________________
૫૧૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
પંચાસીમું પર્વ ચોથા સ્વર્ગમાં દેવ થયો. ત્યાંથી ચ્યવને પુષ્કરદ્વીપમાં ચંદ્રાદિત્ય નગરના રાજા પ્રકાશયશ અને રાણી માધવીને જગધુત નામનો પુત્ર થયો. યૌવનના આરંભે રાજ્યલક્ષ્મી મેળવી, પરંતુ સંસારથી અતિ ઉદાસ હતો, રાજ્યમાં તેનું ચિત્ત નહોતું, પણ તેના વૃદ્ધ મંત્રીઓએ કહ્યું કે આ રાજ્ય તારા કુળક્રમ પ્રમાણે ચાલ્યું આવે છે તેનું તું પાલન કર. તારા રાજ્યમાં પ્રજા સુખી થશે. મંત્રીઓના આગ્રહથી એ રાજ્ય કરતો, રાજ્યમાં રહીને એ સાધુઓની સેવા કરતો. તે મુનિઓને આહારદાનના પ્રભાવથી મરીને તે દેવકુર ભોગભૂમિમાં ગયો. ત્યાંથી ઈશાન નામના બીજા સ્વર્ગમાં તે દેવ થયો. ચાર સાગર અને બે પલ્ય દેવલોકના સુખ ભોગવી દેવાંગનાઓ સાથે નાના પ્રકારના ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં અચળનામના ચક્રવર્તીની રત્ના નામની રાણીનો અભિરામ નામનો પુત્ર થયો. તે ગુણોનો ભંડાર અતિ સુંદર હતો, જેને જોતાં સર્વ લોકોને આનંદ થતો. તે બાલ્યાવસ્થાથી જ વિરક્ત હતો, જિનદીક્ષા લેવા ઈચ્છતો, પણ પિતા એને ઘરમાં રાખવા ઈચ્છતા. તેને ત્રણ હજાર રાણીઓ પરણાવી. તે બધી જાતજાતનાં ચરિત્ર કરતી, પરંતુ આ વિષયસુખને વિષસમાન ગણતો, તેને કેવળ મુનિ થવાની ઈચ્છા હતી, તેનું ચિત્ત અતિ શાંત હતું. પરંતુ પિતા તેને ઘરમાંથી નીકળવા દેતા નહિ. આ ભાગ્યવાન, શીલવાન, ગુણવાનને સ્ત્રીઓનો અનુરાગ નહોતો. સ્ત્રીઓ તેને જાતજાતના વચનોથી અનુરાગ ઉપજાવે, અતિ યત્નથી સેવા કરે, પરંતુ તેને સંસારની માયા ગર્તરૂપ લાગતી. જેમ ગર્તમાં પડેલા હાથીને તેના પકડનારા માણસો અનેક પ્રકારે લલચાવે તો પણ હાથીને ગર્ત રુચે નહિ તેમ આને જગતની માયા રૂચતી નહિ. એ શાંત મન રાખી પિતાના રોકવાથી અતિ ઉદાસપણે ઘરમાં રહેતો. સ્ત્રીઓની મધ્યમાં રહેલો તીવ્ર અસિધારા વ્રત પાળતો. સ્ત્રીઓની વચ્ચે રહેવું અને શીલ પાળવું, તેમનો સંસર્ગ ન કરવો, તેને અસિધારા વ્રત કર્યું છે. મોતીના હાર, બાજુબંધ, મુકુટાદિ અનેક આભૂષણો પહેરતો તો પણ આભૂષણો પ્રત્યે અનુરાગ નહોતો. એ ભાગ્યવાન સિંહાસન પર બેસી નિરંતર સ્ત્રીઓને જિનધર્મની પ્રશંસાનો ઉપદેશ આપતો કે ત્રણ લોકમાં જિનધર્મ સમાન બીજો ધર્મ નથી. આ જીવ અનાદિકાળથી સંસારવનમાં ભટકે છે તેમાં કોઈ પુણ્યકર્મના યોગથી જીવોને મનુષ્યદેહની પ્રાપ્તિ થાય છે. આ વાત જાણતો ક્યો મનુષ્ય સંસારકૂપમાં પડે અથવા ક્યો વિવેકી વિષપાન કરે અથવા ક્યો બુદ્ધિમાન પર્વતના શિખર પર ઊંધે, અથવા મણિની વાંછાથી ક્યો પંડિત નાગનું મસ્તક હાથથી સ્પર્શ ? વિનાશી એવા આ કામભોગમાં જ્ઞાનીને અનુરાગ કેમ ઉપજે ? એક જિનધર્મનો અનુરાગ જ અત્યંત પ્રશંસવા યોગ્ય મોક્ષસુખનું કારણ છે. આ જીવોનું જીવન અતિચંચળ છે તેમાં સ્થિરતા કેવી ? નિસ્પૃહ અને ચિત્તને વશ કરનારને રાજ્યકાળ અને ઈન્દ્રિયના ભોગોનું શું કામ છે? આવી પરમાર્થના ઉપદેશરૂપ તેની વાણી સાંભળી સ્ત્રીઓનાં ચિત્ત પણ શાંત થયાં, તેમણે જાતજાતના નિયમો લીધા. આ શીલવાને તેમને પણ શીલમાં દઢ ચિત્તવાળી બનાવી. આ રાજકુમાર પોતાના શરીર પ્રત્યે પણ રાગરહિત હોવાથી એકાંતર ઉપવાસ અથવા બેલાતેલા આદિ અનેક ઉપવાસ કરી કર્મકલંક ખપાવતો, નાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com