________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બાવનમું પર્વ
પદ્મપુરાણ મનોડનુગામિની નામની વિદ્યા સાધવા માટે આ ભયાનક વનમાં આવી, તે અનુગામિની વિધાની સાધનાનો આજે અમારો બા૨મો દિવસ છે અને મુનિઓનો આઠમો દિવસ છે. આજે અંગારકે અમને જોઈને ક્રોધથી વનમાં આગ લગાડી. જે વિધા છ વર્ષ અને થોડા અધિક દિવસો પછી સિદ્ધ થાય છે તે અમને ઉપસર્ગથી ભય ન પામવાથી બાર જ દિવસોમાં સિદ્ધ થઈ છે. હે મહાભાગ! આ આપદામાં જો તમે અમને મદદ ન કરી હોત તો અમારો અગ્નિમાં નાશ થાત અને મુનિ પણ ભસ્મ થાત, માટે તમે ધન્ય છો. ત્યારે હનુમાને કહ્યું કે તમારો પુરુષાર્થ સફળ થયો, જેમને નિશ્ચય હોય તેમને સિદ્ધિ થાય જ. ધન્ય છે તમારી નિર્મળ બુદ્ધિને ! મોટા સ્થાનકમાં મનોરથ, ધન્ય તમારું ભાગ્ય, એમ કહીને તેમને શ્રીરામના કિઠકંધાપુરમાં આગમનનો સકળ વૃતાંત કહ્યો અને રામની આજ્ઞા પ્રમાણે પોતાનો લંકા જવાનો વૃત્તાંત પણ કહ્યો. તે જ સમયે વનનો દાહ શાંત થયાના અને મુનિઓનો ઉપસર્ગ દૂર થયાના સમાચાર સાંભળીને રાજા ગંધર્વ હનુમાન પાસે આવ્યા. વિદ્યાધરોના યોગથી તે વન નંદનવન જેવું શોભવા લાગ્યું અને રાજા ગંધર્વ હનુમાનના મુખે શ્રી રામના કિકંધાપુરમાં બિરાજવાના ખબર સાંભળીને પોતાની પુત્રીઓ સહિત શ્રી રામની નિકટ આવ્યો અને પુત્રીઓને ખૂબ ઠાઠમાઠથી રામ સાથે પરણાવી. રામ મહા વિવેકી છે. આ વિધાધરની પુત્રીઓ અને મહારાજ વૈભવથી યુક્ત છે તો પણ તેમને સીતા વિના દશે દિશા શૂન્ય લાગે છે. સમસ્ત પૃથ્વી ગુણવાન જીવોથી શોભે છે અને ગુણવાન વિનાનું નગર ગઠન વન તુલ્ય ભાસે છે. ગુણવાન જીવોની ચેષ્ટા મનોહર અને ભાવ અતિસુંદર હોય છે. આ પ્રાણી પૂર્વોપાર્જિત કર્મના ફળથી સુખદુઃખ ભોગવે છે તેથી જે સુખના અર્થી છે તે જિનસૂર્યાથી પ્રકાશિત પવિત્ર જિનમાર્ગમાં પ્રવર્તે છે.
૪૦૦
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં રામ સાથે ગંધર્વ કન્યાઓના વિવાહનું વર્ણન કરનાર એકાવનમું પર્વ પૂર્ણ થયું.
* * *
બાવનમું પર્વ
(હનુમાનને લંકાસુંદરીનો લાભ )
પછી મહાપ્રતાપી, મહાબલિ હનુમાન જેમ સોમ સુમેરુ પાસે જાય તેમ ત્રિકૂટાચળ તરફ ચાલ્યા. આકાશમાં જતી હનુમાનની સેના મહાધનુષના આકારવાળા માયામયી યંત્રથી રોકાઈ ગઈ. હનુમાને પોતાની પાસેના માણસોને પૂછ્યું કે મારી સેના કયા કારણથી આગળ ચાલી શકતી નથી? અહીં ગર્વનો પર્વત અસુરોનો નાથ ચમરેન્દ્ર છે કે ઇન્દ્ર છે કે પર્વતના શિખર ૫૨ જિનમંદિર છે અથવા ચરમશીરી મુનિ છે? હનુમાનનાં આ વચન સાંભળી પૃથુમતિ મંત્રી કહેવા લાગ્યો, હૈ દેવ! આ ક્રૂરતાસંયુક્ત માયામયી યંત્ર છે. પછી પોતે દૃષ્ટિ કરીને જોયું, કોટમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com