન અદ્ભુત ચેષ્ટાના ધારક, પૃથ્વી ૫૨ પ્રસિદ્ધ, સમસ્ત લોકો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય, જેને જોવા બધા તલસતા, જેમનાં શરી૨ પુણ્યના પરમાણુઓથી બંધાયા છે, જેમનું દર્શન સુખનું કારણ છે, સ્ત્રીઓનાં મુખરૂપ કુમુદોને પ્રફુલ્લિત કરવા જે શરદની પૂર્ણિમાના ચંદ્રમા સમાન શોભતા હતા. માતાના હૃદયને આનંદનું જંગમ મંદિર આ કુમારો દેવકુમાર જેવા શ્રીવત્સ લક્ષણથી મંડિત છે, અનંત પરાક્રમી છે, સંસારસમુદ્રમાં કિનારે આવેલા ચરમશ૨ી૨ી છે, સદા ધર્મના માર્ગમાં રહે છે, દેવો તથા મનુષ્યોનું મન ઠરે છે.
ભાવાર્થ - જે ધર્માત્મા હોય તે કોઈનું કાંઈ અહિત ન કરે. આ ધર્માત્મા પરધન, ૫૨સ્ત્રી તો ન હરે, પરંતુ બીજાનું મન હરે. એમને જોઈ બધાનું મન પ્રસન્ન થાય. એ ગુણોની હ્રદ પામ્યા છે. ગુણનો એક અર્થ દોરો પણ થાય છે, દોરાને છેડે ગાંઠ હોય અને આમના દિલમાં ગાંઠ નથી, અત્યંત નિષ્કપટ છે. પોતાના તેજથી સૂર્યને અને કાંતિથી ચંદ્રને જીતે છે. પરાક્રમથી ઇન્દ્રને, ગંભીરતાથી સમુદ્રને, સ્થિરતાથી સુમેરુને, ક્ષમાથી, પૃથ્વીને, શૂરવીરતાથી સિંહને અને ચાલથી હંસને જીતે છે. મહાજળમાં મગર, મત્સ્ય, નાદિ જળચરો સાથે તેમ જ મત્ત હાથી, સિંહ અને અષ્ટાપદો સાથે ક્રીડા કરતાં ખેદ પામતા નથી. સમ્યગ્દષ્ટિ, ઉત્તમ, સ્વભાવ, ઉદાર, ઉજ્જવળ ભાવ, જેમની સાથે કોઈ યુધ્ધ ન કરી શકે, મહાયુદ્ધમાં ઉદ્યમી કુમાર જેવા મધુ-કૈટભ જેવા, ઇન્દ્રજિત મેઘનાદ જેવા યોદ્ધા છે, જિનમાર્ગી ગુરુસેવામાં તત્પર છે, જેમને જિનેશ્વરની કથામાં રસ છે, જેમનું નામ સાંભળતાં શત્રુઓને ત્રાસ ઊપજે છે. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
-