________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકાણુંમું પર્વ
૫૨૯ પોતાનો શૂરવીર ભાઈ જીત મેળવીને આવ્યો હોવાથી બળભદ્ર-નારાયણ ખૂબ હર્ષ પામ્યા. શત્રુઘ્રની માતા સુપ્રભાએ ભગવાનની અદભુત પૂજા કરાવી, દુ:ખી જીવોને કરુણાથી અને ધર્માત્મા જીવોને અતિ વિનયથી અનેક પ્રકારના દાન આપ્યાં. જોકે અયોધ્યા અતિ સુંદર છે, સુવર્ણરત્નોના મહેલોથી મંડિત છે, કામધેનુ સમાન સર્વ કામના પૂરનારી દેવપુરી સમાન છે, તો પણ શત્રુધ્રનો જીવ મથુરામાં અતિઆસક્ત છે, તેને અયોધ્યામાં અનુરાગ ન થયો. જેમ રામ સીતા વિના કેટલાક દિવસ ઉદાસ રહ્યા હતા તેમ શત્રુઘ્ર મથુરા વિના અયોધ્યામાં ઉદાસપણે રહ્યો. જીવોને સુંદર વસ્તુનો સંયોગ સ્વપ્ન સમાન ક્ષણભંગુર છે, પરમ દાહ ઉપજાવે છે, જેઠ મહિનાના સૂર્યથી પણ અધિક આતાપ કરે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મથુરાના લોકોને અસુરેન્દ્રકૃત ઉપસર્ગ વર્ણવનાર નવમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકાણુમું પર્વ (શત્રુઘના પૂર્વભવ અને મથુરામાં અનેક જન્મ ધારણ કરવાથી અતિઅનુરાગ)
પછી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે ભગવાન! શા માટે શત્રુઘ્ર મથુરાની જ માગણી કરતો રહ્યો? અયોધ્યા કરતાં પણ મથુરાનો નિવાસ તેને કેમ રુચતો હતો? સ્વર્ગલોક સમાન અનેક રાજધાની તેણે ન યાચી અને મથુરાની જ ઇચ્છા કરી, એથી મથુરા પ્રત્યે તેને કેમ પ્રીતિ થઈ ? ત્યારે જ્ઞાનસમુદ્ર ગૌતમ સ્વામીએ કહ્યું કે હે શ્રેણિક! આ શત્રુધ્રના અનેક ભવ મથુરામાં થયા છે તેથી તેને મધુપુરી પ્રત્યે અધિક સ્નેહ થયો. આ જીવ કર્મોના સંબંધથી અનાદિકાળથી સંસારસાગરમાં વસે છે અને અનંત ભવ કરે છે. આ શત્રુઘનો જીવ અનંત ભવભ્રમણ કરી મથુરામાં એક યમનદેવ નામનો અતિક્રૂર ધર્મથી વિમુખ મનુષ્ય થયો. તે મરીને ભૂંડ, ગધેડો, કાગડો એવા જન્મ ધરીને અજપુત્ર થયો. તે અગ્નિમાં બળી મર્યો પછી પખાલીનો પાડો થયો, તે છ વાર પાડો થઈને દુઃખથી મર્યો, નીચ કુળમાં નિર્ધન મનુષ્ય થયો. શ્રેણિક અત્યંત પાપી જીવ નરકમાં જાય છે, પુણવાન જીવ સ્વર્ગમાં જાય છે અને શુભાશુભમિશ્રિત ભાવથી મનુષ્ય થાય છે. પછી એ કુલંધર નામનો બ્રાહ્મણ થયો, રૂપાળો પણ શીલ વિનાનો. એક વખતે તે નગરનો રાજા દિગ્વિજય નિમિત્તે દેશાંતરે ગયો, તેની લલિતા નામની રાણી મહેલના ઝરૂખામાં બેઠી હતી. તેણે આ દુરાચારી વિપ્રને જોયો અને કામબાણથી વીંધાઈ ગઈ. તેણે એને મહેલમાં બોલાવ્યો. રાણી અને તે એક આસન પર બેસી રહેતા. એક દિવસ આ પ્રમાણે બેઠાં હતાં તે જ વખતે રાજા દૂરથી આવેલો અચાનક ત્યાં દાખલ થયો. તેને આમ બેઠેલો જોયો. રાણીએ કપટથી કહ્યું કે એ ભિક્ષુક છે તો પણ રાજાએ ન માન્યું. રાજાના નોકરો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com