________________
૩૦૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચોત્રીસમું પર્વ
પદ્મપુરાણ પોતાના સ્થાનકે ગઈ. સિહોદર, વજકર્ણ આદિ બધા રાજા રઘુપતિની આજ્ઞા લઈ ઘેર ગયા. તે રાજકન્યાઓ, ઉત્તમ ચેષ્ટાવાળી, જેમના માટે માતા, પિતા, કુટુંબને ઘણું સન્માન છે એવી, તેમ જ પતિમાં ચિત્ત રાખનારી, નાના પ્રકારના વિનોદ કરતી પિતાના ઘરમાં રહેવા લાગી. વિધુરંગે પોતાના માતાપિતાને કુટુંબ સહિત બહુ જ વૈભવથી બોલાવ્યા, તેમના મેળાપનો મોટો ઉત્સવ કર્યો. વજકર્ણ તથા સિંહોદરની વચ્ચે પ્રીતિ ખૂબ વધી. શ્રી રામચંદ્ર અને લક્ષ્મણ અડધી રાત્રિએ ચૈત્યાલયમાંથી ચાલી નીકળ્યા. તે ધીરે ધીરે પોતાની ઇચ્છા પ્રમાણે ગમન કરતા હતા. પ્રભાતના સમયે લોકો ચૈત્યાલયમાં આવ્યા ત્યારે શ્રી રામચંદ્રને ન જોવાથી શૂન્ય હૃદય બનીને અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
પછી રામ-લક્ષ્મણ જાનકીને ધીરે ધીરે ચલાવતાં, રમણીક વનમાં વિશ્રામ લેતાં, સ્વાદિષ્ટ ફળોનું રસપાન કરતાં કીડા કરતા, રસભરી વાતો કરતા જતા હતા. ચાલતાં ચાલતાં નલકુંવર નામનું નગર આવ્યું. જાતજાતના રત્નોથી મંડિત ઊંચાં શિખરોવાળાં મંદિરો અને સુંદર ઉપવનો તથા ઊંચા મહેલોવાળું તે નગર સ્વર્ગ સમાન નિરંતર ઉત્સવોથી ભરેલું હતું, લક્ષ્મીનું નિવાસસ્થાન હતું.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણકૃત વજકર્ણના ઉપકારનું વર્ણન કરતું તેત્રીસમું પર્વ પૂર્ણ થયું.
* * * ચોત્રીસમું પર્વ
(વાલિખિલ્યની કથા) શ્રી રામ, લક્ષ્મણ અને સીતા નલકુંવર નામના નગરમાં આવીને રહ્યાં. વન ફળફૂલોથી શોભે છે. ત્યાં ભમરા ગુંજારવ કરે છે અને કોયલ ટહૂકે છે. પાસે સરોવર હતું ત્યાં લક્ષ્મણ જળ નિમિત્તે ગયા. તે જ સરોવર પર કીડા નિમિત્તે કલ્યાણમાલા નામની એક રાજપુત્રી રાજકુમારનો વેષ લઈને આવી હતી. એ રાજકુમાર રૂપાળા નેત્રવાળો, સર્વને પ્રિય, વિનયી, કાંતિરૂપ ઝરણાંનો પર્વત, શ્રેષ્ઠ હાથી પર આરૂઢ, સુંદર પાયદળ સાથે, નગરનો રાજા સરોવરના તીર પર લક્ષ્મણને જોઈને મોહિત થયો. લક્ષ્મણ નીલકમળ સમાન શ્યામ, સુંદર લક્ષણોના ધારક છે. રાજકુમારે એક માણસને આજ્ઞા કરી કે એને લઈ આવો. તે માણસ આવીને હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હું ધીર! આ રાજપુત્ર આપને મળવા ઇચ્છે છે તો પધારો. લક્ષ્મણ રાજકુમારની સમીપે ગયા. રાજકુમાર હાથી પરથી નીચે ઊતરીને પોતાના કમળતુલ્ય હાથથી લક્ષ્મણનો હાથ પકડીને કપડાના તંબૂમાં લઈ ગયો. બન્ને એક આસન પર બેઠા. રાજકુમારે પૂછયું, આપ કોણ છો અને ક્યાંથી આવો છો ? ત્યારે લક્ષ્મણે કહ્યું કે મારા મોટા ભાઈ મારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com