________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સપ્તમ પર્વ
৩৩
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હું શ્રેણિક! હવે લોકપાલની ઉત્પત્તિની વાત સાંભળો. આ લોકપાલ સ્વર્ગલોકમાંથી ચ્યવીને વિધાધર થયા છે. રાજા મકરધ્વજની રાણી અદિતિનો પુત્ર સોમ નામનો લોકપાલ જ્યોતિપુર નગરમાં ઇન્દ્ર સ્થાપ્યો છે, તે પૂર્વ દિશાનો લોકપાલ છે. રાજા મેઘરથની રાણી વરુણાના પુત્ર વરુણને ઇન્દ્ર મેઘપુર નગરમાં પશ્ચિમ દિશાના લોકપાલ તરીકે સ્થાપ્યો છે. તેની પાસે પાશ નામનું આયુધ છે, જેનું નામ સાંભળતાં શત્રુઓ અત્યંત ડરે છે. રાજા વ્હિકંધ સૂર્યની રાણી કનકાવલીનો પૂત્ર કુબેર મહાવિભૂતિવાન છે. ઇન્દ્રે તેને કાંચનપુરમાં સ્થાપ્યો અને ઉત્તર દિશાનો લોકપાલ બનાવ્યો. રાજા બાલાગ્નિ વિદ્યાધરની રાણી શ્રીપ્રભાના અત્યંત તેજસ્વી પુત્ર યમને ઇન્દ્રે હિદુંપુરમાં સ્થાપ્યો અને દક્ષિણ દિશાનો લોકપાલ સ્થાપ્યો. અસુર નામના નગરના નિવાસી વિદ્યાધરોને અસુર ગણ્યા અને યક્ષકીર્તિ નામના નગરના વિદ્યાધરોને યક્ષ ઠરાવ્યા. કિન્નર નગરના કિન્નર, ગંધર્વનગરના ગંધર્વ ઇત્યાદિ વિધાધરોને દેવસંજ્ઞા આપવામાં આવી. ઇન્દ્રની પ્રજા દેવ જેવી ક્રીડા કરે છે. આ રાજા ઇન્દ્ર મનુષ્યયોનિમાં લક્ષ્મીનો વિસ્તાર પામી, લોકોની પ્રશંસા મેળવી પોતાને ઇન્દ્ર જ માનવા લાગ્યો અને બીજો કોઈ સ્વર્ગલોક છે, ઇન્દ્ર છે, દેવ છે એ બધી વાત ભૂલી ગયો. તેણે પોતાને જ ઇન્દ્ર માન્યો, વિજ્યાર્ધગિરિને સ્વર્ગ માન્યું, પોતાના સ્થાપેલાને લોકપાલ માન્યા અને વિધાધરોને દેવ માન્યા. આ પ્રમાણે તે ગર્વિષ્ઠ બન્યો કે મારાથી અધિક પૃથ્વી ઉપર બીજું કોઇ નથી, હું જ સર્વનું રક્ષણ કરું છું. એ બન્ને શ્રેણીઓનો અધિપતિ બનીને એવો ગર્વ કરવા લાગ્યો કે હું જ ઇન્દ્ર છું.
પદ્મપુરાણ
હવે કૌતુકમંગલ નગરનો રાજા વ્યોમબિંદુ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ હતો. તેની રાણી મંદવતીને બે પુત્રી થઈ. મોટી કૌશિકી અને નાની કેકસી. કૌશિકી રાજા વિશ્રવને પરણાવી તે યજ્ઞપુર નગરનો સ્વામી હતો. તેને વૈશ્રવણ નામે પુત્ર થયો. તેનાં લક્ષણો શુભ હતા અને નેત્ર કમળ સરખાં. ઇન્દ્રે તેને બોલાવીને ખૂબ સન્માન આપ્યું અને લંકાનું થાણું સોંપ્યું. તેને કહ્યું કે મારે પહેલાં ચાર લોકપાલ છે તેવો જ તું મહાબળવાન છો. વૈશ્રવણે તેને વિનંતી કરી હે પ્રભુ! આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. આમ કહી ઈન્દ્રને પ્રણામ કરીને તે લંકામાં ચાલ્યો. ઈન્દ્રની આજ્ઞા પ્રમાણ કરીને તે લંકાના થાણે રહ્યો. તેને રાક્ષસોની બીક નહોતી. તેની આજ્ઞા વિદ્યાધરો પોતાના માથે ચડાવતા.
પાતાલલંકામાં સુમાલીને રત્નશ્રવા નામનો પુત્ર થયો. તે મહાશૂરવીર, દાતા, જગતનો પ્યારો, ઉદારચિત્ત, મિત્રોના ઉ૫કા૨ નિમિત્તે જીવનારો અને સેવકોના ઉપકાર નિમિત્તે તેનું પ્રભુત્વ હતું, પંડિતોના ભલા માટે તેનું પ્રવીણપણું, ભાઈઓના ઉ૫કા૨ નિમિત્તે તેની લક્ષ્મી, દરિદ્રીઓના ઉ૫કા૨ નિમિત્તે તેનું ઐશ્વર્ય, સાધુઓની સેવા નિમિત્તે તેનું શરીર અને જીવોના કલ્યાણ માટે તેનાં વચનો હતાં. જેનું મન સુકૃતનું સ્મરણ કરતું, ધર્માર્થે તે જીવતો, તેનો સ્વભાવ શૂરવીરનો હતો, પિતા સમાન તે સર્વે જીવો પ્રત્યે દયાળુ હતો, ૫૨સ્ત્રી તેને માતા સમાન હતી, પરદ્રવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com