________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
પાંચમું પર્વ
૪૭ નમસ્કાર કરતા હતા. તે મહારક્ષને પ્રાણ સમાન પ્યારી વિમલપ્રભા રાણી હતી. તે છાયા સમાન પતિની અનુગામિની હતી. તેને અમ૨૨ક્ષ, ઉદધિરક્ષ, ભાનુ૨ક્ષ એ ત્રણ પુત્ર થયા. તે પુત્રો નાના પ્રકારનાં શુભકર્મોથી પૂર્ણ જગતમાં ચારે તરફ પ્રસિદ્ધિ પામ્યા, જાણે કે ત્રણ લોક જ ન હોય!
પછી અજિતનાથ સ્વામી અનેક ભવ્ય જીવોનો નિસ્તાર કરીને સમ્મેદશિખરથી સિદ્ધપદ પામ્યા. સગરની ઇન્દ્રાણી તુલ્ય છન્દુ હજાર રાણીઓ અને સાઠ હજાર પુત્રો કોઈ એક વેળા કૈલાસ પર્વતની વંદના કરવા આવ્યા. ત્યાં ભગવાનનાં ચૈત્યાલયોની વંદના કરીને દંડરત્નથી . કૈલાસ પર્વતની ચારે તરફ ખાઈ ખોદવા લાગ્યા. નાગેન્દ્ર તેમને ક્રોધદષ્ટિથી જોયા તેથી તે બધા બળીને ભસ્મ થઈ ગયા. તેમનામાંથી બે આયુષ્યકર્મ શેષ હોવાથી બચી ગયા. એકનું નામ ભીમરથ અને બીજાનું ભગીરથ. ત્યારે બધાએ વિચાર્યું કે અચાનક જો આ સમાચાર ચક્રવર્તીને કહેશું તો ચક્રવર્તી તત્કાલ મૃત્યુ પામશે. આમ જાણીને એમને મળવા અને સમાચાર આપવાની પંડિતોએ ના પાડી. સર્વ રાજાઓ અને મંત્રીઓ જે રીતે આવ્યા હતા તે જ પ્રમાણે આવ્યા અને વિનયપૂર્વક ચક્રવર્તીની પાસે પોતપોતાના સ્થાન ઉપર બેસી ગયા. તે વખતે એક વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે ‘હૈ સગર! જો આ સંસારની અનિત્યતા, જેને જોતાં ભવ્ય જીવોનું મન સંસારમાં પ્રવર્તતું નથી. અગાઉ તમારા જેવા જ પરાક્રમી રાજા ભરત થયા હતા, જેણે છ ખંડની પૃથ્વી દાસી સમાન વશ કરી હતી. તેમને અર્કકીર્તિ નામે પુત્ર હતો. તે મહાપરાક્રમી હતો, જેના નામ પરથી સૂર્યવંશ પ્રવર્તો. આવી રીતે જે અનેક રાજાઓ થયા તે સર્વે કાળને વશ થયા. તે રાજાઓની વાત તો દૂર જ રહો પણ સ્વર્ગલોકના મહાવૈભવયુક્ત જે ઇન્દ્ર તે પણ ક્ષણમાં વિલય પામે છે અને ત્રણે લોકને આનંદ આપનાર જે ભગવાન તીર્થંકર છે તે પણ આયુષ્ય પૂરું થતાં શરીર છોડીને નિર્વાણ પામે છે. જેમ પક્ષી એક વૃક્ષ ઉપર રાત્રે આવીને રહે છે અને સવાર થતાં જુદી જુદી દિશાઓમાં ગમન કરે છે તેવી જ રીતે આ પ્રાણી કુટુંબરૂપી વૃક્ષ પર આવીને વસે છે સ્થિતિ પૂરી થતાં પોતાના કર્મવશે ચાર ગતિમાં ગમન કરે છે. સૌથી બળવાન આ કાળ છે, જેણે મહાન બળવાનોને પણ નિર્બળ બનાવી દીધા છે. અરે! એ મોટા આશ્ચર્યની વાત છે કે મોટા પુરુષોનો વિનાશ જોઈને પણ અમારું હૃદય ફાટી જતું નથી. આ જીવોનાં શરીર, સંપદા અને ઈષ્ટના સંયોગને ઇન્દ્રધનુષ્ય, સ્વપ્ન, વીજળી કે ફીણના ૫૨પોટા સમાન જાણવું. આ જગતમાં એવુ કોઈ નથી, જે કાળથી બચી શકે. એક સિદ્ધ જ અવિનાશી છે. પુરુષ હાથથી પહાડના ચૂરેચૂરા કરી નાખે, સમુદ્ર શોષી લે, તે પણ કાળના મુખમાં પડે છે. આ મૃત્યુ અલંધ્ય છે. આ ત્રણે લોક મૃત્યુને વશ છે, કેવળ મહામુનિ જ જિનધર્મના પ્રસાદથી મૃત્યુને જીતે છે. આવા અનેક રાજા કાળવશ થયા તેમ આપણે પણ કાળવશ થઈશું. ત્રણે લોકનો એ જ માર્ગ છે એમ જાણીને જ્ઞાની પુરુષો શોક કરતા નથી. શોક સંસારનું કારણ છે, આ પ્રમાણે વૃદ્ધ પુરુષે કહ્યું અને એ જ રીતે સભાના બધા લોકોએ વાત કરી. તે જ વખતે ચક્રવર્તીએ પોતાના બે જ પુત્રો જોયા એટલે મનમાં વિચારવા લાગ્યા કે મારા સાઠ હજાર પુત્રો સદા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com