________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો અઢારમું પર્વ
૬૪૧ તેમની બુદ્ધિ હરી લ્યો અને હું રઘુનાથની સમીપે જાઉં છું. પછી જટાયુનો જીવ શત્રુ તરફ ગયો. કામદેવના રૂપથી તેમને મોહિત કર્યા અને તેમને એવી માયા બતાવી કે અયોધ્યાની આગળ અને પાછળ દુર્ગમ પહાડ પડ્યા છે, અયોધ્યા અપાર છે, આ અયોધ્યા કોઈથી જિતાય તેમ નથી. આ કૌશલપુરી સુભટોથી ભરેલી છે, કોટ આકાશને અડે તેટલો ઊંચો છે અને નગરની બહાર-અંદર દેવ, વિદ્યાધરો ભર્યા છે, એમને ખબર નહોતી કે આ નગરી મહાવિષમ છે, જમીન ઉપર કોઈએ કે આકાશમાં જોઈએ તો દેવ વિધાધરો ઊભરાઈ રહ્યા છે. હવે કેવી રીતે આપણા પ્રાણ બચી શકે, કેવી રીતે જીવતા પાછા ઘેર જઈએ, જ્યાં શ્રી રામદેવ બિરાજે છે તે નગરી અમારાથી કેવી રીતે જીતી શકાય, આવી વિક્રિયાશક્તિ વિધાધરોમાં ક્યાંથી હોય? અમે વિચાર્યા વિના આ કામ કર્યું છે. જો આગિયો સૂર્ય સાથે વેર કરવાનું વિચારે તો શું કરી શકે. હવે જો ભાગીએ તો કયા રસ્તે ભાગીએ, માર્ગ જ નથી. આ પ્રમાણે અંદરોઅંદર વાતો કરતાં ધ્રુજવા લાગ્યા, સમસ્ત શત્રુઓની સેના વિહ્વળ થઈ ગઈ. પછી જટાયુએ (જટાયુના જીવે) દેવવિક્રિયાની ક્રિીડા કરીને તેમને દક્ષિણ તરફ ભાગવાનો માર્ગ આપ્યો. તે બધા પ્રાણરહિત થઈને ધ્રુજતા ધ્રૂજતા ભાગ્યા જેમ બાજ પક્ષી પાસેથી પારેવા ભાગે. આગળ જઈને ઇન્દ્રજિતના પુત્ર વિચાર્યું કે આપણે વિભીષણને શો ઉત્તર આપીશું અને લોકોને મોટું કેવી રીતે બતાવીશું? આમ વિચાર કરી લજ્જિત થઈને સુંદરના પુત્ર, ચારે રત્નો સહિત અને વિદ્યાધરો સહિત ઇન્દ્રજિતના પુત્ર વજમાલી રતિવેગ નામના મુનિની નિકટ મુનિ થયા. ત્યારે આ જટાયુનો જીવ દેવ તે સાધુઓનાં દર્શન કરી પોતાનો સકળ વૃત્તાંત કહી ક્ષમા કરાવી અયોધ્યા આવ્યો, જ્યાં રામ ભાઈના શોકથી બાળક જેવી ચેષ્ટા કરતા હતા. તેમને સંબોધવા માટે તે બન્ને દેવે પ્રયત્ન કર્યો અને જટાયુનો જીવ મૃત બળદની વડે હળ ચલાવવાનો યત્ન કરવા લાગ્યો અને પથ્થર ઉપર બીજ વાવવા લાગ્યો તો પણ આ દષ્ટાંતો રામના મનમાં આવ્યાં નહિ. પછી કૃતાંતવક્રનો જીવ રામની આગળ ઘી મેળવવા માટે પાણી વલોવવા લાગ્યો અને જટાયુનો જીવ તેલ મેળવવા માટે રેતીને ઘાણીમાં પીલવા લાગ્યો. આ દષ્ટાંતોથી પણ રામને પ્રતિબોધ ન થયો. બીજાં પણ અનેક કાર્યો આ પ્રમાણે દેવોએ કર્યા ત્યારે રામે કહ્યું કે તમે સાવ મૂઢ છો, સૂકા વૃક્ષને સીંચવાથી શું કામ? અને મરેલા બળદથી હળ હાંકો છો તે શું છે? શિલા ઉપર બીજ વાવવાનો શો અર્થ? અને પાણી વલોવવા તથા રેતી પીલવાનાં ઇત્યાદિ કામ કર્યા તે શા માટે ? ત્યારે તે બન્નેએ કહ્યું-તમે ભાઈના મૃત શરીરને નકામાં લઈને ફરો છો, તે બાબતમાં આપ શું કહો છો? આ વચન સાંભળી લક્ષ્મણને છાતી સાથે મજબૂતપણે ચાંપીને પૃથ્વીપતિ રામે ક્રોધથી તેમને કહ્યું-હે કુબુદ્ધિમાનો ! મારો ભાઈ પુરુષોત્તમ છે, તેને માટે અમંગળના વચનો કેમ કહો છો ? આવા શબ્દો બોલવાથી તમને દોષ ઉપજશે. આ પ્રમાણે કૃતાંતવના જીવ અને રામની વચ્ચે વિવાદ થાય છે તે જ સમયે જટાયુનો જીવ મરેલા મનુષ્યનું કલેવર લાવી રામની પાસે આવ્યો. તેને જોઈ રામ બોલ્યો-મડદાને ખભે ઊંચકીને શા માટે ફરો છો ? ત્યારે તેણે કહ્યું-તમે પ્રવીણ હોવા છતાં પ્રાણરહિત લક્ષ્મણના શરીરને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com