________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણીસમું પર્વ
૨૦૫ જેમ મેઘપટલ ગાજતા–વરસતાં સુર્યમંડળને આચ્છાદિત કરે તેમ વરુણના પુત્રોએ રાવણને ઘેરી લીધો. કુંભકરણ અને ઇન્દ્રજિત સાથે વરુણ લડવા લાગ્યો. જ્યારે હનુમાને રાવણને વરુણના પુત્રો દ્વારા ઘેરાયેલો, કેસૂડાનાં ફૂલ જેવા રંગ જેવો રગદોળાયેલો જોયો ત્યારે તે રથમાં બેસીને વરુણના પુત્રો તરફ દોડ્યા. હનુમાનનું ચિત્ત રાવણ પ્રત્યેની પ્રીતિથી ભરેલું છે, શત્રુરૂપ અંધકારને હણવા માટે જે સૂર્ય સમાન છે. પવનના વેગથી પણ અધિક શીવ્રતાથી તે વરુણના પુત્રો પર તૂટી પડ્યા. વરુણના સોએ પુત્રો એવા ધ્રુજી ઊઠયા જેમ પવનથી મેઘ કંપી ઊઠે. પછી હનુમાન વરુણના સૈન્ય ઉપર મત્ત હાથી કેળના વનમાં પ્રવેશે તેમ ધસી ગયા. તેમણે કેટલાકને વિદ્યામય લાગૂલ પાશથી બાંધી લીધા, કેટલાકને મુદ્રના પ્રહારથી ઘાયલ કર્યા. વરુણનું આખું દળ હુનુમાનથી પરાજિત થઈ ગયું. જેમા જિનમાર્ગના અનેકાંત નયોથી મિથ્યાષ્ટિ હારી જાય તેમ. હુનુમાનને પોતાના સૈન્ય વચ્ચે રણક્રીડા કરતો જોઈને રાજા વરુણે ક્રોધથી નેત્ર લાલ કર્યા અને હનુમાન પર ધસ્યો. રાવણે વરુણને હનુમાન તરફ ધસતો જોઈ પોતે જઈને તેને રોક્યો, જેમ નદીના પ્રવાહને પર્વત રોકે છે તેમ. ત્યાં વરુણ અને રાવણ વચ્ચે મહાયુદ્ધ થયું. તે જ સમયે હનુમાને વરુણના સો પુત્રોને બાંધી લીધા, કેટલાકને મુગરના પ્રહારથી ઘાયલ કર્યા. પોતાના સોએ પુત્રો બંધાઈ ગયા છે એ સાંભળીને વરુણ શોકથી વિહ્વળ થઈ ગયો. અને વિદ્યાનું
સ્મરણ ન રહ્યું તે વખતે રાવણે તેને પકડી લીધો. વરુણરૂપી સૂર્ય અને તેના પુત્રોરૂપી કિરણોને રોકીને જાણે કે રાવણે રાહુનું રૂપ ધારણ કર્યું. વરુણ કુંભકરણને સોંપવામાં આવ્યો અને રાવણે ભવનોન્માદ નામના વનમાં પડાવ નાખ્યો. તે વન સમુદ્રના શીતળ પવનથી ખૂબ ઠંડું છે તેથી તેમાં રહેવાથી તેની સેનાનો લડાઈને કારણે ઉપજેલો ખેદ ટળી ગયો. વરુણ પકડાયાની વાત સાંભળીને તેની સેના ભાગી ગઈ અને પુંડરિકપુરમાં દાખલ થઈ. જુઓ પુણ્યનો પ્રભાવ કે એક નાયક હારી જવાથી બધાની હાર થાય છે અને એક નાયક જીતવાથી બધાની જીત થાય છે. કુંભકરણે ગુસ્સો કરીને વરુણનું નગર લૂંટવાનો વિચાર કર્યો, પણ રાવણે મના કરી કારણ કે એ રાજનીતિનો ધર્મ નથી. રાવણનું ચિત્ત કરુણાથી કોમળ છે. તેમણે કુંભકરણને કહ્યું કે હે બાળક ! તે આવા દુરાચારની વાત કરી ? અપરાધ તો વરુણનો હતો, પ્રજાનો શો અપરાધ ? દુર્બળોને દુઃખ આપવું એ દુર્ગતિનું કારણ છે, મહાઅન્યાય છે, એમ કહીને કુંભકરણને શાંત કર્યો વરુણને બોલાવ્યો. વરુણનું મુખ નીચે નમી ગયું છે. રાવણે વરુણને કહ્યું કે હે પ્રવીણ ! તેમ શોક ન કરો કે હું પકડાઈ ગયો. યોદ્ધાઓની બે રીત છે, કાં તો તે માર્યો જાય અથવા પકડાઈ જાય. લડાઈમાંથી ભાગી જવું એ કાયરોનું કામ છે. માટે તમે મને માફ કરો. તમે તમારા સ્થાનમાં જઈ મિત્ર, બાંધવ સહિત કોઈપણ પ્રકારના ઉપદ્રવના ભય વિના તમારું રાજ્ય સુખેથી ભોગવો. રાવણનાં આવાં મધુર વચનો સાંભળીને વરુણ હાથ જોડીને રાવણને કહેવા લાગ્યોઃ “હે વીરાધિવીર! આપ આ લોકમાં મહાન પુણ્યશાળી છો. તમારા પ્રત્યે જે વેરભાવ રાખે તે મૂર્ખ છે. હે સ્વામી! આ આપનું ઉત્કૃષ્ટ ધૈર્ય હજારો સ્તોત્રો દ્વારા પ્રશંસવા યોગ્ય છે, આપે દેવાધિષ્ઠિત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com