________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧૮
છયાંસીમું પર્વ
પદ્મપુરાણ સ્થાવર યોનિમાં ભમ્યા. ચંદ્રાદયનો જીવ કેટલાક ભવ પછી રાજા કુલંકર પછી કેટલાક ભવ કરીને રમણ બ્રાહ્મણ, વળી કેટલાક ભવ કરીને સમાધિમરણ કરનાર મૃગ થયો. પછી સ્વર્ગમાં દેવ, પછી ભૂષણ નામનો વૈશ્યપુત્ર, પછી સ્વર્ગ, પછી જગવ્રુતિ નામનો રાજા, ત્યાંથી ભોગભૂમિ, ત્યાંથી બીજા સ્વર્ગમાં દેવ, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તીનો પુત્ર અભિરામ થયો. ત્યાંથી છઠ્ઠા સ્વર્ગમાં દેવ અને દેવમાંથી ભરત નરેન્દ્ર થયો. તે ચરમશરીરી છે, હવે દેહ ધારણ કરશે નહિ. સૂર્યોદયનો જીવ ઘણો કાળ ભ્રમણ કરીને રાજા કુલંકરનો શ્રુતિરત નામનો પુરોહિત થયો, પછી અનેક જન્મ લઈ વિનોદ બ્રાહ્મણ થયો. વળી અનેક જન્મ લઈ આર્તધ્યાનથી મરનાર મૃગ થયો. અનેક બીજા જન્મ કર્યા પછી ભૂષણનો પિતા ધનદત્ત નામનો વણિક, વળી અનેક જન્મ ધરી મૃદુમતિ નામના મુનિ જેણે પોતાની પ્રશંસા સાંભળી રાગ કર્યો, માયાચારથી શલ્ય દૂર ન કર્યું, તપના પ્રભાવથી છઠ્ઠા સ્વર્ગનો દેવ થયો. ત્યાંથી ચ્યવીને ત્રૈલોક્યમંડન હાથી હવે શ્રાવકના વ્રત ધારણ કરીને દેવ થશે, એ પણ નિકટ ભવ્ય છે. આ પ્રમાણે જીવોની ગતિ આગતિ જાણી, ઇન્દ્રિયોના સુખને વિનશ્વર જાણી, આ વિષમ વન છોડી જ્ઞાની જીવ ધર્મમાં ૨મો. જે પ્રાણી મનુષ્ય દેહ પામી જિનભાષિત ધર્મનું આચરણ કરતો નથી તે અનંતકાળ સુધી સંસારભ્રમણ કરશે, તે આત્મકલ્યાણથી દૂર છે તેથી જિનવરના મુખેથી નીકળેલો દયામય ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવાને સમર્થ છે, એના જેવો બીજો કોઈ નથી. તે મોહિતમિરને દૂર કરે છે, સૂર્યની કાંતિને જેણે જીતી લીધી છે, તેને મનવચનકાયથી અંગીકાર કરો જેથી નિર્મળપદની પ્રાપ્તિ થાય.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં ભરત અને હાથીના પૂર્વભવોનું વર્ણન કરનાર પંચાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
છયાંસીમું પર્વ
(ભરત અને કૈકેયીનું દીક્ષાગ્રહણ )
પછી શ્રી દેશભૂષણ કેવળીના મહાપવિત્ર, મોહાંધકાર હરનાર, સંસારસાગર તારનાર, દુ:ખનાશક વચનો તથા ભરત અને હાથીના અનેક ભવોનું વર્ણન સાંભળીને રામ-લક્ષ્મણ આદિ બધા ભવ્ય જનો આશ્ચર્ય પામ્યા, આખી સભા ચેષ્ટારહિત ચિત્ર જેવી થઈ ગઈ. ભરત નરેન્દ્ર જેની પ્રભા દેવેન્દ્ર સમાન છે જે અવિનાશી પદના અર્થી છે, જેને મુનિ થવાની ઈચ્છા છે, તે ગુરુઓનાં ચરણોમાં શિ૨ નમાવી, પરમ વૈરાગ્ય પામ્યા. તત્કાળ ઊઠી, હાથ જોડી, કેવળીને પ્રણામ કરી અત્યંત મનોહર વચનો કહ્યાં, હૈ નાથ! હું સંસારમાં અનંતકાળ ભ્રમણ કરતાં અનેક પ્રકારની કુયોનિમાં સંકટ સહેતો દુઃખી થયો. હવે હું સંસારભ્રમણથી થાક્યો છું, મને મુક્તિનું કારણ એવી દિગંબરી દીક્ષા આપો. આ આકાશરૂપ નદી મરણરૂપ ઉગ્ર તરંગો ધરતી રહી છે તેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com