________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પદ્મપુરાણ
સત્તાવીસમું પર્વ
૨૫૩
કરે છે, પૌષધ પ્રતિક્રમણ કરે છે, ભગવાનના મોટાં મોટાં ચૈત્યાલયોમાં મહાન ઉત્સવ થાય છે, વિધિપૂર્વક અનેક પ્રકારની પૂજા થાય છે, અભિષેક થાય છે, વિવેકી લોક પ્રભાવના કરે છે અને સાધુ દશલક્ષણધર્મથી યુક્ત આત્મધ્યાનમાં આરૂઢ થઈ મોક્ષના અર્થે તપ કરે છે. પ્રજાનો નાશ થતાં સાધુ અને શ્રાવકનો ધર્મ લુપ્ત થાય છે અને પ્રજા રહે તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધુ સધાય છે. જે રાજા દુશ્મનોથી પૃથ્વીનું રક્ષણ કરે છે તે પ્રશંસાયોગ્ય છે. રાજાને પ્રજાના રક્ષણથી આ લોક અને પરલોકમાં કલ્યાણની સિદ્ધિ થાય છે. પ્રજા વિના રાજા નહિ અને રાજા વિના પ્રજા નહિ. જીવદયામય ધર્મનું જે પાલન કરે છે તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રવૃત્તિ રાજા લોકોનું રક્ષણ કરે તો જ થાય છે, અન્યથા કેવી રીતે થાય? રાજાના બાહુબળની છાયા મેળવીને પ્રજા સુખમાં રહે છે. જેના દેશમાં ધર્માત્મા ધર્મનું સેવન કરે છે; દાન, તપ, શીલ, પૂજાદિક કરે છે તેનો છઠ્ઠો ભાગ પ્રજાનું રક્ષણ કરવાના યોગથી રાજાને મળે છે.
રાજા દશરથ આ બધા સમાચાર જાણીને પોતે જવા તૈયાર થયા અને શ્રી રામને બોલાવીને રાજ્ય આપવાનો વિચાર કર્યો. વાજિંત્રો વાગ્યાં, બધા મંત્રીઓ ભેગા થયા, સેવકો આવ્યા, હાથી, ઘોડા, રથ, પાયદળ બધાં આવીને ઊભા રહ્યાં, સ્નાન માટે સેવકો સુવર્ણકળશ જળ ભરીને લાવ્યા, મોટા મોટા સામંતો શસ્ત્રો બાંધીને આવ્યા, નૃતિકાઓ નૃત્ય કરવા લાગી, રાજ્યની સ્ત્રીઓ નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણ લઈને પડદાં પાછળ બેઠી. રાજ્યાભિષેકનો આ ઠાઠમાઠ જોઈને રામ દશરથને પૂછવા લાગ્યા કે હે પ્રભો! આ શું છે? ત્યારે દશરથે કહ્યું કે હે ભદ્ર! તમે આ દેશનું રક્ષણ કરો, હું પ્રજાના હિત માટે શત્રુઓ સામે લડવા જાઉં છું, તે શત્રુઓ દેવોથી પણ દુજર્ય છે. તે વખતે કમળ સરખા નેત્રવાળા રામ કહેવા લાગ્યા કે હૈ તાત! એવા શંક ઉપર આટલો પરિશ્રમ શેનો? તે આપને યુદ્ધ આપવા લાયક નથી. તે પશુ સમાન દુરાત્મા છે. તેમની સાથે સંભાષણ કરવું ઉચિત નથી. તેમની સામે યુદ્ધની અભિલાષાથી આપ શા માટે પધાર્યા? ઉંદરના ઉપદ્રવ સામે શું હાથી ક્રોધ કરે? રૂને બાળીને ભસ્મ કરવા અગ્નિ શું પરિશ્રમ કરે ખરો ? તેમની સામે ચડવાની અમને આજ્ઞા આપો એ જ ઉચિત છે. રામનાં વચન સાંભળીને દશરથ અત્યંત હર્ષ પામ્યા, રામને છાતીએ લગાડીને કહેવા લાગ્યા કે હૈ પદ્મ! કમળ સમાન નેત્રના ધારક, સુકુમા૨ અંગવાળા તમે બાળક છો. તમે તે દુષ્ટને કેવી રીતે જીતશો? તે વાત મારા મનમાં બેસતી નથી. ત્યારે રામ બોલ્યાઃ હૈ તાત! તરતની ઉત્પન્ન થયેલી અગ્નિની કણી માત્ર વિસ્તીર્ણ વનને ભસ્મ નથી કરતી? કરે જ છે. નાની કે મોટી ઉંમરનું શું કામ છે? અરે, જેમ એકલો ઉગતો સૂર્ય ઘોર અંધકારને દૂર કરે જ છે તેમ અમે બાળક હોવા છતાં તે દુષ્ટોને જીતીશું જ. રામનાં આ વચન સાંભળીને રાજા દશ૨થ અતિપ્રસન્ન થયા, તેમનાં રોમાંચ ખડાં થઈ ગયાં, બાળપુત્રને મોકલવામાં થોડો વિષાદ થયો, નેત્ર સજળ બની ગયાં. રાજા મનમાં વિચારે છે કે પરાક્રમી, ત્યાગાદિ વ્રતના ધારક ક્ષત્રિયોની એ જ રીત છે કે પ્રજાની રક્ષા નિમિત્તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com