________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૪ એકસો સોળમું પર્વ
પદ્મપુરાણ એકસો સોળમું પર્વ (લક્ષ્મણના મૃત્યુથી દુઃખી થઈને શ્રીરામનો વિલાપ) પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે ભવ્યોત્તમ! લક્ષ્મણ કાળપ્રાપ્ત થતાં સમસ્ત પ્રજા વ્યાકુળ થઈ. યુગપ્રધાન રામ અતિવ્યાકુળ થઈ બધાં કાર્યોથી મુક્ત થયા, કાંઈ સુધ રહી નહિ. લક્ષ્મણનું શરીર સ્વભાવથી જ સુરૂપ, કોમળ, સુગંધમય, મૃત હોવા છતાં જેવું ને તેવું રહ્યું તેથી શ્રી રામ લક્ષ્મણને એક ક્ષણ પણ છોડતા નહિ. કોઈ વાર હૃદય સાથે ચાંપી લે, કોઈવાર પંપાળે, કોઈ વાર ચૂમે, કોઈ વાર એને લઈને પોતે બેસી જાય, કોઈ વાર લઈને ઊઠીને ચાલવા લાગે, એક ક્ષણ પણ કોઈનો વિશ્વાસ ન કરતા, એક ક્ષણ પણ છોડે નહિ. જેમ બાળકના હાથમાં અમૃત આવે અને તે મજબૂત પકડી રાખે તેમ રામ અતિપ્રિય લક્ષ્મણને મજબુત રીતે પકડી રાખતા અને દીનોની જેમ વિલાપ કરતા-અરે ભાઈ! આ તને શું યોગ્ય લાગે છે કે મને છોડીને તે એકલા ભાગી જવાની બુદ્ધિ કરી? હું તારો વિરહ એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી, એ વાત તું શું નથી જાણતો ? તું તો બધી વાતોમાં પ્રવીણ છો. હવે મને દુ:ખના સાગરમાં ફેંકીને આવી ચેષ્ટા કરે છે. અરે ભાઈ! આ કેવું દૂર કાર્ય કર્યું કે મને જાણ કર્યા વિના મને પૂછયા વિના કૂચનું નગારું વગાડ્યું. હે વત્સ ! હે બાળક! એક વખત મને વચનરૂપ અમૃત પા, તું તો અત્યંત વિનયી હતો, વિના અપરાધે મારા પર કેમ કોપ કર્યો? હે મનોહર ! અત્યાર સુધી મારા પ્રત્યે આટલું માન નથી કર્યું, હવે કાંઈક બીજો જ બની ગયો. કહે, મેં શું કર્યું છે કે તું રિસાયો છે? તું હમેશાં એવો વિનય કરતો કે મને દૂરથી આવતો જોઈ ઊભો થઈ જઈને સામે આવતો, મને સિંહાસન પર બેસાડતો, પોતે જમીન પર બેસતો. હવે કેવી દશા થઈ છે. હું મારું મસ્તક તારા પગમાં મૂકું છું તો પણ બોલતો નથી. તારાં ચરણો ચંદ્રકાંતમણિ કરતાં અધિક જ્યોતિવાળા નખોથી શોભિત દેવ વિધાધર સેવે છે. હે દેવ ! હવે શીધ્ર ઊઠો, મારા પુત્ર વનમાં ગયા તે દૂર ગયા નથી, તેમને અમે તરત પાછા લાવીશું અને તમારા વિના આ તમારી રાણીઓ આર્તધ્યાનથી ભરેલી વિરહી ચકવીની જેમ કલકલાટ કરે છે. તમારા ગુણરૂપ પ્રાશથી બંધાયેલી તે પૃથ્વી પર આળોટતી રહે છે. તેના હાર વિખરાઈ ગયા છે, શીશફૂલ, ચૂડામણિ, કટિમેખલા, કર્ણાભરણ બધું વિખરાઈને પડયું છે, એ મહાવિલાપથી રુદન કરે છે, એનું રુદન કેમ ન મટાડો. હવે હું તમારા વિના શું કરું! ક્યાં જાઉં! એવું કોઈ સ્થાન નથી જ્યાં મને વિશ્રામ મળે અને તમારું ચક્ર તમારા પ્રત્યે અનુરક્ત છે તેનો ત્યાગ શું તમારા માટે ઉચિત છે? તમારા વિયોગમાં મને એકલો જાણી આ શોકરૂપ શત્રુ દબાવે છે, હવે હું હીનપુણ્યવાન શું કરું? મને અગ્નિ એટલો બાળતો નથી અને વિષ કંઠને એટલું શોષતું નથી, જેટલો તમારો વિરહ મને શોષે છે. હે લક્ષ્મીધર ! ક્રોધ ત્યજ. ઘણી વાર થઈ અને તમારા જેવા ધર્માત્મા ત્રિકાળ સામાયિક કરનારા, જિનરાજની પૂજામાં નિપુણ તે સામાયિકનો સમય વીતી ગયો, પૂજાનો સમય વીતી ગયો, હવે મુનિઓને આહાર આપવાની વેળા છે માટે ઊઠો. તમે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com