________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સપ્તમ પર્વ
૭૩ દિશા શબ્દરૂપ થઈ ગઈ, અનેક સ્ત્રી નૃત્ય કરવા લાગી. રાજાએ યાચકજનોને ઇચ્છિત દાન આપ્યું એવો વિચાર ન કર્યો કે આ દેવું અને આ ન દેવું, બધું જ આપ્યું. હાથીઓ ગર્જના કરતાં ઊંચી સૂંઢ કરીને નૃત્ય કરવા લાગ્યા. રાજા સહસ્ત્રારે પુત્રનું નામ ઇન્દ્ર પાડ્યું. જે દિવસે ઇન્દ્રનો જન્મ થયો તે દિવસે સર્વ શત્રુઓનાં ઘરમાં અનેક ઉત્પાત થયા, અપશુકન થયા અને ભાઈઓ તથા મિત્રોનાં ઘરમાં મહાકલ્યાણ કરનાર શુભ શુકન થયાં. ઇન્દ્રકુંવરની બાલક્રિડા તરુણ પુરુષોની શક્તિને જીતનારી, સુંદર કર્મ કરનારી, વેરીઓનો ગર્વ છેદનારી હતી. અનુક્રમે કુંવર યુવાન બન્યા. કેવા છે કુંવર? જેણે પોતાના તેજથી સૂર્યના તેજને જીતી લીધું હતું, પોતાની કાંતિથી ચંદ્રને જીતી લીધો હતો, સ્થિરતાથી પર્વતને જીતી લીધો હતો, જેની છાતી પહોળી હતી, સ્કંધ દિગ્ગજના કુંભસ્થળ સમાન હતા, ભુજા અતિ દઢ અને સુંદર હતી, જેની બન્ને જાંધ દશે દિશાને દાબે તેવી હતી. વિજ્યાધ પર્વત ઉપરના સર્વ વિદ્યાધરો તેના સેવક હતા, સર્વ તેની આજ્ઞાનુસાર વર્તતા. આ મહાવિદ્યાધરે પોતાને ત્યાં સર્વ રચના ઇન્દ્ર જેવી કરી. પોતાનો મહેલ ઇન્દ્રના મહેલ જેવો બનાવ્યો, અડતાળીસ હજાર લગ્ન કર્યા, પટરાણીનું નામ શચી રાખ્યું. તેને ત્યાં છવીસ હજાર નટો નૃત્ય કરતા, સદા ઇન્દ્ર જેવો ઠાઠમાઠ રહેતો. ઇન્દ્ર જેવા અનેક હાથીઘોડા અને ચન્દ્રમા સમાન ઉજ્જવળ, ઊંચા આકાશના આંગણમાં ગમન કરનાર, કોઈથી રોકી ન શકાય તેવો મહાબળવાન આઠ દાંતોથી શોભતો ગજરાજ, જેની અત્યંત સુંદર ગોળ સૂંઢ દશે દિશામાં વ્યાપતી હોય તેવો જ હાથી, તેનું નામ ઐરાવત રાખ્યું. ચતુરનિકાયના દેવ સ્થાપ્યા અને પરમ શક્તિયુક્ત ચાર લોકપાલ સ્થાપ્યા. તેમના નામ સોમ, વરૂણ, કુબેર અને યમ. તેની સભાનાં ત્રણ નામ સુધર્મા, વજ અને આયુધ હતા. ત્રણ સભા અને ઉર્વશી, મેનકા રંભા ઇત્યાદિ હજારો વૃત્તિકાઓને અપ્સરાનું નામ આપ્યું. સેનાપતિનું નામ હિરણ્યકેશી અને આઠ વસુ સ્થાપ્યા. પોતાના લોકોને સામાનિક, ત્રાયન્નિશતાદિ દશ પ્રકારની દેવસંજ્ઞા આપી. ગાયકોના નામ નારદ, તુમ્બુરુ, વિશ્વાવસુ આપ્યા. મંત્રીનું નામ બૃહસ્પતિ. એ પ્રમાણે સર્વ રીતિ ઇન્દ્ર સમાન સ્થાપી. આ રાજા ઇન્દ્ર સમાન સર્વ વિધાધરોનો સ્વામી પુણ્યના ઉદયથી ઇન્દ્રની સંપદાનો ધારક થયો. તે વખતે લંકામાં રાજા માલી રાજ્ય કરતો હતો તે મહામાની જેમ પહેલા સર્વ વિધાધરો ઉપર સત્તા ચલાવતો હતો તેવી જ રીતે હુવે પણ કરતો, ઇન્દ્રનો ભય રાખતો નહિ. વિજ્યાદ્ધના સર્વ ભાગ ઉપર પોતાની આજ્ઞા ચલાવતો, સર્વ વિધાધર રાજાઓનાં રાજ્યમાં મહારત્ન, હાથી, ઘોડા, મનોહર કન્યા, મનોહર વસ્ત્રાભરણ બન્ને શ્રેણીઓમાં જે સારરૂપ વસ્તુ હોય તે મગાવી લેતો, ઠેકઠેકાણે તેના સંદેશવાહકો ફરતા રહેતા. પોતાના ભાઈઓના વર્ગથી મહાગર્વિષ્ઠ બની પૃથ્વી ઉપર એકમાત્ર પોતાને જ બળવાન સમજતો.
હવે ઇન્દ્રના બળથી વિધાધરો માલીની આજ્ઞાનો ભંગ કરવા લાગ્યા. જ્યારે આ સમાચાર માલીએ સાંભળ્યા ત્યારે પોતાના સર્વ ભાઈઓ, પુત્ર, કુટુંબીજનો સમસ્ત રાક્ષસવંશી અને કિધુકંધના પુત્રાદિ સમસ્ત વાનરવંશીઓને સાથે લઈ વિજ્યાર્ધ પર્વતના વિધાધરો ઉપર ચડાઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com