________________
૨૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates - ત્રીજું પર્વ
પદ્મપુરાણ માટે ક્ષીરસાગરના જળથી સુવર્ણકળશ ભરી અભિષેક કરવાને તૈયાર થયા. કેવા છે કળશ? જેના મુખની પહોળાઈ એક યોજનાની છે અને પેટાળમાં ચાર યોજન પહોળો છે, આઠ યોજન ઊંડા છે, જેનું મુખ કમળ અને પત્રોથી ઢંકાયેલું છે એવા એક હજાર અને આઠ કળશોથી ઇન્દ્ર અભિષેક કરાવ્યો. વિક્રિયા ઋદ્ધિના સામર્થ્યથી ઇન્દ્ર પોતાનાં અનેક રૂપ કર્યા અને ઇન્દ્રોના લોકપાલ સોમ, વરુણ, યમ, કુબેર બધાએ અભિષેક કર્યો. ઇન્દ્રાણી આદિ દેવીઓએ પોતાના હાથથી ભગવાનના શરીર ઉપર સુગંધી પદાર્થોનો લેપ કર્યો. કેવી છે ઇન્દ્રાણી? પલ્લવ (પત્ર) સમાન છે હાથ જેના અને મહાગિરિ સમાન છે ભગવાન, તેમને મેઘ સમાન કળશોથી સ્નાન કરાવ્યું, આભૂષણ પહેરાવ્યાં. કાનમાં ચંદ્રસૂર્ય સમાન બે કુંડલ પહેરાવ્યાં અને મસ્તક ઉપર પમરાગમણિના આભૂષણ પહેરાવ્યા જેની કાંતિ દશે દિશાઓમાં ફેલાઈ ગઈ. અર્ધચન્દ્રાકાર કપાળમાં ચંદનનું તિલક કર્યું, અને ભૂજાઓ ઉપર રત્નોના બાજુબંધ પહેરાવ્યાં અને શ્રીવત્સ લક્ષણયુક્ત હૃદય ઉપર નક્ષત્રમાળા સમાન મોતીઓની સત્તાવીસ સેરનો હાર પહેરાવ્યો અને અનેક લક્ષણના ધારક ભગવાનને મહામણિમય કડાં પહેરાવ્યાં. રત્નમય કંદોરાથી નિતંબ શોભાયમાન થયા, જેમ પહાડનો તટ વીજળીથી શોભે છે. તેમ બધી આંગળીઓમાં રત્નજડિત મુદ્રિકા પહેરાવી.
આ પ્રમાણે દેવીઓએ ભક્તિથી સર્વ આભૂષણો પહેરાવ્યાં તે આભૂષણો ત્રણ લોકના આભૂષણ એવા શ્રી ભગવાનના શરીરની જ્યોતિથી અત્યંત પ્રકાશિત થયા. આભૂષણોથી ભગવાનના શરીરની શી શોભા થાય? વળી કલ્પવૃક્ષનાં ફૂલોવાળું ઉત્તરાસન પણ આપ્યું. જેમ તારાઓથી આકાશ શોભે છે તેમ પુષ્પોથી આ ઉત્તરાસન શોભે છે. તે ઉપરાંત પારિજાત, સન્તાનક આદિ કલ્પવૃક્ષનાં ફૂલોથી બનાવેલો મુગટ તેમના શિર પર મુક્યો, તેના ઉપર ભમરા ગુંજારવ કરતા હતા. આ પ્રમાણે તૈલોક્યભૂષણને આભૂષણ પહેરાવ્યાં. ઇન્દ્રાદિક દેવો સ્તુતિ કરવા લાગ્યા. હું દેવ! કાળના પ્રભાવથી જ્યાં ધર્મનો નાશ થયો છે એવું આ જગત મહાન અજ્ઞાન અંધકારથી ભર્યું છે, તેમાં ભ્રમણ કરતાં ભવ્ય જીવરૂપી કમળોને પ્રફુલ્લિત કરવા અને મોહતિમિરનો નાશ કરવા આપ સૂર્યરૂપે ઉદિત થયા છો. હે જિનચન્દ્ર! આપનાં વચનરૂપી કિરણોથી ભવ્ય જીવરૂપી કુમુદોની પંક્તિ પ્રફુલ્લિત થશે, ભવ્યોને તત્ત્વનું દર્શન કરાવવા માટે આ જગતરૂપ ઘરમાં આપ કેવળજ્ઞાનમય દીપક પ્રગટ થયા છો અને પાપરૂપ શત્રુઓના નાશ માટે જાણે કે આપ તીક્ષ્ય બાણ જ છો. આપ ધ્યાનાગ્નિ દ્વારા ભવાટવીને ભસ્મ કરનાર છો અને દુર ઈન્દ્રિયરૂપ સર્પને વશ કરવા માટે ગરુડ સમાન છો તેમ જ શંકારૂપી વાદળાઓને ઉડાડી મૂકવા માટે પ્રબળ પવન છો. હે નાથ ! ભવ્ય જીવરૂપી પપીહા આપનાં ધર્મામૃતરૂપ વચનનું પાન કરવા માટે આપને જ મહામેળ જાણીને આપની સન્મુખ આવ્યા છે. આપની અત્યંત નિર્મળ કીર્તિ ત્રણ લોકમાં ગણાય છે. આપને નમસ્કાર હો. આપ કલ્પવૃક્ષ છો, ગુણરૂપ પુષ્પોથી શોભતા મનવાંછિત ફળ આપો છો, આપ કર્મરૂપ કાષ્ઠને કાપવા માટે તીક્ષ્ણ ધારદાર મહા કુઠાર છો. હે ભગવાન! આપને અમારા વારંવાર નમસ્કાર હો. આ મોહરૂપ પર્વતને ભેદવા માટે વરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com