________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવમું પર્વ
૧૦૫ છે; વીણા, બંસરી, શંખ ઇત્યાદિ અનેક વાજિંત્રો વાગી રહ્યાં છે; દશે દિશાઓ અને આકાશ શબ્દાયમાન થઈ રહ્યું છે. આ પ્રમાણે તે લંકામાં પધાર્યા. લંકાના લોકો પોતાના નાથનું આગમન જોઈ, દર્શનાતુર, હાથમાં અર્થ, પત્ર, પુષ્પ, રત્ન લઈ, સુંદર વસ્ત્રાભૂષણ પહેરી રાગરંગ સહિત રાવણની સમીપમાં આવ્યા. વૃદ્ધોને આગળ કરી, પોતે પાછળ રહી, નમસ્કાર કરી કહેવા લાગ્યા, “હે નાથ ! લંકાના લોકો ભગવાન અજિતનાથના સમયથી આપના કુળના શુભચિંતક છે, સ્વામીને અતિ પ્રબળ જોઈને ખૂબ પ્રસન્ન થયા છે. તેમણે જાતજાતની આશિષ આપી ત્યારે રાવણે આશ્વાસન આપીને બધાને બક્ષિસ આપી. સૌ રાવણના ગુણગાન કરતા કરતા પોતપોતાને ઘેર ગયા.
રાવણના મહેલમાં કૌતુક્યુક્ત નગરના જનો રાવણને જોવાની ઇચ્છાથી ઘરનાં સર્વ કાર્યો છોડીને આવ્યા. વૈશ્રવણના વિજેતા અને યમ વિદ્યાધરને જીતનાર રાવણ પોતાના મહેલમાં રાજકુટુંબ માણસો સાથે સુખેથી રહેવા લાગ્યો. મહેલ ચુડામણિ સમાન મનોહર છે. બીજા વિધાધરો પણ યથાયોગ્ય સ્થાનોમાં આનંદથી રહ્યા. તેમનાં ચરિત્ર દેવસમાન હતાં.
પછી ગૌતમસ્વામીએ રાજા શ્રેણિકને કહ્યું કે હું શ્રેણિક! જે ઉજ્જવળ કર્મ કરે છે તેમનો નિર્મળ યશ પૃથ્વી પર ફેલાય છે, તેને નાના પ્રકારનાં રત્નાદિક સંપદાનો સમાગમ થાય છે અને તેમના પ્રબળ શત્રુઓ નિર્મૂળ થાય છે, ત્રણ લોકમાં તેમનાં ગુણ વિસ્તરે છે. આ જીવના પ્રચંડ વેરી પાંચ ઇન્દ્રિયોના વિષય છે, તે જીવની બુદ્ધિ હરે છે અને પાપનો બંધ કરે છે. આ ઇન્દ્રિયોના વિષયો પુણ્યના પ્રસાદથી વશીભૂત થાય છે અને રાજાઓના બહારના શત્રુ, જે પ્રજાના પીડક છે, તે પણ આવીને પગમાં પડે છે. આમ જાણીને જે ધર્મના વિરોધી વિષયરૂપ વેરી છે તે વિવેકીજનો દ્વારા વશ કરવા યોગ્ય છે, તેમનું સેવન સર્વથા ન કરવું. જેમ સૂર્યનાં કિરણોથી પ્રકાશ થતાં સુદષ્ટિજનો અધંકારથી ઘેરાયેલા ઊંડા ખાડામાં પડતા નથી તેમ જે ભગવાનના માર્ગમાં પ્રવર્તે છે તેમને પાપવૃદ્ધિની પ્રવૃત્તિ થતી નથી.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથના સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં દશગ્રીવનું નિરૂપણ કરનાર આઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
નવમું પર્વ
(વાલી મુનિનું નિરૂપણ) હવે પોતાના ઇષ્ટદેવને વિધિપૂર્વક નમસ્કાર કરીને તેમના ગુણોનું સ્તવન કરીને કિધુકંધપુરમાં વાનરવંશી રાજા સૂર્યરજની રાણી ચંદ્રમાલિનીને વાલી નામનો અનેક ગુણસંપન્ન પુત્ર થયો તેનું વર્ણન કરીએ છીએ તે હે ભવ્ય ! તું સાંભળ. કેવો છે વાલી ? સદા ઉપકારી, શીલવાન, પંડિત, પ્રવીણ, ધીર, લક્ષ્મીવાન, શૂરવીર, જ્ઞાની, અનેક કળાસંયુક્ત, સમ્યગ્દષ્ટિ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com