SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ નવમું પર્વ પદ્મપુરાણ મહાબળવાન, રાજનીતિમાં પ્રવીણ, ધૈર્યવાન, દયાર્દ ચિત્તવાળો, વિદ્યાના સમૂહથી ગર્વિત, કાંતિવાન, તેજસ્વી છે. એવા પુરુષ સંસારમાં વીરલા જ હોય છે, જે સમસ્ત અઢી દ્વીપનાં જિનમંદિરોના દર્શનનો પ્રયત્ન કરે. આ જિનમંદિરો અતિ ઉત્કૃષ્ટ પ્રભાવથી મંડિત છે. વાલી ત્રણે કાળ અતિશ્રેષ્ઠ ભક્તિયુક્ત, સંશયરહિત, શ્રદ્ધાળુ, જંબુદ્વીપનાં સર્વ ચેત્યાલયોનાં દર્શન કરી આવ્યા છે. તે મહાપરાક્રમી શત્રુઓને જીતનાર, નગરના લોકોનાં નેત્રરૂપી કુમુદોને પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમા સમાન, જેને કોઈની શંકા નથી, કિધુકંધપુરમાં દેવ પેઠે રમે છે. કિધુકંધપુર મહારમણીય, નાના પ્રકારના રત્નમયી મહેલોથી મંડિત, ગજતુરંગરથાદિથી પૂર્ણ, અનેક પ્રકારના વ્યાપારથી ભરેલું, સુંદર બજારોવાળું છે. વાલીને ક્રમથી નાનો ભાઈ સુગ્રીવ હતો. તે પણ ધીરવીર, મનોજ્ઞ, રૂપવાન, નીતિમાન અને વિનયવાન છે. બન્નેય વીરો કુળનું આભૂષણ હતા. સુગ્રીવ પછી શ્રીપ્રભા નામની બહેન જન્મી. તે સાક્ષાત્ લક્ષ્મીરૂપમાં અતુલ્ય હતી. સૂર્યરજના નાના ભાઈ રક્ષરજની રાણી હરિકાંતાને નલ અને નીલ નામના પુત્ર થયા. સજ્જનોને આનંદ આપનાર, દુશ્મનોથી નિર્ભય જાણે કિધુકંધપુરની શોભા જ હતા. આ બન્ને ભાઈઓને બબ્બે મહાગુણવાન પુત્રો થયા. રાજા સૂર્યરજ પાતાના પુત્રોને યુવાન થયેલા જોઈ, મર્યાદાના પાલક જાણી, પોતે વિષયોને વિષમિશ્રિત અન્ન સમાન જાણી સંસારથી વિરક્ત થયા. રાજા સૂર્યરજ જ્ઞાની છે. તેણે વાલીને રાજ્ય આપ્યું અને સુગ્રીવને યુવરાજપદ આપ્યું અને પોતે આ ચતુર્ગતિરૂપ જગતને દુઃખથી પીડિત જોઈને વિહતમોટુ નામના મુનિના શિષ્ય થયા. ભગવાને ચારિત્રનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું ચારિત્ર તેમણે અંગીકાર કર્યું. મુનિ સૂર્યરજને શરીરમાં પણ મમત્વ નથી, જેનું અંતઃકરણ આકાશ જેવું નિર્મળ છે, સમસ્ત પરિગ્રહરહિત થઈને તેમણે પવનની જેમ પૃથ્વી પર વિહાર કર્યો, વિષયકષાયરહિત મુક્તિના તે અભિલાષી થયા. વાલીને મહાપતિવ્રતા ધ્રુવા નામની સ્ત્રી હતી. તે ગુણોના ઉદયથી સેંકડો રાણીઓમાં મુખ્ય હતી. વાનરવંશીઓના મુકુટ એવા રાજા વાલી દેવો સમાન સુખ ભોગવતા કિધુકંધપુરમાં રાજ્ય કરતા. રાવણની બહેન ચંદ્રનખા, જેનાં સર્વ ગાત્ર મનોહર હતાં, તેને રાજા મેઘપ્રભના પુત્ર ખરદૂષણે જ્યારથી જોઈ ત્યારથી તે કામબાણથી પીડિત થયો અને એનું હરણ કરવા ઇચ્છતો હતો. એક દિવસ રાજા રાવણ રાજા પ્રવરની રાણી આવલીની પુત્રી તનૂદરીને પરણવા ગયો હતો અને લંકા રાજા વિનાની હતી તેથી ચિંતારહિત થઈ તે ચંદ્રનખાને હરી ગયો. ખરદૂષણ અનેક વિધાનો ધારક, માયાચારમાં પ્રવીણ બુદ્ધિવાળો છે. જોકે કુંભકરણ અને વિભીષણ બન્ને શૂરવીર હતા, પણ છિદ્ર દેખીને માયાચારથી તે કન્યાને ઉપાડી ગયો. તેની પાછળ સેના દોડી, પણ કુંભકરણ અને વિભીષણે તેમને એમ જાણીને પાછળ જવાની મના કરી કે ખરદૂષણ પકડાવાનો તો હતો નહિ અને તેને મારવો યોગ્ય નહોતો. જ્યારે રાવણ આવ્યો અને આ વાત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy