________________
૩૫૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બેતાળીસમું પર્વ
પદ્મપુરાણ જ જન્મમાં તે કુરૂપ પક્ષી અદ્દભુત રૂપવાળું બની ગયું. પૂર્વ અવસ્થામાં ખૂબ માંસ ખાનારું, દુર્ગધવાળું, નિંદ્ય પક્ષી સુગંધી કંચનના કળશ સમાન સુંદર શરીરવાળું બની ગયું. ક્યાંય અગ્નિની શિખા સમાન પ્રકાશિત, ક્યાંક વૈર્યમણિ સમાન, ક્યાંક સ્વર્ણ સમાન, ક્યાંક હરિતમણિના પ્રકાશવાળું શોભતું હતું, રામ-લક્ષ્મણની સમીપે તે સુંદર પક્ષી શ્રાવકનાં વ્રત ધારણ કરી, સ્વાદિષ્ટ ભોજન કરતું હતું, પક્ષીના મહાન ભાગ્ય કે શ્રી રામનો ભંગ થયો. રામના અનુગ્રહથી અનેક ચર્ચા કરીને દઢવ્રતી, પરમ શ્રદ્ધાની થયું. શ્રી રામ તેને ખૂબ લાડ કરતા. તેનું શરીર ચંદનના લેપવાળું, સ્વર્ણની ઘૂઘરીઓથી મંડિત, રત્નનાં કિરણોથી શોભતું અને શરીર પર રત્ન અને હેમથી ઉત્પન્ન થયેલાં કિરણોની જટા હતી તેથી શ્રી રામે તેનું નામ જટાયુ પાડ્યું. રામ, લક્ષ્મણ, સીતાને એ અતિપ્રિય હતું, તેની ચાલથી તે હંસને પણ જીતતું, મનોજ્ઞ ચેષ્ટા કરીને તે રામના મનને મોહ ઉપજાવતું. તે વનનાં બીજાં પક્ષીઓ તેને જોઈને આશ્ચર્ય પામતાં. આ વ્રતી ત્રણે સંધ્યામાં સીતાની સાથે ભક્તિથી નમ્ર બનીને અરિહંત, સિદ્ધ, સાધુઓની વંદના કરતું. દયાળુ જાનકી જટાયુ પર અત્યંત કૃપા કરીને સાવધાન રહી, સદા એની રક્ષા કરતી. જાનકીને જિનધર્મ પ્રત્યે ખૂબ અનુરાગ છે. તે પક્ષી અત્યંત શુદ્ધ અમૃત સમાન ફળ, પવિત્ર સ્વચ્છ અને, ગાળેલું નિર્મળ જળ, ઇત્યાદિ શુભ વસ્તુનો આહાર કરતું. પક્ષી અવિધિ છોડીને વિધિરૂપ થયું હતું. શ્રી ભગવાનની ભક્તિમાં લીન જનકપુત્રી સીતા જ્યારે તાલ આપતી, રામ-લક્ષ્મણ બેય ભાઈ તાલ અનુસાર તાન લાવે ત્યારે આ જટાયુ પક્ષી, રવિ સમાન જેની કાંતિ છે, પરમ હર્ષિત થઈ તાલ અને તાન અનુસાર નૃત્ય કરતું.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં જટાયુનું વર્ણન કરનાર એકતાળીસમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
બેતાળીસમું પર્વ
(શ્રી રામનો દંડકવનમાં નિવાસ) પાત્રદાનના પ્રભાવથી રામ, લક્ષ્મણ, સીતા આ લોકમાં રન-હેમાદિ સંપદાસહિત થયા. તેમણે એક સુવર્ણનો રત્નો જડેલો, અનેક રચનાવાળો, મનોહર સ્તંભ, રમણીક વાડ, વચ્ચે બેસવાની સુંદર જગા, જેના પર મોતીની માળા ઝળુંબતી હોય, સુંદર ઝાલર, ચંદન, કપૂરાદિ સુગંધી પદાર્થોથી મઘમઘતો, શય્યા, આસન, વાજિંત્રોથી ભરેલો એક વિમાન સમાન અભુત રથ બનાવ્યો. તેને ચાર હાથી જોડયા. તેમાં બેસીને રામ, લક્ષ્મણ, સીતા અને જટાયુ રમણીય વનમાં વિચરતાં. તેમને કોઈનો ભય નહોતો, કોઈનો તે વાત કરતાં નહિ. કોઈ જગ્યાએ એક દિવસ, કોઈ જગ્યાએ પંદર દિવસ, કોઈ જગ્યાએ એક માસ સુધી તે મનવાંછિત ક્રીડા કરતાં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com