________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેવીસમું પર્વ
૨૩૫ સૂર્યની પેઠે દશે દિશામાં ફેલાયો હતો, તે મહાન ઋદ્ધિના ધારક હતા.
એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં સુકૌશલનું માહાભ્ય અને તેના વંશમાં રાજા દશરથની ઉત્પત્તિનું કથન કરનાર બાવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
તેવીસમું પર્વ (દશરથના પુત્ર અને જનકની પુત્રીથી રાવણના મરણની શંકા અને તેનું નિરાકરણ)
એક દિવસ રાજા દશરથ મહાતેજપ્રતાપથી સંયુક્ત સભામાં બિરાજતા હતા. સુરેન્દ્ર સમાન તેમનો વૈભવ હતો અને જિનેન્દ્રની સભામાં તેમનું મન આસક્ત છે. તે વખતે પોતાના શરીરના તેજથી આકાશમાં ઉધોત કરતા નારદ આવ્યા. નારદને દૂરથી જ જોઈને રાજા ઊઠીને સામે ગયા અને ઘણા આદરપૂર્વક નારદને લાવીને સિંહાસન ઉપર બેસાડયા. રાજાએ નારદની કુશળતા પૂછી. નારદે કહ્યું કે જિનેન્દ્રદેવની કૃપાથી બધું કુશળ છે. પછી નારદે રાજાની કુશળતા પૂછી. રાજાએ કહ્યું કે દેવધર્મગુરુના પ્રસાદથી કુશળ છે. રાજાએ ફરીથી પૂછયું કે પ્રભો! આપ કઈ જગાએથી આવ્યા? આ દિવસોમાં ક્યાં ક્યાં વિહાર કર્યો? શું જોયું? શું સાંભળ્યું? તમારાથી અઢી દ્વીપમાં કોઈ સ્થાન અજાણ્યું નથી. ત્યારે નારદે જવાબ આપ્યો કે હે રાજન! હું મહાવિદેહ-ક્ષેત્રમાં ગયો હતો. તે ક્ષેત્ર ઉત્તમ જીવોથી ભરેલું છે. ત્યાં ઠેકઠેકાણે શ્રી જિનરાજનાં મંદિરો છે અને ઠેકઠેકાણે મુનિરાજ બિરાજે છે, ત્યાં ધર્મનો ઉદ્યોત સર્વત્ર ખૂબ થઈ રહ્યો છે. શ્રી તીર્થંકરદેવ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉપજે છે. ત્યાં પુંડરિકિણી નગરીમાં મેં સીમંધર સ્વામીના તપકલ્યાણકનો ઉત્સવ જોયો. પંડરિકણી નગરી જાતજાતનાં રત્નોના મહેલોથી પ્રકાશે છે. સીમંધર સ્વામીના તપકલ્યાણકમાં નાના પ્રકારના દેવોનું આગમન થયું હતું, તેમનાં જાતજાતનાં વિમાનો, ધજા, છત્રાદિથી અત્યંત શોભતાં જાતજાતનાં વાહનોથી નગરી ભરી હતી. જેવો શ્રી મુનિસુવ્રતનાથના સુમેરુ પર્વત ઉપર જન્માભિષેકનો ઉત્સવ આપણે સાંભળ્યો છે તેવો શ્રી સીમંધર સ્વામીના જન્માભિષેકનો ઉત્સવ મેં સાંભળ્યો. અને તપકલ્યાણકનો ઉત્સવ તો મેં પ્રત્યક્ષ જોયો. જુદાં જુદાં પ્રકારનાં રત્નજડિત જિનમંદિર જોયાં, જ્યાં મહામનોહર ભગવાનનાં મોટાં મોટાં બિંબ બિરાજે છે અને વિધિપૂર્વક નિરંતર પૂજા થાય છે. મહાવિદેહથી હું સુમેરુ પર્વત પર આવ્યો, સુમેરુની પ્રદક્ષિણા કરી સુમેરુના વનમાં ભગવાનનાં જે અકૃત્રિમ ચૈત્યાલયો છે તેમનાં દર્શન કર્યા. હું રાજન્ ! નંદનવનનાં ચૈત્યાલયો વિવિધ પ્રકારનાં રત્નો જડેલાં અતિ રમણીક મેં જોયાં. સ્વર્ગનાં પીતરંગી ચેત્યાલયો અતિદેદીપ્યમાન છે, સુંદર મોતીઓના હાર અને તોરણ ત્યાં શોભે છે. જિનમંદિર જોતાં સૂર્યનાં મંદિર લાગે. ચૈત્યાલયોની ભીંતો વૈડૂર્ય મણિમય મેં જોઈ તેમાં ગજ, સિંહાદિરૂપ અનેક ચિત્રો મઢેલાં છે, ત્યાં દેવદેવી સંગીતશાસ્ત્રરૂપ નૃત્ય કરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com