________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
એકસો બા૨મું ૫ર્વ
૬૨૩
વસ્ત્રાભરણ પહેરી નદી કે સરોવરના તીરે નાના પ્રકારની ક્રીડા કરતા હતા. શીતઋતુમાં યોગીશ્વર ધર્મધ્યાન કરતાં રાત્રે નદી-તળાવોના તટ ૫૨ જ્યાં અતિશીત હોય, બરફ વરસે, ઠંડો પવન વાય ત્યાં નિશ્ચળ થઈ બેસે છે. પ્રચંડ શીત પવનથી વૃક્ષો બળી જાય છે, સૂર્યનું તેજ મંદ થાય છે એવી ઋતુમાં રામ-લક્ષ્મણ મહેલોની અંદરના ખંડોમાં રહીને મનવાંછિત વિલાસ કરતાં, સુંદર સ્ત્રીઓ સાથે વીણા, મૃદંગ, બંસરી વગેરે વાજિંત્રોના શબ્દોનું અમૃત કાનમાં રેડતાં અને આહ્લાદ ઉપજાવતાં બન્ને વીરો પુણ્યના પ્રભાવથી પોતાની દેવાંગના સમાન પ્રતિવ્રતા સ્ત્રીઓનો આદર પામતાં સુખપૂર્વક શીતકાળ વીતાવતા હતા. બન્ને ભાઈ અદ્ભુત ભોગોની સંપદાથી મંડિત, પ્રજાને આનંદકારી, સુખપૂર્વક રહેતા હતા.
ગૌતમ સ્વામી કહે છે હૈં શ્રેણિક! હવે તું હનુમાનનું વૃત્તાંત સાંભળ. પવનપુત્ર હનુમાન કર્ણકુંડળ નગરમાં પુણ્યના પ્રભાવથી દેવોનાં સુખ ભોગવે છે. હજારો વિદ્યાધરો તેમની સેવા કરે છે, ઉત્તમ ક્રિયા કરનાર પોતાના પરિવાર સહિત તે પોતાની ઇચ્છા પ્રમાણે પૃથ્વી ૫૨ વિહાર કરે છે, શ્રેષ્ઠ વિમાનમાં બેસી સુંદર વનોમાં દેવ સમાન ક્રીડા કરે છે. વસંતનો સમય આવ્યો, કામી જીવોને ઉન્માદનું કારણ અને સમસ્ત વૃક્ષોને પ્રફુલ્લિત કરનાર, પ્રિયા અને પ્રીતમનો પ્રેમ વધારનાર, જેમાં સુગંધી વાયુ વાય છે, વૃક્ષો જાતજાતનાં ફૂલો અને ફળોથી શોભે છે એવા સમયે અંજનાપુત્ર, જેનું ચિત્ત જિનેન્દ્રભક્તિમાં લાગેલું છે, તે હજારો સ્ત્રીઓ સાથે સુમેરુ પર્વત તરફ ચાલ્યો, તેની સાથે હજારો વિધાધરો છે, શ્રેષ્ઠ વિમાનમાં બેસી માર્ગમાં વનમાં ક્રીડા કરતા જતા હતા. વનમાં સુગંધી પવન વાય છે, દેવાંગનાઓ રમે છે, કુલાચલોમાં, સુંદર સરોવરોમાં, મનોહર વનમાં ભમરા ગુંજારવ કરે છે, કોયલ ટહુકા કરે છે, પશુપક્ષીઓનાં યુગલો વિચરે છે, સર્વ જાતિનાં પત્ર, પુષ્પ, ફળો શોભે છે, રત્નોની જ્યોતિથી પર્વતો ઉઘોતરૂપ લાગે છે, સુંદર તટવાળી, નિર્મળ જળભરેલી નદી વહી રહી છે. તેમાં તરંગ ઊછળે છે, ફીણના ગોટા ફેલાય છે, કલ૨વ કરતી વહે છે, મગર, મત્સ્ય આદિ જળચરો ક્રીડા કરે છે, બન્ને તટ ૫૨નાં વૃક્ષોનાં પત્રોનો સરસરાટનો ધ્વનિ ફેલાય છે, પાસેનાં વન-ઉપવનોમાં રત્નનિર્માયિત જિનમંદિરો છે. પવનપુત્ર ૫૨મ ઉદયથી યુક્ત અનેક પર્વતો ૫૨ અકૃત્રિમ ચૈત્યાલયોનાં દર્શન કરી વિમાનમાં બેસી સ્ત્રીઓને પૃથ્વીની શોભા દેખાડતો અતિપ્રસન્નતાથી કહે છે-હૈ પ્રિયે! સુમેરુ ૫૨ સ્વર્ણમયી જિનમંદિરો દેખાય છે, એનાં શિખર સૂર્ય સમાન દેદીપ્યમાન છે, ગિરિની ગુફામાં મનોહર દ્વારની રત્નજડિત શોભા પ્રકાશ ફેલાવે છે, ત્યાં અતિ ઉપજતી જ નથી. સુમેરુના ભૂમિતળ ૫૨ અતિ ૨મણીક ભદ્રશાલ વન છે, સુમેરુની કટિમેખલા ૫૨ વિસ્તીર્ણ નંદનવન છે, સુમેરુના વૃક્ષસ્થળ ૫૨ સૌમનસ વન છે, ત્યાં કલ્પવૃક્ષ કલ્પલતાઓથી વીંટળાયેલાં શોભે છે, જાતજાતનાં રત્નોની શિલા શોભે છે. સુમેરુના શિખર પર પાંડુક વન છે, ત્યાં જિનેશ્વરોનો જન્મોત્સવ થાય છે. આ ચારેય વનમાં ચાર ચાર ઐત્યાલયો છે, ત્યાં દેવદેવીઓનું નિરંતર આગમન થાય છે, યક્ષ, કિન્નર, ગંધર્વોના સંગીતથી નાદ ફેલાય છે, અપ્સરા નૃત્ય કરે છે, કલ્પવૃક્ષોનાં પુષ્પ મનોહર છે, નાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com