________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અડતાળીસમું પર્વ
૩૯૧ વિમાનમાં બેસી જયજયકાર કરતાં રામ-લક્ષ્મણની સાથે કિધુકંધાપુર આવ્યા. સૌ પોતપોતાના સ્થાનકે સૂખપૂર્વક સૂઈ ગયાં. સવાર થયું અને બધા પરસ્પર એકત્ર થઈને વાતો કરવા લાગ્યા. જુઓ, હવે થોડા જ દિવસોમાં આ બન્ને ભાઈઓનું રાજ્ય નિષ્ફટક થશે. એ પરમ શક્તિવાળા છે. તે નિર્વાણશિલા આણે ઉપાડી માટે એ સામાન્ય માણસ નથી, આ લક્ષ્મણ રાવણને નિઃસંદેહુ મારશે. ત્યારે કેટલાકે કહ્યું કે રાવણે કૈલાસ ઊંચક્યો હતો તે આના પરાક્રમથી ઊતરતું નહોતું ત્યારે બીજા કહેવા લાગ્યા કે તેણે કૈલાસ વિધાના બળથી ઊંચક્યો હતો તેથી આશ્ચર્યકારી ન કહેવાય. તો કેટલાક કહેવા લાગ્યા કે શા માટે વિવાદ કરો છો, જગતના કલ્યાણ માટે એમનું અને આમનું હિત કરાવી આપો, એના જેવું બીજું કાંઈ નથી. રાવણ પાસેથી પ્રાર્થના કરીને સીતા લાવી રામને સોંપો, યુદ્ધનું શું કામ છે? અગાઉ મહાબળવાન તારકમે થયા હતા તે સંગ્રામમાં માર્યા ગયા. તે ત્રણ ખંડના અધિપતિ, મહાન ભાગ્યશાળી, મહાપરાક્રમી હતા અને બીજા પણ અનેક રાજા રણમાં હણાઈ ગયા હતા. માટે સામ એટલે કે પરસ્પર મૈત્રી રાખવી એ ઉત્તમ છે. પછી એ વિદ્યાની વિધિમાં પ્રવીણ પરસ્પર મંત્રણા કરીને શ્રી રામ પાસે આવ્યા, અત્યંત ભક્તિથી રામની સમીપે નમસ્કાર કરીને બેઠા. ઇન્દ્રની સમીપમાં દેવની જેવા તે શોભતા હતા. સૌના નેત્રોને આનંદનું કારણ રામ કહેવા લાગ્યા, હવે તમે શા માટે ઢીલ કરો છો? મારા વિના જાનકી લંકામાં અત્યંત દુઃખમાં રહે છે, માટે લાંબો વિચાર છોડીને અત્યારે જ લંકા તરફ ઉપડવાની તૈયારી કરો. ત્યારે સુગ્રીવના જાંબુનદ આદિ રાજનીતિમાં પ્રવીણ મંત્રીઓ રામને વિનંતી કરવા લાગ્યા કે હે દેવ! અમારે ઢીલ નથી, પરંતુ એ નક્કી કરીને કહો કે સીતાને લાવવાનું જ પ્રયોજન છે કે રાક્ષસો સાથે યુદ્ધ કરવું છે? આ સામાન્ય યુદ્ધ નથી, વિજય મેળવવો અત્યંત મુશ્કેલ છે. તે ભરતક્ષેત્રના ત્રણ ખંડનું નિષ્કટક રાજ્ય કરે છે. દ્વીપસમુદ્રમાં રાવણ પ્રસિદ્ધ છે, જંબૂદ્વીપમાં તેનો મહિમા અધિક છે, તે અભુત કાર્ય કરી શકે છે. બધાનાં હૃદયનું શલ્ય છે, તેથી યુદ્ધ કરવું યોગ્ય નથી તેથી યુદ્ધની વાત છોડી અમે જે કહીએ તે પ્રમાણે કરો. હે દેવ ! તેને યુદ્ધ સન્મુખ કરવામાં જગતને મહાન કલેશ ઉપજે છે, પ્રાણીઓના સમૂહનો વિનાશ થાય છે, જગતમાંથી સમસ્ત ઉત્તમ ક્રિયા નાશ પામે છે. માટે રાવણનો ભાઈ વિભીષણ જે પાપકર્મરહિત છે, શ્રાવકના વ્રતનો ધારક છે, રાવણ તેનાં વચનો ટાળતો નથી, તે બન્ને ભાઈઓમાં અંતરાયરહિત પરમ પ્રીતિ છે તેથી વિભીષણ ચતુરાઈથી તેને સમજાવશે અને રાવણ પણ અપયશથી ડરશે, લજ્જાથી સીતાને મોકલી દેશે માટે વિચાર કરીને રાવણ પાસે એવા પુરુષને મોકલવો જે વાત કરવામાં પ્રવીણ હોય અને રાજનીતિમાં કુશળ હોય, અનેક રાજનીતિ જાણતો હોય અને રાવણનો કૃપાપાત્ર હોય, એવો કોઈ ગોતી કાઢો. તે વખતે મહોદધિ નામના વિધાધરે કહ્યું કે સાંભળ્યું છે કે લંકાની ચારે તરફ માયામયી યંત્રોની રચના કરી છે તેથી આકાશમાર્ગે કોઈ જઈ શકે તેમ નથી, પૃથ્વીના માર્ગથી પણ જઈ શકે તેમ નથી. લંકા અગમ્ય છે, મહાભયંકર, જોઈ ન શકાય એવા માયામયી યંત્ર બનાવ્યાં છે તો અહીં જેટલા બેઠા છે તેમાંથી તો કોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com