SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સોમું પર્વ પદ્મપુરાણ કરતી. એ બને માતાનું દૂધ પીને પુષ્ટ થયાં. તેમનાં મુખ સફેદ દાંતોથી અતિ શોભતાં જાણે એ દાંત દૂધ સમાન ઉજ્જવળ હાસ્યરસ સમાન શોભાયમાન લાગતા ધાવની આંગળી પકડીને આંગણમાં પગલાં માંડતાં કોનું મન ન હરે? જાનકી આવી સુંદર ક્રિીડા કરનાર કુમારોને જોઈ બધું દુઃખ ભૂલી ગઈ. બાળક મોટા થયાં, વિદ્યા ભણવાયોગ્ય થયાં. ત્યારે એના પુણ્યના યોગથી એક સિદ્ધાર્થ નામના ક્ષુલ્લક, પૃથ્વી પર પ્રસિદ્ધ વજજંઘના મહેલમાં આવ્યા. તે વિદ્યાના પ્રભાવથી ત્રિકાળ સંધ્યામાં સુમગિરિનાં ચૈત્યાલય વંદીને આવ્યાં. સાધુ સમાન જેમની ભાવના છે, એક ખંડવત્રનો જ જેમને પરિગ્રહ છે, ઉત્તમ અણુવ્રતના જે ધારક છે, જિનશાસનના રહસ્યના જાણનાર, સમસ્ત કળારૂપ સમુદ્રના પારગામી, તપથી જે શોભે છે એ આહાર નિમિત્તે ફરતાં જ્યાં જાનકી બેઠી હતી ત્યાં આવ્યા. મહાસતી સીતા જાણે કે જિનશાસનની દેવી પદ્માવતી જ છે તે ક્ષુલ્લકને જોઈ અતિઆદરથી ઊભી થઈને સામે જઈ ઈચ્છાકાર કરવા લાગી અને તેમને ઉત્તમ અન્નપાનથી તૃપ્ત કર્યા. સીતા જિનધર્મીઓને પોતાના ભાઈ સમાન જાણે છે. અષ્ટાંગ નિમિત્તજ્ઞાનના જાણકાર તે ક્ષુલ્લકે બન્ને કુમારોને જોઈને અત્યંત સંતોષ પામી સીતાને કહ્યું - હે દેવી! તું શોક ન કર, જેને આવા દેવકુમાર જેવા પ્રશસ્ત પુત્રો હોય, તેને ચિંતા શેની? જોકે ક્ષુલ્લકનું ચિત્ત અતિવિરક્ત છે તો પણ બન્ને કુમારોના અનુરાગથી કેટલાક દિવસ સુધી તેમની પાસે રહ્યા. થોડા દિવસોમાં કુમારોને શસ્ત્રવિદ્યામાં નિપુણ બનાવ્યા. કુમારો જ્ઞાનવિજ્ઞાનમાં પૂર્ણ, સર્વ કળાના ધારક, દિવ્યાસ્ત્ર ચલાવવાની અને શત્રુઓનાં દિવ્યાસ્ત્ર આવે તેને નિષ્ફળ કરવાની વિદ્યામાં પ્રવીણ થયા. મહાપુણ્યના પ્રભાવથી પરમ શોભાધારી, મતિધૃતનું આવરણ જેમને ટળી ગયું છે એવા એ જાણે કે ઊઘડેલા નિધિના કળશ જ છે. શિષ્ય બુદ્ધિમાન હોય તો તેમને ભણાવવામાં ગુરુને ખેદ થતો નથી. જેમ મંત્રી બુદ્ધિમાન હોય તો રાજાને રાજ્યકાર્યનો કાંઈ ખેદ થતો નથી. જેમ નેત્રવાન પુરુષને સૂર્યના પ્રભાવથી ઘટપટાદિક પદાર્થો સરળતાથી ભાસે છે તેમ ગુરુના પ્રભાવથી બુદ્ધિમાનને શબ્દ અર્થ સહેલાઈથી ભાસે છે. હંસને જેમ માનસરોવરમાં આવતાં કાંઈ ખેદ થતો નથી તેમ વિવેકી, વિનયી બુદ્ધિમાનને ગુરુભક્તિના પ્રભાવથી જ્ઞાન આપતાં પરિશ્રમ પડતો નથી. સુખપૂર્વક અનેક ગુણોની વૃદ્ધિ થાય છે. બુદ્ધિમાન શિષ્યોને ઉપદેશ આપી ગુરુ કૃતાર્થ થાય છે. કુબુદ્ધિને ઉપદેશ આપવો નકામો છે જેમ સૂર્યનો ઉદ્યોત ઘુવડને નકામો છે – આ બન્ને ભાઈ દેદીપ્યમાન યશવાળા છે, સૂર્ય જેવા તેજસ્વી હોવાથી કોઈ તેમની સામે નજર માંડી શકતા નથી. બન્ને સૂર્ય-ચંદ્ર સમાન, અગ્નિ અને પવન સમાન એકબીજા પ્રત્યે પ્રીતિવાળા હિમાચલ-વિંધાચળ સમાન છે, તેમને વજાગૃષભનારાચ સંહનન છે, સર્વ તેજસ્વી પુરુષોને જીતવાને સમર્થ, સર્વ રાજાઓના ઉદય-અસ્ત તેમને આધીન છે, બધા તેમની આજ્ઞામાં છે, રાજા જ આજ્ઞાકારી છે ત્યાં બીજાની તો શી વાત? કોઈને આજ્ઞારહિત દેખી શકતા નથી. પોતાના પગના નખમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ શકતા નથી તો બીજા કોની આગળ નમે? જેમનો પોતાના નખ અને કેશનો ભંગ પણ રુચતો નથી તો પોતાની આજ્ઞાનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy