________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો પંદરમું પર્વ
૬૩૧ એવી જ ચેષ્ટા છે કે બુદ્ધિમાન પણ મૂર્ણ થઈ જાય છે. જુઓ, જેણે પોતાના બધા ભવ સાંભળ્યા છે એવા વિવેકી રામ પણ આત્મહિત કરતા નથી. હે દેવી! જીવોને સ્નેહનું મોટું બંધન છે, તેના જેવું બીજું નથી, તેથી સુબુદ્ધિઓએ સ્નેહ તજી સંસારસાગર તરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે ઇન્દ્રના મુખે તત્ત્વજ્ઞાનરૂપ ઉપદેશ અને જિનવરનાં ગુણોના અનુરાગથી અત્યંત પવિત્ર ભક્તિનો ઉપદેશ સાંભળીને દેવો ચિત્તની વિશુદ્ધતા પામી જન્મજરામરણના ભયથી કંપ્યા, મનુષ્ય થઈ મુક્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ઇન્દ્રના દેવોને આપવામાં આવેલા ઉપદેશનું વર્ણન કરનાર એકસો ચૌદમું પર્વ પૂર્ણ થયું.
એકસો પંદરમું પર્વ (લક્ષ્મણનું મરણ અને લવણ-અંકુશની દીક્ષા) પછી ઇન્દ્ર સભામાંથી ઊઠયા ત્યારે કલ્પવાસી, ભવનવાસી, જ્યોતિષી અને વ્યંતર બધા દેવ ઇન્દ્રને નમસ્કાર કરી ઉત્તમ ભાવ ધરી પોતપોતાના સ્થાનકે ગયા. પહેલા-બીજા સ્વર્ગ સુધી ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી દેવોને કલ્પવાસી દેવ લઈ જઈ શકે છે તે સભામાંના બે સ્વર્ગવાસી દેવ રત્નસૂલ અને મૃગચૂલ બળભદ્ર-નારાયણના સ્નેહની પરીક્ષા કરવા તૈયાર થયા. તેમણે મનમાં વિચાર્યું કે તે બન્ને ભાઈ પરસ્પર પ્રેમપૂર્ણ કહેવાય છે તો તે બન્નેની પ્રીતિ જોઈએ. રામને લક્ષ્મણ પ્રત્યે એનો સ્નેહુ છે કે જેને જોયા વિના ન રહે. તો રામના મરણના સમાચાર સાંભળી લક્ષ્મણ કેવી ચેષ્ટા કરે? શોકથી વિહ્વળ થયેલ લક્ષ્મણ કઈ ચેષ્ટા કરે છે તે એક ક્ષણ જોઈ આવીએ. શોકથી લક્ષ્મણનું મુખ કેવું થઈ જાય, કોના ઉપર કોપ કરે, શું બોલે, એવી ધારણાથી બન્ને દુરાચારી દેવ અયોધ્યા આવ્યા. તેમણે રામના મહેલમાં વિક્રિયા કરીને અંતઃપુરની બધી સ્ત્રીઓના રુદનના અવાજ કરાવ્યા તેમ જ એવી વિક્રિયા કરી કે દ્વારપાળ, ઉમરાવ, મંત્રી, પુરોહિત આદિ નીચે મુખ કરી લક્ષ્મણ પાસે આવ્યા અને બોલ્યા કે હે નાથ! રામ પરલોક પધાર્યા. આ વચન સાંભળીને લક્ષ્મણે મંદ પવનથી ચાલતા નીલકમળ જેવા સુંદર નેત્રો છે તેમણે “અરેરે એટલો શબ્દપણ અડધો ઉચ્ચારીને તત્કાળ જ પ્રાણ તજી દીધા. આંખની પલક જેવી હતી તેવી જ રહી ગઈ, જીવ જતો રહ્યો, શરીર અચેતન પડી રહ્યું. લક્ષ્મણને ભાઈના મિથ્યા મૃત્યુના વચનરૂપ અગ્નિથી બળી ગયેલ જોઈને બન્ને દેવ આકુળવ્યાકુળ થઈ ગયા. તે લક્ષ્મણને જિવાડવાને અસમર્થ હતા. ત્યારે વિચાર્યું કે આનું મૃત્યુ આ જ પ્રમાણે થવાનું હતું, મનમાં અત્યંત પસ્તાયા, વિષાદ અને આશ્ચર્યથી ભરેલા પોતાના સ્થાનકે ગયા, તેમનું ચિત્ત શોકરૂપ અગ્નિથી તપતું હતું. લક્ષ્મણની તે મનોહર મૂર્તિ મરણ પામી, દેવો જોઈ ન શક્યા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com