________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બેતાળીસમું પર્વ
૩૫૧ અહીં રહેવું, અથવા ત્યાં રહેવું, એમ નવીન શિષ્યની ઇચ્છાની જેમ એમની ઇચ્છા અનેક જગ્યાએ બદલાતી રહેતી. નિર્મળ ઝરણાને નીરખતા, ઊંચી-નીચી જગ્યા છોડીને સમતળ ભૂમિ નીરખતાં, ઊંચાં વૃક્ષોને ઓળંગીને ધીમે ધીમે આગળ જતાં, પોતાની ઇચ્છાનુસાર ભ્રમણ કરતાં તે ધીર વીર સિંહસમાન નિર્ભય દંડકવનની મધ્યમાં આવી પહોંચ્યાં. તે સ્થાન કાયરને માટે ભયંકર, જ્યાં પર્વતનાં શિખરો વિચિત્ર હતાં, જ્યાં રમણીય ઝરણાં વહેતાં હતાં, જ્યાંથી નદી નીકળતી હતી, તેનું જળ મોતીના હાર જેવું ઉજ્જવળ હતું, ત્યાં અનેક પ્રકારનાં વૃક્ષો હતા-જેવાં કે વડ, પીપળો, બહેડો, પીલુ, સરસી, ઊંચાં અને સીધાં વૃક્ષ, ધવલ વૃક્ષ, કદંબ, તિલક જાતિનાં વૃક્ષ, લોધ, અશોક, જંબૂ વૃક્ષ, પાટલ, આંબો, આંબળા, આંબલી, ચંપો, કંડીર શાલીવૃક્ષ, તાડ, પ્રિયંગુ, સપ્તચ્છદ, તમાલ, નાગવૃક્ષ, નંદીવૃક્ષ, અર્જુન જાતિનાં વૃક્ષ, ખાખરો, મલયાગિરિ ચંદન, કેસર, ભોજવૃક્ષ, હિંગોટવૃક્ષ, કાળું અગર, સફેદ અગર, કુંદવૃક્ષ, પદ્માક વૃક્ષ, કુરંજ વૃક્ષ, કેતકી, કેવડો, મહુડો, કેળ, મદનવૃક્ષ, લીંબુ, ખજૂર, ખારેક, ચારોલી, નારંગી, બીજોરુ દાડમ, નાળિયેર, હરડે, કાથો, કિરમાલા, વિદારીકંદ, અગથિયા, કરંજ, કટાલીકૂઠ, અજમોદ, કૌંચ, કંકોળ, મરચાનું વૃક્ષ, લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, ચવ્ય, ચિત્રક, સોપારી, નાગરવેલ, લાલ ચંદન, નેતર, શ્યામલતા, મીઠાસીંગી, હરિદ્રા, અરવુ, સહિંજડા, પદ્માખ, પીસ્તા, મૌલશ્રી, બીલવૃક્ષ, દ્રાક્ષ, બદામ, શાલ્મલિ ઇત્યાદિ. વળી ત્યાં સ્વયમેવ ઉગેલાં નાના પ્રકારનાં ધાન્યો અને ખૂબ રસવાળાં ફળો, શેરડી ઇત્યાદિ અનેક વસ્તુઓથી તે વન ભરેલું હતું. જાતજાતનાં વૃક્ષ, જાતજાતની વેલો, જાતજાતનાં ફળફૂલથી તે વન જાણે બીજું નંદનવન જ હતું. ત્યાં શીતળ મંદ સુગંધી પવનથી કોમળ કૂંપળો હલે છે. તે જાણે કે રામના આવવાથી આનંદનૃત્ય કરતી હોય એવું લાગે છે. પવનથી ઊડતી સુગંધી પુષ્પરજ આવીને શરીર પર ચોંટી જાય છે જાણે કે અટવી આલિંગન જ કરે છે. ભમરા ગુંજારવ કરે છે. જાણે કે શ્રીરામના પધારવાથી પ્રસન્ન થઈને વન ગીત જ ગાય છે, પર્વત ઉપરથી વહેતાં ઝરણાંના છાંટા ઉડવાથી જાણે કે તે હસી રહ્યું હોય એવું લાગે છે. ભારંડ, હંસ, સારસ, કોયલ, મોર, બાજ, પોપટ, મેના, કબૂતર, કાગડો, ઇત્યાદિ અનેક પક્ષીઓના ઊંચા અવાજ સંભળાઈ રહ્યા છે તે જાણે કે શ્રી રામ, લક્ષ્મણ, સીતાના આગમનનો સત્કાર કરી રહ્યા છે. વળી, જાણે કે તે પક્ષીઓ કોમળ વાણીથી એવું કહી રહ્યા છે કે મહારાજ, ભલે અહીં પધારો. સરોવરોમાં સફેદ, શ્યામ, લાલ કમળ ખીલી રહ્યાં છે. તે જાણે કે શ્રી રામના દર્શનથી કુતૂહલથી કમળરૂપ નેત્રોથી જોઈ રહ્યા છે. ફળોના ભારથી નમેલાં વૃક્ષો જાણે કે રામને નમસ્કાર કરે છે, સુગંધી પવન વાય છે તે જાણે રામના આવવાથી આનંદના શ્વાસ લે છે. શ્રી રામ સુમેરુના સૌમનસવન સમાન આ વનને જોઈને જાનકીને કહે છે કે હે પ્રિયે ! જુઓ, આ વૃક્ષો વેલોથી વીંટળાયેલા, પુષ્પોના ગુચ્છોથી મંડિત, જાણે કે ગૃહસ્થ સમાન જ ભાસે છે. પ્રિયંગુની વેલ મૌલશ્રીને વળગીને કેવી શોભે છે, જેવી જીવદયા જિનધર્મ સાથે એકમેક થઈને સોહે છે અને જેમ વિદ્યા વિનયવાનને સ્પર્શે છે તેમ આ માધવીલતા પવનથી ચલાયમાન પલ્લવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com