________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ
૧૩૯ પણ તેને શરીર પર ઘા લાગ્યા નહોતા. રાવણે ઉપરંભાને કહ્યું કે આ તારા પતિ સાથે મનવાંછિત ભોગ ભોગવ. કામસેવનમાં પુરુષોમાં શો તફાવત હોય છે? અયોગ્ય કાર્ય કરવાથી મારી અપકીર્તિ થાય અને હું આવું કરું તો બીજા લોકો પણ આ માર્ગ પ્રવર્તે, પૃથ્વી પર અન્યાયની પ્રવૃત્તિ થવા માંડે તું રાજા આકાશધ્વજની પુત્રી, તારા માતા મૃદુકાતા, તું નિર્મળ કુળમાં જન્મેલી, તારે શીલનું પાલન કરવું યોગ્ય છે. રાવણે આ પ્રમાણે કહ્યું ત્યારે ઉપરંભા શરમાઈ ગઈ અને પોતાના પતિમાં સંતોષ રાખ્યો. નલકુંવર પણ સ્ત્રીનો વ્યભિચાર થયો નથી એમ જાણીને સ્ત્રી સાથે રમવા લાગ્યો અને રાવણ દ્વારા ખૂબ સન્માન પામ્યો. રાવણની એ જ રીત હતી કે જે આજ્ઞા ન માને તેનો પરાભવ કરે અને જે આજ્ઞા માને તેનું સન્માન કરે. તે યુદ્ધમાં મરી જાય તેને તો મરવા દેતો. પણ જે પકડાઈ જતા તેને છોડી દેતો. રાવણે સંગ્રામમાં શત્રુઓને જીતવામાં ખૂબ યશ મેળવ્યો. તે હવે મોટી સેના સાથે વૈતાડપર્વત સમીપે જઈ પહોંચ્યો.
રાજા ઇન્દ્ર રાવણને સમીપ આવેલો સાંભળીને પોતાના ઉમરાવો, જે વિદ્યાધર દેવ કહેવરાવતા તે બધાને કહ્યું, હું વિશ્વસી આદિ દેવ! યુદ્ધની તૈયારી કરો, શું આરામ કરી રહ્યા છો ? રાક્ષસોનો અધિપતિ આવી પહોંચ્યો છે. આમ કહીને ઇન્દ્ર પોતાના પિતા સહસ્ત્રાર પાસે સલાહ લેવા ગયો. તેણે નમસ્કાર કરી બહુ જ વિનયપૂર્વક પૃથ્વી ઉપર બેસી બાપને પૂછયું, હે દેવ! અનેક શત્રુઓને જીતનારો પ્રબળ વેરી નિકટ આવ્યો છે તો મારે શું કરવું જોઈએ? હે તાત! મેં ઘણી મોટી ભૂલ કરી છે કે આ વેરીને ઊગતાં જ ના દાબી દીધો. કાંટો ઊગતાં જ હોઠથી પણ તૂટી જાય અને કઠોર બની જાય પછી પીડા કરે, રોગ થતાં જ મટાડીએ તો સુખ ઊપજે અને રોગનાં મુળ વધે તો કાપવા પડે તેમ ક્ષત્રિય શત્રુની વૃદ્ધિ ન થવા દે, મેં આનો નાશ કરવા અનેક વાર પ્રયત્ન કર્યો, પણ આપે મને નકામો રોક્યો અને મેં ક્ષમા કરી. હે પ્રભો! હું રાજનીતિના માર્ગ પ્રમાણે વિનંતી કરું છું. આને મારવામાં હું અસમર્થ નથી. પુત્રના આવાં ગર્વ અને ક્રોધથી ભરેલાં વચનો સાંભળીને સહસ્ત્રારે કહ્યું: હે પુત્ર! તું ઉતાવળ ન કર. તારા શ્રેષ્ઠ મંત્રીઓ છે તેમની સાથે વિચારવિમર્શ કર. જે વિના વિચાર્યું કામ કરે છે તેનાં કાર્ય નિષ્ફળ જાય છે. અર્થની સિદ્ધિ માટે કેવળ પુરુષાર્થ જ બસ નથી. જેમ કિસાનને ખેતીનું પ્રયોજન છે, તેને વરસાદ થયા વિના શું પોતાનું કાર્ય સિદ્ધ થાય છે? અને જેમ ચટશાળામાં શિષ્ય ભણે છે, બધા જ વિધા મેળવવા ઈચ્છે છે, પરંતુ ધર્મના વિશે કોઈને વિદ્યા સિદ્ધ થાય છે, કોઈને સિદ્ધ થતી નથી. માટે કેવળ પુરુષાર્થથી જ સિદ્ધિ ન થાય. હજી પણ તું રાવણ સાથે મેળ કરી લે.
જ્યારે તે આપણો બનશે ત્યારે તું પૃથ્વીનું નિષ્કટક રાજ્ય કરી શકીશ. તું તારી રૂપવતી નામની પુત્રી રાવણને પરણાવ, એમાં દોષ નથી. એ રાજાઓની રીત જ છે. પવિત્ર બુદ્ધિવાળા પિતાએ ઇન્દ્રને ન્યાયરૂપ વાત કરી, પરંતુ તે ઇન્દ્રના મનને ગમી નહિ. ક્ષણમાત્રમાં રોષથી તેની આંખો લાલ થઈ ગઈ, ક્રોધથી પરસેવો આવી ગયો, અત્યંત ક્રોધથી તેણે કહ્યું કે હું તાત! મારવા યોગ્ય તે શત્રુને કન્યા કેવી રીતે અપાય? માણસની ઉંમર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com