________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४० ચોસઠમું પર્વ
પદ્મપુરાણ છે. તેને મનુષ્ય, દેવ, નાગ, અસુર, કોઈ પણ રોકવા સમર્થ નથી. આ જીવ ઉપાર્જેલું કર્મ પોતે જ ભોગવે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણને શક્તિ લાગવી અને રામના વિલાપનું વર્ણન કરનાર ત્રેસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચોસઠમું પર્વ (લક્ષ્મણની શક્તિ દૂર કરવાનો ઉપાય અને વિશલ્યાના પૂર્વભવનું વર્ણન).
પછી રાવણ લક્ષ્મણનું નિશ્ચયથી મરણ જાણીને તથા પોતાના ભાઈ અને બેય પુત્રોને મનમાં મરણરૂપ જ જાણીને અત્યંત દુ:ખી થયો. રાવણ વિલાપ કરે છે–અરે ભાઈ કુંભકર્ણ ! પરમ ઉદાર, મહાન હિતચિંતક, કેવી રીતે આવી બંધન અવસ્થા પામ્યો ! અરે ઇન્દ્રજિત, મેઘનાદ! તમે મહાપરાક્રમી, મારી ભુજા સમાન દઢકર્મના યોગથી બંધન અવસ્થા પામ્યા. આવી અવસ્થા અત્યાર સુધી થઈ નહોતી. મેં શત્રુના ભાઈને હણ્યો છે તેથી ખબર નથી કે શત્રુ દુઃખી થઈને શું કરશે? તમારા જેવા ઉત્તમ પુરુષો મારા પ્રાણવલ્લભ, દુઃખરૂપ અવસ્થા પામ્યા, એના જેવું મને અતિકષ્ટ શેનું હોય? આ પ્રમાણે રાવણ ગુપ્ત રીતે ભાઈ અને પુત્રોનો શોક કરતો હતો. અને જાનકી લક્ષ્મણને શક્તિ વાગી છે એ સાંભળીને રુદન કરવા લાગી, અરે લક્ષ્મણ ! વિનયવાન ગુણભૂષણ! મંદભાગી એવી મારા નિમિત્તે તારી આવી અવસ્થા થઈ, હું તને આવી અવસ્થામાં જ જોવા ઈચ્છું છું તે દૈવયોગથી જોવા નહિ પામું. તારા જેવા યૌદ્ધાને પાપી શત્રુએ હણ્યો તો શું મારા મરણનો સંદેહ તેને ન થયો. તારા જેવો પુરુષ આ સંસારમાં બીજો નથી જેનું ચિત્ત મોટાભાઈની સેવામાં આસક્ત છે, તું સમસ્ત કુટુંબને છોડી મોટાભાઈની સાથે નીકળ્યો, સમુદ્ર તરીને અહીં આવ્યો અને આવી અવસ્થા પામ્યો, તને હું ક્યારે જોઈશ? તું બાળક્રીડામાં પ્રવીણ, મહા વિનયવાન, મિષ્ટભાષી, અદ્દભુત કાર્ય કરનારો, એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું તને જોઈશ? સર્વ દેવો સર્વથા તારી રક્ષા કરો. હે સર્વલોકના મનના હરનાર! તું શક્તિના શલ્યથી રહિત થા. આ પ્રમાણે મહાકષ્ટ શોકરૂપ જાનકી વિલાપ કરે છે. તેના ભાવોથી અત્યંત પ્રેમ કરનારી વિધાધરી તેને વૈર્ય બંધાવી, શાંત ચિત્ત કરી કહેવા લાગી, હે દેવી! તારા દિયરનું હજી સુધી મરણ થયું હોય તેવું નક્કી થયું નથી, માટે તું રુદન ન કર. મહાવીર સામંતોની એ જ ગતિ છે અને પૃથ્વી પર અનેક પ્રકારના ઉપાયો હોય છે, આવા વિધાધરીઓનાં વચન સાંભળી સીતા કાંઈક નિરાકુળ થઈ. હવે ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે કે હે રાજન્ ! હવે લક્ષ્મણના જે હાલ થયા તે સાંભળ. સુંદર રૂપવાળા એક યૌદ્ધાને પડાવના દ્વાર પર દાખલ થતો ભામંડળે જોયો અને પૂછયું કે તું કોણ છો? ક્યાંથી આવ્યો છે, શા હેતુથી અહીં પ્રવેશ કરે છે? અહીં જ રહે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com