SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સોળમું પર્વ ૧૭૭ પુત્ર રત્નશ્રવાનો પુત્ર, રાક્ષસવંશરૂપ આકાશમાં ચંદ્રમા એવો રાવણ આદિત્યનગરના રાજા પ્રહલાદને આજ્ઞા કરે છે. કેવા છે પ્રહલાદ? કલ્યાણરૂપ છે, ન્યાયને જાણનાર છે, દેશ કાળનું વિધાન જાણે છે, અમને અત્યંત પ્રિય છે. પ્રથમ તો તેમની શારીરિક કુશળતા પૂછે છે અને જણાવે છે કે અમને સર્વ ખેચર, ભૂચર પ્રણામ કરે છે, પણ એક દુર્બુદ્ધિ વરુણ પાતાળનગરમાં રહે છે તે આજ્ઞાથી પરાઙમુખ થઈને લડવાને તૈયાર થયો છે, હૃદયને વ્યથા પહોંચાડે તેવા વિદ્યાધરોથી યુક્ત છે, સમુદ્રની મધ્યમાં દ્વીપ હોવાથી તે દુષ્ટ અભિમાની બન્યો છે તેથી અમે તેના ઉપર ચડાઈ કરી છે. મહાન યુદ્ધ થયું તેમાં વરુણના પુત્રોએ ખરદૂષણને જીવતો પકડયો છે. મંત્રીઓએ વિચારણા કરીને ખરદૂષણના મરણની શંકાથી યુદ્ધ રોકી દીધું છે, હવે ખરદૂષણને છોડાવવાનો છે અને વરુણને જીતવાનો છે માટે તમે શીઘ્ર આવો, ઢીલ ન કરશો. તમારા જેવા પુરુષો કર્તવ્યમાં ચૂકે નહિ. હવે બધી વાત તમારા આવવા ઉ૫૨ છે. જોકે સૂર્ય તેજનો પુંજ છે તો પણ તેને અરુણ જેવો સાથિ જોઈએ. રાજા પ્રહલાદ પત્રના સમાચાર જાણી, મંત્રીઓ સાથે વિચારણા કરી રાવણ પાસે જવા તૈયાર થયા. રાજા પ્રહલાદને જતા સાંભળીને પવનંજયકુમારે હાથ જોડી, તેમના ચરણસ્પર્શ કરી વિનંતી કરી હે નાથ! મારા જેવો પુત્ર હોય અને આપ જાવ તે યોગ્ય નથી. પિતા પુત્રનું પાલન કરે છે અને પુત્રનો એ જ ધર્મ છે કે તે પિતાની સેવા કરે. જો સેવા ન કરે તો જાણવું કે પુત્ર થયો જ નથી. માટે આપ કૂચ ન કરશો, મને આજ્ઞા આપો. ત્યારે પિતાએ કહ્યું કે હે પુત્ર! તમે કુમાર છો, હજી સુધી તમે કોઈ યુદ્ધ જોયું નથી, માટે તમે અહીં રહો, હું જઈશ. પવનંજયકુમારે કનકાચલના તટ સમાન છાતી ફૂલાવીને તેજસ્વી વચન કહ્યું, હૈ તાત! મારી શક્તિનું લક્ષણ તમે જોયું નથી. જગતને બાળવામાં અગ્નિના તણખાના વીર્યની શી પરીક્ષા કરવાની હોય? આપની આજ્ઞારૂપ આશિષથી જેનું મસ્તક પવિત્ર બન્યું છે એવો હું ઇન્દ્રને પણ જીતવાને સમર્થ છું એમાં શંકા નથી. આમ કહીને પિતાને નમસ્કાર કરી અત્યંત હર્ષથી ઊભા થઈ સ્નાન, ભોજનાદિ શરીરની ક્રિયા કરી અને કુળના વૃદ્ધોની આદરપૂર્વક આશિષ લીધી. ભાવ સહિત અ૨હંત, સિદ્ધને નમસ્કાર કરી, પ૨મ કાંતિ ધારણ કરતા, મહામંગળરૂપ પિતા પાસે વિદાય લેવાને આવ્યા. પિતાએ અને માતાએ અમંગળના ભયથી આંસુ ન આવવા દીધા, આશીર્વાદ આપ્યા. હે પુત્ર! તારો વિજય થાવ. છાતીએ લગાડીને તેનું મસ્તક ચૂક્યું. પવનંજયકુમાર શ્રી ભગવાનનું ધ્યાન કરી, માતાપિતાને પ્રણામ કરી, પરિવારનાં લોકોને પગે લાગી તથા તેમને ધૈર્ય બંધાવી, વિદાય થયા. પહેલાં પોતાનો જમણો પગ આગળ મૂકીને ચાલ્યા. તેમનો જમણો હાથ ફરકયો, તેમની દૃષ્ટિ જેના મુખ પર લાલ પલ્લવ છે તે પૂર્ણ કળશ ઉપર પ્રથમ જ પડી તથા થાંભલાને અડીને દ્વાર ૫૨ ઊભેલી અંજનાસુંદરી, જેનાં નેત્ર આંસુઓથી ભીંજાઈ ગયાં છે, જેના અધર તાંબૂલાદિતિ મલિન બની ગયા છે, જાણે કે થાંભલા ૫૨ કોતરેલી પૂતળી જ છે, તેના ૫૨ કુમારની દૃષ્ટિ પડી અને ક્ષણમાત્રમાં દષ્ટિ સંકોચીને ગુસ્સાથી કહ્યું: હૈ દુરીક્ષણે ! આ સ્થાનથી ચાલી જા, તારી દૃષ્ટિ ઉલ્કાપાત સમાન છે, તે હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy