________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
અઠ્ઠાવીસમું પર્વ
પદ્મપુરાણ છે. ચપળવેગ વિધાધર જે અશ્વનું રૂપ લઈને એમને લઈ આવ્યો હતો તે અશ્વનું રૂપ દૂર કરી રાજા ચંદ્રગતિની પાસે ગયો અને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હું જનકને લઈ આવ્યો છું. તે મનોજ્ઞ વનમાં ભગવાનનાં ચૈત્યાલયમાં બેઠા છે. રાજા આ સાંભળીને બહુ હર્ષ પામ્યા. જેનું મન ઉજ્જવળ છે એવા તે થોડાક નિકટના લોકો સાથે પૂજાની સામગ્રી લઈ, મનોરથ સમાન રથ ૫૨ બેસીને ચૈત્યાલયમાં આવ્યા. રાજા જનકને ચંદ્રગતિની સેના જોઈને તથા અનેક વાજિંત્રોનો અવાજ સાંભળીને કાંઈક શંકા થઈ. કેટલાક વિદ્યાધરો માયામયી સિંહો ૫૨ બેસીને, કેટલાક માયામયી હાથીઓ પર બેસીને, કેટલાક ઘોડા પર બેસીને, કેટલાક હંસ ૫૨ આરૂઢ થઈને અને તેમની વચ્ચે રાજા ચંદ્રગતિને જોઈને જનક વિચારવા લાગ્યો કે વિદ્યાધર પર્વત ૫૨ વિધાધરો વસે છે એવું મેં સાંભળ્યું હતું તો આ વિદ્યાધરો છે. વિદ્યાધરોના સૈન્યની વચમાં આ વિધાધરોનો અધિપતિ ૫૨મ દીપ્તિથી શોભે છે. જનક આમ વિચાર કરે છે તે જ સમયે દૈત્યજાતિના વિધાધરોનો સ્વામી રાજા ચંદ્રગતિ ચૈત્યાલયમાં આવી પહોંચ્યો. તે ખૂબ આનંદમાં છે અને તેનું શરીર નમ્રતાવાળું છે. રાજા જનક તેને જોઈને અને કાંઈક ભય પામીને ભગવાનના સિંહાસનની નીચે બેસી રહ્યા અને રાજા ચંદ્રગતિએ ભક્તિપૂર્વક ભગવાનના ચૈત્યાલયમાં જઈને, પ્રણામ કરીને, વિધિપૂર્વક ઉત્તમ પૂજા કરી અને સ્તુતિ કરવા લાગ્યા. પછી સુંદર સ્વરવાળી વીણા હાથમાં લઈને ઊંડી ભાવના સહિત ભગવાનના ગુણ ગાવા લાગ્યા. તેમનાં ગીતનો ભાવ સાંભળો. અહો ભવ્ય જીવો! જિનેન્દ્રની આરાધના કરો. જિનેન્દ્ર દેવ ત્રણ લોકના જીવોને વર આપનાર અને અવિનાશી સુખ આપનાર છે, દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્રાદિ દ્વારા નમસ્કાર કરવા યોગ્ય છે. ઇન્દ્રાદિએ ઉત્કૃષ્ટ પૂજાના વિધાનમાં પોતાનું ચિત્ત જોડયું છે. હૈ ઉત્તમજનો! શ્રી ઋષભદેવને મનવચનકાયાથી નિરંતર ભજો. કેવા છે ઋષભદેવ? ઉત્કૃષ્ટ છે, શિવદાયક છે, જેમને ભજવાથી જન્મજન્મનાં કરેલાં સમસ્ત પાપનો વિલય થાય છે. હું પ્રાણીઓ ! જિનવરને નમસ્કાર કરો. કેવા છે જિનવર? મહાન અતિશયોના ધારક છે, કર્મોના નાશક છે અને પરમગતિ નિર્વાણને પામેલા છે, સર્વ સુર, અસુર, ૧૨, વિદ્યાધરોથી તેમનાં ચરણકમળ પૂજાય છે, ક્રોધરૂપ મહાવેરીનો નાશ કરનાર છે. હું ભક્તિરૂપ થઈને જિનેન્દ્રને નમસ્કાર કરું છું. જેમનો દેહ ઉત્તમ લક્ષણોથી સંયુક્ત છે, જેમને સર્વ મુનિઓ વિનયથી નમસ્કાર કરે છે, તે ભગવાન નમસ્કારમાત્રથી જ ભક્તોનો ભય દૂર કરે છે. હૈ ભવ્ય જીવો! જિનવરને વારંવા૨ પ્રણામ કરો. તે જિનવર અનુપમ ગુણ ધારણ કરે છે, તેમનું શરી૨ અનુપમ છે, તેમણે સંસારમય સકળ કુકર્મોનો નાશ કર્યો છે, રાગાદિરૂપ મળથી રહિત અત્યંત નિર્મળ છે, જ્ઞાનાવરણાદિરૂપ કર્મને દૂર કરે છે, સંસાર પાર કરાવવામાં અત્યંત પ્રવીણ છે, અત્યંત પવિત્ર છે. આ પ્રમાણે ચંદ્રગતિએ વીણા વગાડીને ભગવાનની સ્તુતિ કરી. ત્યારે રાજા જનક ભગવાનના સિંહાસન નીચેથી ભય ત્યજીને નીકળ્યા અને ભગવાનની સ્તુતિ કરી. ચંદ્રગતિએ જનકને જોઈને આનંદ પામેલા મનથી પૂછયું કે તમે કોણ છો ? આ નિર્જન સ્થાનમાં ભગવાનના ચૈત્યાલયમાં ક્યાંથી આવ્યા છો? તમે નાગેન્દ્ર છો કે વિદ્યાધરોના અધિપતિ છો ? હું મિત્ર ! તમારું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com