________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ
૫૪૩ ત્યજતો તો અપકીર્તિ થાય છે, આ પૃથ્વી પર મારા જેવો બીજો કોઈ દીન નથી. સ્નેહ અને અપવાદનો ભય એ બન્નેમાં જેનું ચિત્ત ચોંટયું છે, બન્નેની મિત્રતાના તીવ્ર ફેલાવાના વેગને વશ થયેલા રામ અપવાદરૂપ તીવ્ર કષ્ટ પામ્યા. સિંહની ધ્વજાના ચિહ્નવાળા રામને બન્ને તરફની અતિઆકુળતારૂપ ચિંતા અશાતાનું કારણ બની દુસ્સહુ આતાપ ઉપજાવવા લાગી, જેમ જેઠના મધ્યાહ્નનો સૂર્ય દુસહ દાહ ઉપજાવે છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને લોકાપવાદની ચિંતાનું વર્ણન કરનાર છન્નું પર્વ પૂર્ણ થયું.
*
*
*
સત્તાણુંમું પર્વ (લોકાપવાદના ભયથી સીતાનો ત્યાગ અને સીતાનો વનમાં વિલાપ)
પછી શ્રી રામે એકાગ્રચિત્તથી દ્વારપાળને લક્ષ્મણને બોલાવવાની આજ્ઞા કરી. દ્વારપાળ લક્ષ્મણ પાસે આવ્યો અને રામની આજ્ઞા કહી. લક્ષ્મણ દ્વારપાળનાં વચન સાંભળી તત્કાળ અશ્વ પર બેસી રામ પાસે આવ્યા. હાથ જોડી નમસ્કાર કરી સિંહાસનની નીચે પૃથ્વી પર બેઠો. રામે ઊભા થઈને તેમને લઈને અડધા સિંહાસન પર બેસાડ્યા. શત્રશ્ન આદિ રાજા અને વિરાધિત આદિ બધા વિધાધરો યોગ્ય સ્થાને બેઠા. પરોહિત. શ્રેષ્ઠી, મંત્રી, સેનાપતિ બધા જ સભામાં બેઠા હતા. પછી ક્ષણવાર વિશ્રામ લઈને રામચંદ્ર લક્ષ્મણને લોકાપવાદની વાત કહી. તે સાંભળી લક્ષ્મણના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયાં અને યોદ્ધાઓને આજ્ઞા કરી કે હુમણાં જ હું તે દુર્જનોનો નાશ કરવા જઈશ. પૃથ્વીન અસત્યરહિત કરીશ. જે મિથ્યા વચન કર્યું છે તેની હું જીભ કાપીશ. ઉપમારહિત શીલવ્રતની ધરનારી સીતાની જે નિંદા કરે છે તેનો હું નાશ કરીશ. આ પ્રમાણે લક્ષ્મણ ખૂબ ગુસ્સે થયા, તેમની આંખો લાલ થઈ ગઈ. શ્રી રામે તેમને શાંત પાડીને કહ્યું છે સૌમ્ય! આ પૃથ્વીનું સાગરો સુધી શ્રી ઋષભદેવે રક્ષણ કર્યું, પછી ભારતે તેનું પાલન કર્યું, ઈક્વાકુવંશના તિલક મોટા મોટા રાજાઓ જેમણે રણમાં કદી પીઠ બતાવી નહોતી, જેમની કીર્તિરૂપ ચાંદનીથી આ જગત શોભે છે એવા આપણા વંશમાં થયા. હવે હું ક્ષણભંગુર પાપરૂપ રાગના નિમિત્તે યશને કેવી રીતે મલિન કરું? અલ્પ અપકીર્તિ પણ ટાળીએ નહિ તો તે વૃદ્ધિ પામે છે. તે નીતિવાન પુરુષોની કીર્તિ ઇન્દ્રાદિક દેવો પણ ગાય છે. આ ભોગ વિનાશિક છે, જે કિર્તિરૂપ વનને બાળે એવા અકીર્તિરૂપ અગ્નિથી શો લાભ? જો કે સીતા સતી શીલવંતી નિર્મળ ચિત્તવાળી છે તો પણ એને ઘરમાં રાખવાથી મારી નિંદા મટવાની નથી. આ અપવાદ શસ્ત્રાદિથી દૂર થઈ શકતો નથી. જોકે સૂર્ય કમળોના વનને પ્રફુલ્લિત કરે છે, તિમિરને હણે છે તો પણ રાત્રિ થતાં સૂર્યનો અસ્ત થાય છે તેમ અપવાદરૂપ રજ અત્યંત વિસ્તાર પામી તેજસ્વી પુરુષોની ક્રાંતિને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com