________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૨ અઠયાસીમું પર્વ
પદ્મપુરાણ હોઈએ તો પણ આપના છીએ. અમારા ઉપર કૃપા કરીને, અમારી વિનંતી સાંભળો. હે પ્રભો ! અમે બધા ભૂમિગોચરી અને વિધાધરો આપનો રાજ્યાભિષેક કરીએ, જેમ સ્વર્ગમાં ઇન્દ્રનો થાય છે. ત્યારે અમારા નેત્ર અને હૃદય સફળ થશે તમારા અભિષેકના સુખથી પૃથ્વી સુખરૂપ થશે. રામે કહ્યું, તમે લક્ષ્મણનો રાજ્યાભિષેક કરો, તે પૃથ્વીનો સ્તંભ ભૂધર છે, રાજાઓના ગુરુ વાસુદેવ, રાજાઓના રાજા, સર્વ ગુણઐશ્વર્યના સ્વામી, સદા મારાં ચરણોને નમે છે, એ ઉપરાંત મારે રાજ્ય કર્યું હોય? ત્યારે તે બધાએ શ્રીરામની અતિ પ્રશંસા કરી અને જયજયકાર કરતાં લક્ષ્મણ પાસે ગયા અને બધો વૃત્તાંત કહ્યો. પછી લક્ષ્મણ બધાને સાથે લઈને રામ પાસે આવ્યા અને હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યા, હે વીર! આ રાજ્યના સ્વામી આપ જ છો, હું તો આપનો આજ્ઞાંકિત અનુચર છું. ત્યારે રામે કહ્યું, હે વત્સ! તમે ચકના ધારક નારાયણ છો તેથી રાજ્યાભિષેક તમારો જ યોગ્ય છે, પછી છેવટે એ બન્નેનો રાજ્યાભિષેક નક્કી થયો. પછી મેઘધ્વનિ જેવા વાજિંત્રોનો ધ્વનિ થયો, દુંદુભિ વાજાં, નગારા, ઢોલ, મૃદંગ, વીણા, બંસરી, ઝાલર, ઝાંઝ, મંજીરા, શંખ ઇત્યાદિ વાજિંત્રો વાગ્યાં અને નાના પ્રકારનાં મંગળ ગીત-નૃત્ય થયાં, યાચકોને મનવાંછિત દાન આપ્યાં, સૌને ખૂબ આનંદ થયો. બન્ને ભાઈ એક સિંહાસન પર બેઠા, કમળથી ઢાંકેલા, પવિત્ર જળ ભરેલાં સ્વર્ણ રત્નના કળશોથી વિધિપૂર્વક અભિષેક થયો. બન્ને ભાઈ મુગટ, બાજુબંધ, હાર, કેયૂર, કુંડળાદિથી મંડિત મનોજ્ઞ વસ્તુ પહેરી, સુગંધચર્ચિત બેઠા, વિધાધર ભૂમિગોચરી તથા ત્રણ ખંડના દેવો જયજયકાર કરવા લાગ્યા. હુળ-મૂશળના ધારક આ બળભદ્ર શ્રી રામ અને ચક્રના ધારક આ વાસુદેવ શ્રી લક્ષ્મણ જયવંત હો. બન્ને રાજેન્દ્રોનો અભિષેક કરી વિદ્યાધર ખૂબ ઉત્સાહથી સીતા અને લક્ષ્મણની રાણી વિશલ્યાનો અભિષેક વિધિપૂર્વક થયો.
પછી વિભીષણને લંકા આપી, સુગ્રીવને કિકંઘપુર, હનુમાનને શ્રીનગર તથા હુનુહૂદ્વીપ આપ્યા, વિરાતિને નાગલોક સમાન અલંકાપુરી આપી. નળ નીલને કિકંધપુર આપ્યું, ભામંડળને વૈતાદ્યની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર આપ્યું અને સમસ્ત વિધાધરોનો અધિપતિ બનાવ્યો, રત્નજીને દેવીપુનિત નગર આપ્યું અને બીજા બધાને યોગ્ય સ્થાન આપ્યાં, પોતાના પુણ્યના ઉદય પ્રમાણે બધા જ રામ-લક્ષ્મણના પ્રતાપે રાજ્ય પામ્યા. રામની આજ્ઞાથી યથાયોગ્ય સ્થાનમાં રહ્યાં. જે ભવ્ય જીવ પુણ્યના પ્રભાવનું ફળ જગતમાં પ્રસિદ્ધ છે એમ જાણી ધર્મમાં રતિ કરે છે તે મનુષ્ય સૂર્યથી જ્યોતિ પામે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણના રાજ્યાભિષેકનું વર્ણન કરનાર અઠયાસીમું પર્વ પૂર્ણ થયું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com