________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ
૧૩૩ નમસ્કાર કરવા લાગ્યા. જે રાજાઓની કન્યા સુંદર હતી તે રાવણને સ્વયમેવ વરી. તે રાવણને વરીને અત્યંત ક્રીડા કરવા લાગી, જેમ વર્ષો પહાડને પામીને અત્યંત વરસે તેમ. વૈશ્રવણ યક્ષના માનનું મર્દન કરનાર, દિગ્વિજય માટે નીકળેલ, તેને સમસ્ત પૃથ્વીને જીતતો જોઈ સૂર્ય લજજા અને ભયથી વ્યાકુળ થઈને દબાઈ ગયો.
ભાવાર્થ- વર્ષાકાળમાં સૂર્ય મેઘપટલથી આચ્છાદિત હોય છે અને રાવણના મુખ સમાન ચંદ્રમા પણ નથી, લજ્જાથી ચંદ્ર પણ દબાઈ ગયો, કારણ કે વર્ષાકાળમાં ચંદ્ર પણ મેઘમાળાથી આચ્છાદિત થાય છે અને તારા પણ દેખાતા નથી. આ વર્ષાઋતુ સ્ત્રી સમાન છે, વીજળી તેની કટિમેખલા છે, ઇન્દ્રધનુષ્ય તે વસ્ત્રાભૂષણ છે, પયોધર (મેઘ અને સ્તન) ને વક્ષસ્થળ છે. રાવણ મહામનોહર કેતકીની વાસ અને પદ્મિની સ્ત્રીઓના શરીરની સુગંધને પોતાના શરીરની સુગંધથી જીતી લે છે. તેના સુગંધી શ્વાસથી ખેંચાઈને ભમરાઓ ગુંજારવ કરે છે. ગંગાતટ પર પડાવ નાખીને વર્ષાઋતુ પૂર્ણ કરી. ગંગાના તટ પર હરિત તૃણ શોભે છે, નાના પ્રકારનાં પુષ્પોની સુગંધ ફેલાઈ રહી છે, ઊંચા ઊંચા વૃક્ષો શોભે છે. રાવણે અતિ સુખપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું. હું શ્રેણિક ! જે પુણ્યાધિકારી મનુષ્ય છે તેનું નામ સાંભળીને સર્વ લોકો નમસ્કાર કરે છે અને સુંદર સ્ત્રીઓ સ્વયમેવ આવીને વરે છે, ઐશ્વર્યના નિવાસ પરમ વૈભવ પ્રગટ થાય છે. તેમના તેજથી સૂર્ય પણ શીતલ થાય છે; આમ જાણીને, આજ્ઞા માનીને, સંશય છોડીને, પુણ્યપ્રાપ્તિનો યત્ન કરો.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપાપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં મરુત યજ્ઞનો વિધ્વંસ અને રાવણના દિગ્વિજયનું વર્ણન કરનાર અગિયારમું પર્વ પૂર્ણ થયું.
* * *
બારમું પર્વ (ઇન્દ્ર નામના વિદ્યાધરના પરાભવનું કથન) રાવણે મંત્રીઓ સાથે એકાંતમાં મંત્રણા કરી. હે મંત્રીઓ! આ મારી કન્યા કૃતચિત્રાને હું કોની સાથે પરણાવું? સંગ્રામમાં ઇન્દ્રને જીતવાનું નક્કી નથી તેથી પ્રથમ પુત્રીને પરણાવવાનું મંગલ કાર્ય કરવું યોગ્ય છે. રાવણને પુત્રીના વિવાહની ચિંતામાં તત્પર જોઈને રાજા હરિનાને પોતાના પુત્રને પાસે બોલાવ્યો. રાવણે હુરિવાહનના પુત્રને અતિસુંદર અને વિનયવાન જોઈને પોતાની પુત્રી પરણાવવાની ઈચ્છા કરી. રાવણે પોતાના મનમાં વિચાર્યું કે મથુરા નગરીનો રાજા હરિવાહન સર્વ નીતિશાસ્ત્રોમાં પ્રવીણ છે, અમારા ગુણોની કીર્તિમાં તેને પ્રેમ છે, તેનો પ્રાણથી પ્યારો પુત્ર મધુ પ્રશંસાયોગ્ય છે, મંત્રીઓએ રાવણને કહ્યું કે હે દેવ! આ મધુકુમાર પરાક્રમી છે, તેના ગુણોનું વર્ણન થાય તેમ નથી. તેના શરીરમાંથી સુગંધ ફોરે છે, જે સર્વ લોકોનું મન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com