________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૨
અડસઠમું પર્વ
પદ્મપુરાણ તેમાં ભગવાન શાંતિનાથની પ્રતિમા બિરાજે છે. ભવ્ય જીવો સકળ લોકચરિત્રને અસાર જાણી ધર્મમાં બુદ્ધિ કરે છે, જિનમંદિરોનો મહિમા કરે છે. જિનમંદિરો જગતવંધ છે, ઇન્દ્રના મુગટની ટોચે લાગેલાં રત્નોની જ્યોતને પોતાનાં ચરણોના નખોની જ્યોતિથી વધારે છે, ધન પ્રાપ્ત કરવાનું ફળ ધર્મ કરવો તે જ છે. ગૃહસ્થનો ધર્મ દાન-પૂજારૂપ છે અને યતિનો ધર્મ શાંતભાવરૂપ છે. આ જગતમાં આ જિનધર્મ મનવાંછિત ફળ આપે છે; જેમ સૂર્યના પ્રકાશથી આંખોવાળા પ્રાણી પદાર્થોનું અવલોકન કરે છે તેમ જિનધર્મના પ્રકાશથી ભવ્ય જીવ નિજભાવનું અવલોકન કરે છે.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં શાંતિનાથના ચૈત્યાલયનું વર્ણન કરનાર સડસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
અડસઠમું પર્વ
(લંકામાં અષ્ટાહ્નિકા મહોત્સવ સમયે સિદ્ધચક્ર વ્રતની આરાધના)
ફાગણ સુદી આઠમથી પૂનમ સુધી સિદ્ધચક્રનું વ્રત છે જેને અષ્ટાલિકા કહે છે. આ આઠ દિવસોમાં લંકાના લોકો અને સેનાના માણસોએ નિયમ લીધા. સેનાના સર્વ ઉત્તમ લોકોએ મનમાં એવી ધારણા કરી કે આઠ દિવસ ધર્મના છે તેથી આ દિવસોમાં ન યુદ્ધ કરવું કે ન બીજો આરંભ કરવો. યથાશક્તિ કલ્યાણના હેતુથી ભગવાનની પૂજા કરીશું અને ઉપવાસાદિ નિયમ કરીશું. આ દિવસોમાં દેવો પણ પૂજા-પ્રભાવનામાં તત્પર થાય છે. સુવર્ણકળશથી ક્ષીરસાગરનું જળ ભરી તેનાથી દેવ ભગવાનનો અભિષેક કરે છે. એ જળ સત્પુરુષોના યશસમાન ઉજ્જવળ છે. બીજા મનુષ્યોએ પણ પોતાની શક્તિ પ્રમાણે પૂજા અભિષેક કરવા. ઇન્દ્રાદિક દેવ નંદીશ્વર દ્વીપમાં જઈ જિનેશ્વરનું અર્ચન કરે છે તો શું આ મનુષ્યો પોતાની શક્તિ પ્રમાણે અહીંના ચૈત્યાલયોનું પૂજન ન કરે? કરે જ. દેવ સુવર્ણરત્નોના કળશોથી અભિષેક કરે છે અને મનુષ્ય પોતાની સંપત્તિ પ્રમાણે કરે. અત્યંત ગરીબ માણસ હોય તો ખાખરાનાં પાંદડાંના પડિયાથી જ અભિષેક કરે. દેવો રત્ન- સુવર્ણના કમળોથી પૂજા કરે છે, નિર્ધન મનુષ્ય ચિંત્તરૂપી કમળોથી પૂજા કરે છે. લંકાના લોકો આમ વિચારીને ભગવાનનાં ચૈત્યાલયોને ઉત્સાહથી ધ્વજાસહિત શોભાવવા લાગ્યા, વસ્ત્ર, સુવર્ણ રત્નાદિથી શોભા કરી. રત્નોની અને સોનાની રજના મંડળ માંડયા, દેવાલયોનાં દ્વાર શણગાર્યાં, મણિ–સુવર્ણના કળશ કમળોથી ઢાંકેલા દહીં, દૂધ, ધૃતાદિથી પૂર્ણ જિનબિંબોના અભિષેક માટે ભક્તિવાળા લોકો લાવ્યા. ત્યાંના ભોગી પુરુષોના ઘરમાં સેંકડો, હજારો મણિ-સુવર્ણોના કળશ છે. નંદનવનમાં પુષ્પ અને લંકાનાં વનના નાના પ્રકારનાં પુષ્પ જેવાં કે કર્ણિકા૨, અતિમુક્ત, કદંબ, સહકાર, ચંપક, પારિજાત, મંદાર અને મણિ સુવર્ણાદિકનાં
સૂચનાઃ-પ્રતિષ્ઠિત જિનપ્રતિમાની સ્વચ્છતા માટે દિગંબર જૈન શુદ્ધ આમ્નાયમાં અચિત શુદ્ધ જળનો ઉપયોગ કરવાનું વિધાન છે. દૂધ, દહીં, ઘી વગેરે વડે અભિષેક કરવો તે શુદ્ધ આમ્નાય અનુસાર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com