________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાણુંમું પર્વ
પ૩૯ પગથિયાં પર અને કાઠે બેઠાં છે. હંસ, સારસ, ચકવા, કૌંચ મનોહર અવાજ કરે છે અને કારંડવ બોલી રહ્યા છે ઈત્યાદિ પક્ષીઓના મધુર શબ્દો રાગી પુરુષોને રાગ ઉપજાવે છે. પક્ષીઓ જળમાં પડે છે અને બહાર નીકળે છે તેથી નિર્મળ જળમાં કલ્લોલો ઊઠી રહ્યાં છે. જળ કમળાદિથી ભરેલું છે અને સ્થળ સ્થળપદાદિક પુષ્પોથી ભર્યું છે. આકાશ પુષ્પોની મકરંદથી મંડિત થઈ રહ્યું છે. ફૂલોના ગુચ્છ અને લતાવૃક્ષો ખીલી રહ્યાં છે, વનસ્પતિની અદભુત શોભા થઈ રહી છે. તે સમયે સીતા કાંઈક ગર્ભના ભારથી કાંઈક દૂબળી પડી હતી. ત્યારે રામે પૂછયું કે હું કાંતે ! તારી જે અભિલાષા હોય તે પૂરી કરું. સીતાએ કહ્યું છે નાથ! મને અનેક ચૈત્યાલયોના દર્શન કરવાની ઈચ્છા છે, પાંચેય વર્ણના ભગવાનના પ્રતિબિંબો લોકમાં મંગળરૂપ છે તેમને નમસ્કાર કરવાના મારા મનોરથ છે, સ્વર્ણરત્નના પુષ્પોથી જિનેન્દ્રને પૂજું એવી શ્રદ્ધા છે. બીજું હું શું ઈચ્છું? સીતાનાં આ વચન સાંભળી રામ હર્ષ પામ્યા. તેમનું મુખકમળ ખીલી ઊઠયું. તેમણે દ્વારરક્ષિકાને બોલાવી આજ્ઞા કરી કે હે ભદ્ર! મંત્રીઓને આજ્ઞા પહોંચાડો કે સમસ્ત ચૈત્યાલયોમાં પ્રભાવના કરે અને મહેન્દ્રોદય ઉધાનમાં જે ચૈત્યાલય છે તેની શોભા કરાવે, સર્વ લોકોને આજ્ઞા પહોંચાડો કે જિનમંદિરમાં પૂજા, પ્રભાવના આદિ ઉત્સવો કરે. તોરણ, ઝાલર, ધ્વજ, ઘંટ, ચંદરવા મનોહર વસ્ત્રમાંથી બનાવે અને સમસ્ત સુંદર ઉપકરણો મંદિરમાં ચડાવે. લોકો બધે જિનપૂજા કરે અને કૈલાસ, સમ્મદશિખર, પાવાપુર, ચંપાપુર, ગિરનાર, શત્રુંજય, માંગતુંગી આદિ નિર્વાણક્ષેત્રોમાં વિશેષ શોભા કરાવો, કલ્યાણરૂપ દોહદ સીતાને ઉપજ્યો છે તેથી પૃથ્વી પર જિનપૂજાની પ્રવૃત્તિ કરો, અમે સીતાસહિત ધર્મક્ષેત્રોમાં વિહાર કરીશું.
રામની આ આજ્ઞા સાંભળી દ્વારપાલિકા પોતાની જગ્યાએ બીજીને મૂકીને મંત્રીઓને આજ્ઞા પહોંચાડવા ગઈ, તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણ કરીને પોતાના સેવકોને આજ્ઞા કરી. સર્વ ચૈત્યાલયોમાં શોભા કરાવવામાં આવી અને પર્વતોની ગુફાના દ્વારે પૂર્ણ કળશની સ્થાપના કરી, મોતીના હારથી શોભિત વિશાળ સ્વર્ણની ભીંતો પર મણિરત્નનાં ચિત્રો દોર્યા, મહેન્દ્રોદય ઉદ્યાનમાં નંદનવન જેવી શોભા કરવામાં આવી. સ્તંભોમાં નિર્મળ મણિરત્નોના દર્પણ મૂક્યાં, ઝરૂખામાં નિર્મળ મોતીના હાર લટકાવ્યા, પાંચ પ્રકારનાં રત્નોનું ચૂર્ણ કરી ભૂમિને શોભાવી, સહસ્ત્રદળ કમળ અને જાતજાતનાં કમળોની શોભા કરી, પાંચ વર્ણના મણિના દંડમાં સુંદર વસ્ત્રોની ધજા લગાડી મંદિરના શિખરો પર ચડાવી, જાતજાતનાં પુષ્પોની માળા ઠેકઠેકાણે લટકાવવામાં આવી. વિશાળ વાજિંત્રશાળા, નાટયશાળાની રચના કરી. પછી શ્રી રામચંદ્ર ઇન્દ્ર સમાન, નગરના સર્વ લોકો સાથે સમસ્ત રાજપરિવાર સાથે વનમાં પધાર્યા. સીતા અને પોતે ગજ પર આરૂઢ થયેલા ઐરાવત પર બેઠેલા શચિ સહિત ઇન્દ્ર જેવા શોભતા હતા. લક્ષ્મણ પણ પરમ વિભૂતિ સહિત વનમાં ગયા અને બીજા બધા લોકો આનંદથી વનમાં ગયા. બધાનાં ભોજનપાન વનમાં જ થયા. જ્યાં મનોજ્ઞ લતાઓના મંડપ, કેળનાં વૃક્ષો હતાં ત્યાં રાણીઓ બેઠી, લોકો પણ યોગ્ય સ્થાને વનમાં બેઠા. રામ હાથી પરથી ઊતરીને નિર્મળ જળ ભરેલા સરોવરમાં રમ્યા, જેમ ઇન્દ્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com