________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ
૩૩૭ આવીને રાજાને હાથ જોડી વિનંતી કરી કે હે દેવ! સંઘ આગળ જાય કે પાછળ જાય તે કહો. રાજાએ પૂછયું કે શી બાબત છે? તેણે કહ્યું કે ઉધાનમાં મુનિ આવ્યા છે. જો તેમને રોકીએ તો ડર લાગે છે અને જો ન રોકીએ તો તમે ગુસ્સે થાવ, એ રીતે અમે મોટા સંકટમાં છીએ. સ્વર્ગના ઉધાન સમાન આ વન છે. અત્યાર સુધી કોઈને આમાં આવવા દિધા નથી, પરંતુ મુનિઓને શું કરીએ? તે દિગંબર મુનિ દેવોથી પણ રોકાય નહિ તો અમારા જેવા તેમને કેવી રીતે રોકી શકે? રાજાએ કહ્યું કે તમે એમને રોકો નહિ. જ્યાં સાધુ બિરાજે છે તે સ્થાન પવિત્ર બને છે. પછી રાજા ખૂબ ઠાઠમાઠપૂર્વક મુનિનાં દર્શન કરવા ગયો. તે મહાભાગ્ય ઉદ્યાનમાં બિરાજતા હતા, વનની ધૂળથી તેમનાં અંગ મલિન હતાં, મુનિને યોગ્ય ક્રિયા સહિત હતા, તેમનાં હૃદય શાંત હતાં કેટલાક કાયોત્સર્ગ કરી બન્ને હાથ લંબાવી ઊભા છે, કેટલાક પદ્માસનમાં બિરાજે છે, બેલા, તેલા, ચોલા, પાંચ ઉપવાસ, દશ ઉપવાસ, પક્ષ-માસાદિ અનેક ઉપવાસોથી જેમનાં શરીર શોષાયાં છે, પઠન પાઠનમાં સાવધાન છે, તેમનાં શબ્દો ભ્રમર સમાન મધુર છે, તેમણે પોતાનું ચિત્ત શુદ્ધ સ્વરૂપમાં જોયું છે તે રાજા આવા મુનિઓને દૂરથી જોઈ ગર્વરહિત થઈ, હાથી પરથી ઊતરીને સાવધાન થઈ, સર્વ મુનિઓને નમસ્કાર કરી, આચાર્યની નિકટ જઈ, ત્રણ પ્રદક્ષિણા કરી પૂછવા લાગ્યા હે નાથ ! આપના શરીરમાં જેવી કાંતિ છે તેવા ભોગ નથી. ત્યારે આચાર્યે કહ્યું કે આ તારી બુદ્ધિ કેવી છે? તું શૂરવીર આ શરીરને સ્થિર માને છે એ તારી બુદ્ધિ સંસારને વધારનારી છે. જેમ હાથીના કાન ચપળ છે તેવું જ જીવન ચંચળ છે. આ દેહ કદલીતંભ સમાન અસાર છે અને ઐશ્વર્ય સ્વપ્નતુલ્ય છે. ઘર, કુટુંબ, પુત્ર, કલત્ર, બાંધવ બધું અસાર છે. આમ જાણીને આ સંસારની માયામાં પ્રીતિ કેવી રીતે થાય? આ સંસાર દુ:ખદાયક છે. આ પ્રાણી અનેક વાર ગર્ભવાસનાં સંકટ ભોગવે છે. ગર્ભવાસ નરકતુલ્ય મહાભયાનક, દુર્ગધ કૃમિજાળથી પૂર્ણ, રક્ત, શ્લેખ આદિનું સરોવર, અત્યંત અશુચિ કર્દમથી ભરેલ છે. આ પ્રાણી મોહરૂપ અંધકારથી અંધ થઈ ગર્ભવાસથી ડરતો નથી. ધિકાર છે આ અત્યંત અપવિત્ર દેહને! તે સર્વ અશુભનું સ્થાન, ક્ષણભંગુર ને અશરણ છે. જીભ દેહને પોષે છે, તે આને જ દુ:ખ આપીને કૃતજ્ઞ બને છે. તે નસજાળથી વીંટળાયેલું, ચામડીથી ઢંકાયેલું, અનેક રોગોનું ઘર, જેના આગમનથી ગ્લાનિ ઉપજાવતું એવું શરીર તેમાં જે પ્રાણી સ્નેહુ કરે છે તે જ્ઞાનરહિત, અવિવેકી છે. તેમનું કલ્યાણ ક્યાંથી થાય? અને આ શરીરમાં ઇન્દ્રિય ચોર વસે છે. તે બળાત્કારે ધર્મરૂપ ધન હરી જાય છે. આ જીવરૂપ રાજા કુબુદ્ધિરૂપ સ્ત્રી સાથે રમે છે, અને મૃત્યુ એને અચાનક ઉપાડી જાય છે. મનરૂપ મત્ત હાથી વિષયરૂપ વનમાં ક્રિીડા કરે છે. જ્ઞાનરૂપ અંકુશથી એને વશ કરીને વૈરાગ્યરૂપ થાંભલા સાથે વિવેકી બાંધે છે. આ ઇન્દ્રિયરૂપ તુરંગ મોહરૂપ ધજા ધારણ કરીને, પરસ્ત્રીરૂપ લીલા ઘાસમાં લોલુપતા રાખતા શરીરરૂપ રથને કુમાર્ગમાં પાડે છે. ચિત્તની પ્રેરણાથી જીવ ચંચળ બને છે તેથી ચિત્તને વશ કરવું યોગ્ય છે. તમે સંસાર, શરીર, ભોગથી વિરક્ત થઈ, ભક્તિથી જિનરાજને નમસ્કાર કરી, નિરંતર તેમનું સ્મરણ કરો કે જેથી અવશ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com