________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
તેત્રીસમું પર્વ
૩૦૭ અનુભવી પુરુષ છે તેમની એ જ રીત છે કે જગતપૂજ્ય જિનેન્દ્રને જ પ્રણામ કરે. મસ્તક કોને નમાવે ? પુષ્પ૨સનો આસ્વાદ લેનાર ભમરો ગધેડાના પૂંછડા પાછળ શાનો ગુંજારવ કરે ? તું બુદ્ધિમાન છે, નિકટ ભવ્ય છે, ધન્ય છે, તારી ચંદ્રમાથી પણ ઉજ્જવળ કીર્તિ પૃથ્વી ૫૨ ફેલાણી છે: આ પ્રમાણે વજ્રકર્ણના સાચા ગુણોનું વર્ણન શ્રી રામચંદ્રે કર્યું ત્યારે તે લજ્જિત થઈને નીચું મુખ કરીને રહ્યો. શ્રી રઘુનાથને કહેવા લાગ્યો હૈ નાથ! મારા ઉ૫૨ આપદા તો ઘણી આવી હતી, પણ તમારા જેવા સજ્જન, જગતના હિતચિંતક મારા સહાયક થયા. મારા ભાગ્યથી પુરુષોત્તમસ્વરૂપ તમે પધાર્યા. વજ્રકર્ણે આમ કહ્યું ત્યારે લક્ષ્મણે કહ્યું કે તારી જે ઇચ્છા હોય તે પ્રમાણે કરીએ વજ્રર્ફે કહ્યું કે તમારા જેવા ઉપકારી પુરુષ મળવાથી મને આ જગતમાં કાંઈ દુર્લભ નથી. મારી એ જ વિનંતી છે, હું જિનધર્મી છું, મને તૃણમાત્ર જેટલી બીજાને પીડા કરવાની અભિલાષા નથી અને આ સિંહોદર તો મારા સ્વામી છે માટે એમને છોડી મૂકો. વજ્રકર્ણના આ વચનથી બધાનાં મુખમાંથી ધન્ય ધન્ય એવો અવાજ નીકળી ગયો. તે કહેવા લાગ્યા, જુઓ, આ ઉત્તમ પુરુષ છે, દ્વેષ કરવા છતાં પણ તેમનું (દ્વેષ કરનારનું) એ હિત ઇચ્છે છે. જે સજ્જન પુરુષ છે તે દુર્જનોનો પણ ઉપકાર કરે અને જે પોતાના ઉપર ઉપકાર કરે તેનો તો કરે જ કરે. લક્ષ્મણે વજ્રકર્ણને કહ્યું કે તમે જેમ કહેશો તેમ જ થશે. સિંહોદરને પછી છોડવામાં આવ્યો અને વજ્રકર્ણ તથા સિંહોદરને પરસ્પર હાથ પકડાવી પરમ મિત્રો બનાવ્યા. વજકર્ણને સિંહોદરનું અડધું રાજ્ય અપાવ્યું અને તેનો જે માલ લૂંટવામાં આવ્યો હતો તે પણ પાછો અપાવ્યો. દેશ, ધન, સેના બધાનો અડધોઅડધ ભાગ કરી દીધો. વજકર્ણના પ્રસાદથી વિધુદંગ સેનાપતિ થયો. વજ્રકર્ણે રામ-લક્ષ્મણની ખૂબ સ્તુતિ કરીને પોતાની આઠ પુત્રીઓની લક્ષ્મણ સાથે સગાઈ કરી. તે કન્યાઓ વિનયી, સુંદ૨, આભૂષણથી મંડિત હતી. રાજા સિંહોદરાદિ રાજાઓની ત્રણસો કન્યા લક્ષ્મણને આપવામાં આવી. સિંહોદર અને વજ્રકર્ણે લક્ષ્મણને કહ્યું કે આ કન્યા આપ અંગીકાર કરો. લક્ષ્મણે કહ્યું કે જ્યારે હું મારા બાહુબળથી રાજ્ય મેળવીશ ત્યારે વિવાહ કરીશ. શ્રી રામે તેમને કહ્યું કે અત્યારે અમારી પાસે રાજ્ય નથી. પિતાજીએ ભરતને રાજ્ય આપ્યું છે તેથી ચંદનિગિર સમીપે તથા દક્ષિણ સમુદ્રની સમીપે સ્થાન મેળવીશું. પછી અમારી બેય માતાઓને લેવા માટે હું આવીશ અથવા લક્ષ્મણ આવશે. તે સમયે તમારી પુત્રીઓને પરણીને લઈ આવશું. અત્યારે અમારી પાસે રહેવાનું સ્થાન નથી તો કેવી રીતે લગ્ન કરીએ ? આ પ્રમાણે જ્યારે વાત કરી ત્યારે તે બધી રાજકન્યા હિમમાં કમળોનું વન કરમાઈ જાય તેવી થઈ ગઈ. તે મનમાં વિચારવા લાગી કે પ્રીતમના સંગમરૂપ રસાયણની પ્રાપ્તિ થવાનો તે દિવસ ક્યારે આવશે ? કદાચ જો પ્રાણનાથનો વિરહ થશે તો અમે પ્રાણત્યાગ જ કરીશું. આમ એ કન્યાઓનાં મન વિહરૂપ અગ્નિમાં બળવા લાગ્યાં. તે વિચારતી હતી કે એક તરફ ઊંડી ખાઈ છે અને બીજી તરફ મહાભયંકર સિંહ છે. હવે શું કરવું ? ક્યાં જવું? વિરહરૂપ વાઘને પતિના સંગમની આશાથી વશીભૂત થઈ પ્રાણ ટકાવશું એમ ચિંતવન કરતી પોતાના પિતાની સાથે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com