________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેત્રીસમું પર્વ
૨૯૯ નીતરી રહ્યો છે, જાણે કે પૂર્વજન્મના પાપ પ્રત્યક્ષ દેખાડે છે. રામે આજ્ઞા કરી કે તેને જલદી લઈ આવો. પછી લક્ષ્મણ વડ ઉપરથી નીચે ઊતરી દરિદ્રી પાસે ગયા. દરિદ્રી લક્ષ્મણને જોઈને આશ્ચર્ય પામ્યો કે આ કોણ ઇન્દ્ર છે, વરુણ છે, નાગેન્દ્ર છે, નર છે, કિન્નર છે, ચંદ્રમા છે, સૂર્ય છે, અગ્નિકુમાર છે કે કુબેર છે, આ કોઇ મહાતેજનો ધારક છે, એમ વિચારતો ડરીને મૂચ્છ ખાઈને પૃથ્વી પર પડી ગયો. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હું ભદ્ર! ભય ન કર. ઊઠ, ઊઠ એમ કહીને ઊઠાડ્યો અને ખૂબ દિલાસો આપીને શ્રી રામની નિકટ લઈ આવ્યો. તે દરિદ્રી પુરુષ સુધા આદિ અનેક દુઃખોથી પીડિત હતો તે રામને જોઈ બધાં દુઃખ ભૂલી ગયો. રામ અત્યંત સુંદર, સૌમ્ય મુખવાળા, કાંતિવાન, નેત્રોમાં ઉત્સાહુ જગાડનાર છે. સમીપમાં વિનયવાન સીતા બેઠાં છે. તે મનુષ્ય હાથ જોડી, શિર પૃથ્વી પર અડાડી નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે તેમણે દયા કરીને કહ્યું કે તું છાંયે આવીને બેસ, ભય ન કર. તે આજ્ઞા પામીને દૂર બેઠો. રઘુપતિ અમૃત જેવા મીઠાં વચનોથી પૂછવા લાગ્યા: તારું નામ શું છે, ક્યાંથી આવ્યો છે, કોણ છો ? તે હાથ જોડી વિનંતી કરવા લાગ્યો, હે નાથ ! હું કણબી છું, મારું નામ સિરગુપ્ત છે, હું દૂરથી આવું છું. રામે પૂછયું: આ દેશ ઉજ્જડ કેમ છે? તેણે કહ્યું કે હે દેવ ! ઉજ્જયિની નામની નગરીનો સ્વામી રાજા સિહોદર અતિપ્રસિદ્ધ છે. તેણે પોતાના પ્રતાપથી મોટા મોટા સામંતોને નમાવ્યા છે, તેનો વૈભવ દેવ સમાન છે. એક દશાંગપુર નામના નગરનો સ્વામી વજકર્ણ સિહોદરનો સેવક અને અત્યંત પ્યારો સુભટ છે, તેણે પોતાના સ્વામીનાં મોટાં મોટાં કાર્યો કર્યા છે. તેણે એક વાર નિગ્રંથ મુનિને નમસ્કાર કરી, તેમની પાસેથી ધર્મશ્રવણ કરી એવી પ્રતિજ્ઞા કરી કે હું દેવગુરુશાસ્ત્ર સિવાય બીજાને નમસ્કાર નહિ કરું. સાધુના પ્રસાદથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ છે તે પૃથ્વી પર પ્રસિદ્ધ છે. શું આપે હજી સુધી એની વાત સાંભળી નથી? ત્યારે લક્ષ્મણે રામનો અભિપ્રાય જાણીને પૂછયું કે વજકર્ણ પર કેવી રીતે સંતોની કૃપા થઈ? મુસાફરે જવાબ આપ્યો કે હે દેવરાજ! એક દિવસ વજકર્ણ દશારણ્ય વનમાં મૃગયા માટે ગયો હતો. તે જન્મથી જ પાપી, દૂર કર્મ કરનાર, ઇન્દ્રિયોનો લોલુપી, મહામૂઢ, શુભ ક્રિયાથી પરાડમુખ, મહાસૂક્ષ્મ જૈન ધર્મની ચર્ચા ન જાણનારો, કામ, ક્રોધી, લોભી, અંધ, ભોગસેવનથી ઉપજેલા ગર્વથી પીડિત, વનમાં ભ્રમણ કરતો હતો, તેણે ગ્રીષ્મઋતુમાં એક શિલા પર બેઠેલા, સત્પષોથી પૂજ્ય એવા મુનિને જોયા. ચાર મહિના સૂર્યનાં કિરણોનો આતાપ સહન કરનાર, મહાતપસ્વી, પક્ષીસમાન નિરાશ્રય, સિંહ સમાન નિર્ભય, તપેલી શિલા પર બેસવાથી જેમનું શરીર તપ્ત હતું એવા દુર્જય તીવ્ર તાપના સહન કરનાર, તપોનિધિ સાધુને જોઈ વજકર્ણ જે અશ્વ પર બેઠો હતો, હાથમાં બરછી હતી, કાળ સમાન ક્રૂર લાગતો હતો તેણે ગુણરૂપ રત્નના સાગર, પરમાર્થના વેત્તા, પાપોના ઘાતક, સર્વ જીવ પ્રત્યે દયા રાખનાર સાધુને પૂછયું, હે સ્વામી! તમે આ નિર્જન વનમાં શું કરો છો? ઋષિએ જવાબ આપ્યો કે આત્મકલ્યાણ કરીએ છીએ, કે જે પૂર્વે અનંત ભવમાં કર્યું નહોતું. ત્યારે વજકર્ણ હસીને બોલ્યો કે આવી અવસ્થાથી તમને કયું સુખ મળે છે? તમે તપથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com