________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ ત્રીસમું પર્વ
પદ્મપુરાણ જ છે. વિમુચિ બ્રાહ્મણ જે સ્વર્ગમાં ગયો હતો તે રાજા ચંદ્રગતિ થયો. અનુકોશા બ્રાહ્મણી પુષ્પવતી થઈ. કયાન કેટલાક ભવ કરી પિંગળ થઈ, મુનિવ્રત ધારણ કરીને દેવ થયો. તેણે ભામંડળનો જન્મ થતાં જ હરણ કર્યું. ઉર્યા બ્રાહ્મણી દેવલોકમાંથી ચ્યવીને રાણી વિદેહા થઈ. આ સકળ વૃત્તાત સાંભળીને આખી સભાની આંખમાં આંસુ આવી ગયાં અને બધા રોમાંચિત થઈ ગયા. સીતા પોતાના ભાઈ ભામંડળને જોઈને સ્નેહથી મળી અને રુદન કરવા લાગી, હે ભાઈ ! મેં તને પહેલી જ વાર જોયો. શ્રી રામ અને લક્ષ્મણ ઊઠીને ભામંડળને મળ્યા, મુનિને નમસ્કાર કરી, ખેચર, ભૂચર બધાં જ વનમાંથી નગરમાં આવ્યાં. ભામંડળ સાથે વિચારણા કરીને રાજા દશરથે જનક રાજાની પાસે વિદ્યાધરને મોકલ્યો તથા જનકને આવવા માટે વિમાન મોકલ્યું. રાજા દશરથે ભામંડળનું ખૂબ સન્માન કર્યું. ભામંડળને રહેવા માટે અતિરમણીક મહેલ આપ્યો. વાવ, સરોવર, ઉપવનમાં ભામંડળ સુખપૂર્વક રહ્યો. રાજા દશરથે ભામંડળના પાછા આવવાના નિમિત્તે મોટો ઉત્સવ કર્યો, વાચકોને વાંછાથી પણ અધિક દાન આપ્યું એટલે એ દરિદ્રતારહિત થયા. રાજા જનક પાસે પવનથી પણ અધિક ગતિવાળા વિદ્યાધરો ગયા. તેમણે તેને પુત્રના આગમનની વધાઈ આપી તથા દશરથ અને ભામંડળનો પત્ર આપ્યો તે વાંચીને જનક અત્યંત આનંદ પામ્યા. રાજા વિધાધરને પૂછે છે કે હે ભાઈ! આ સ્વપ્ન છે કે પ્રત્યક્ષ છે? તું આવ, અમને મળ, એમ કહીને રાજા મળ્યા અને આંખો સજળ બની ગઈ. જેવો હર્ષ પુત્ર મળ્યાનો થાય તેવો પત્ર લાવનારને મળવાથી થયો. તેને વસ્ત્ર, આભૂષણ બધું આપ્યું, બધાં કુટુંબીજનોએ ભેગા મળીને ઉત્સવ કર્યો અને તેને વારંવાર પુત્રનો વૃત્તાંત પૂછવા લાગ્યા અને સાંભળતાં તૃપ્તિ થતી નહિ. વિદ્યાધરે સકલ વૃત્તાંત વિસ્તારથી કહ્યો. તે જ સમયે રાજા જનક સર્વ કુટુંબ સહિત વિમાનમાં બેસીને અયોધ્યા ચાલ્યા અને એક નિમેષમાં જઈ પહોંચ્યા. અયોધ્યામાં વાજિંત્રોના નાદ થઈ રહ્યા છે. જનક શીઘ્ર વિમાનમાંથી ઊતરીને પુત્રને મળ્યા. સુખથી નેત્ર બંધ થઈ ગયાં, ક્ષણમાત્રમાં મૂર્છા આવી ગઈ. પછી સચેત થઈ આંસુભરી આંખે પુત્રને જોયો અને હાથથી સ્પર્શ કર્યો. માતા વિદેહા પણ પુત્રને જોઈ મૂચ્છિત થઈ ગઈ. પછી સચેત થઈને મળી અને રુદન કરવા લાગી, જેનું રુદન સાંભળીને તિર્યંચને પણ દયા ઉપજે. હાય પુત્ર! તારા જન્મથી જ ઉત્કટ વેરીથી હુરણ થયું હતું અને તને જોવા માટે મારું શરીર ચિંતારૂપ અગ્નિથી દગ્ધ થયું હતું તે તારાં દર્શનરૂપી જળથી સીંચાયું અને શીતળ થયું. અરે, ધન્ય છે તે રાણી પુષ્પવતી વિદ્યાધરીને, જેણે તારી બાળલીલા જોઈ અને ક્રિીડાથી મલિન બનેલું તારું શરીર છાતીએ લગાડ્યું, મુખ ચૂમ્યું અને નવયૌવન અવસ્થામાં ચંદનથી લિપ્ત, સુગંધયુક્ત તારું શરીર જોયું! આમ માતા વિદેહાએ કહ્યું. તેની આંખમાંથી આંસુ ખર્યા, સ્તનમાંથી દૂધ ટપકયું અને વિદેહાને પરમઆનંદ થયો. જેમ જિનશાસનની સેવક દેવી આનંદ સહિત રહે તેમ તે પુત્રને જોઈ સુખસાગરમાં રહી. તેઓ અયોધ્યામાં એક મહિનો રહ્યા. પછી ભામંડળ શ્રી રામને કહેવા લાગ્યો કે હે દેવ! આ જાનકીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com