________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ
૨૬૧ નામ શું છે તે કહો. ત્યારે જનકે કહ્યું કે હું વિદ્યાધરોના પતિ! હું મિથિલાનગરીમાંથી આવ્યો છું અને મારું નામ જનક છે, માયામયી અશ્વ મને અહીં લઈ આવ્યો છે. જનકે આ સમાચાર કહ્યા ત્યારે બન્ને અત્યંત પ્રેમથી મળ્યા, પરસ્પર કુશળતા પૂછી, એક આસન પર બેસીને અને એકાદ ક્ષણ ઊભા થઈને બન્ને આપસમાં વિશ્વાસ પામ્યા. ચંદ્રગતિએ બીજી વાતો કરીને જનકને કહ્યું કે હે મહારાજ ! હું મહાન પુણ્યવાન છું કે મને મિથિલાપતિનાં દર્શન થયાં. તમારી પુત્રી અત્યંત શુભ લક્ષણોથી મંડિત છે એવું મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે તો તે મારા પુત્ર ભામંડળને આપો. તમારી સાથે સંબંધ બાંધીને હું મારું મહાન ભાગ્ય માનીશ. ત્યારે જનકે કહ્યું કે હું વિદ્યાધરાધિપતિ! તમે જે કહ્યું તે તો બધું વાજબી છે, પરંતુ મેં મારી પુત્રી રાજા દશરથના મોટા પુત્ર શ્રી રામચંદ્રને દેવાનું નક્કી કર્યું છે. ચંદ્રગતિએ પૂછયું કે શા માટે તેને દેવાનું નક્કી કર્યું છે. રાજા જનકે કહ્યું કે તમને સાંભળવાની જિજ્ઞાસા છે તો સાંભળો. મારી મિથિલાપુરી રત્નાદિ, ધન અને ગાય આદિ પશુઓથી પૂર્ણ છે, હવે અર્ધવર્વર દેશના સ્વેચ્છાએ આવીને મારા દેશમાં ત્રાસ વર્તાવવા માંડ્યો, ધન લૂંટી જવા લાગ્યા અને દેશમાંથી શ્રાવક અને યતિધર્મનો નાશ થવા લાગ્યો તેથી મ્લેચ્છો અને મારી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે વખતે રામે આવીને મને અને મારા ભાઈને મદદ કરી. દેવોથી પણ દુર્જય એવા તે મ્લેચ્છોને તેમણે જીતી લીધા. રામના નાના ભાઈ લક્ષ્મણ ઇન્દ્ર સમાન પરાક્રમી છે અને મોટા ભાઈના સદા આજ્ઞાકારી અને વિનયસંયુક્ત છે. તે બન્ને ભાઈઓએ આવીને જો પ્લેચ્છોની સેનાને ન જીતી હોત તો આખી પૃથ્વી પ્લેચ્છમય થઈ જાત. તે મ્લેચ્છ અત્યંત અવિવેકી, શુભક્રિયા રહિત, લોકોને પીડનારા, મહાભયંકર વિષ સમાન દારુણ ઉત્પાતનું સ્વરૂપ જ છે. રામની કૃપાથી તે બધા ભાગી ગયા. પૃથ્વીનું અહિત થતું અટકી ગયું. તે બન્ને રાજા દશરથના પુત્ર, અતિ દયાવાન, લોકોના હિતેચ્છુ છે. તેમને પામીને રાજા દશરથ સુખપૂર્વક સુરપતિ સમાન રાજ્ય કરે છે. તે દશરથના રાજ્યમાં ખૂબ સંપત્તિશાળી લોકો વસે છે અને દશરથ અત્યંત શૂરવીર છે. જેના રાજ્યમાં પવન પણ કોઈનું કાંઈ હુરી શકતો નથી તો બીજું કોણ હરી શકે ? રામ-લક્ષ્મણે મારા ઉપર એવો મોટો ઉપકાર કર્યો છે. ત્યારે મને વિચાર આવ્યો કે હું એમનો કઈ રીતે બદલો વાળું? રાતદિવસ મને ઊંઘ આવતી નહિ. જેણે મારા પ્રાણની રક્ષા કરી, પ્રજાની રક્ષા કરી તે સમાન મારું કોણ હોય? મારાથી તો કદી એમની કાંઈ સેવા થઈ શકી નથી અને એમણે મોટો ઉપકાર કર્યો છે. ત્યારે હું વિચારવા લાગ્યો કે જે આપણા ઉપર ઉપકાર કરે અને તેની કાંઈ સેવા ન કરીએ તો જીવનનો શો અર્થ? કૃતજ્ઞનું જીવન તૃણ સમાન છે. ત્યારે મેં મારી નવયૌવનપૂર્ણ પુત્રી સીતા રામને યોગ્ય જાણીને રામને આપવાનું વિચાર્યું. ત્યારે જ મારો શોક કાંઈક મટયો. હું ચિંતારૂપ સમુદ્રમાંથી બહાર નીકળ્યો. રામ મહાતેજસ્વી છે. જનકના આ વચન સાંભળી ચંદ્રગતિના નિકટવર્તી બીજા વિધાધરો મલિનમુખ થઈને કહેવા લાગ્યા કે તમારી બુદ્ધિ શોભાયમાન નથી. તમે ભૂમિગોચરી છો, અપંડિત છો. ક્યાં તે રંક મ્લેચ્છ અને ક્યાં તેમને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com