________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
વીસમું પર્વ
૨૧૫
સનત્કુમાર થયા. ગૌતમ સ્વામીએ તેમની ખૂબ પ્રશંસા કરી ત્યારે શ્રેણિકે પૂછયું કે હૈ પ્રભો ! તેઓ કયા પુણ્યથી આવા રૂપવાન થયા ? તેથી ગણધરદેવે તેમનું ચરિત્ર સંક્ષેપમાં કહ્યું. કેવું છે સનત્કુમા૨નું ચરિત્ર? સો વર્ષે પણ તેનું કથન કરવાને કોઈ સમર્થ નથી. આ જીવ જ્યાં સુધી જૈન ધર્મ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તિર્યંચ, નારકી, કુમનુષ્ય, કુદેવ વગેરે કુગતિમાં દુ:ખ ભોગવે છે. જીવોએ અનંત ભવ કર્યા છે તેની વાત ક્યાં સુધી કરીએ ? પણ એક એક ભવનું કથન કરીએ છીએ. એક ગોવર્ધન નામનું ગામ હતું. ત્યાં ભલા મનુષ્યો રહેતા હતા ત્યાં જિનદત્ત નામના શ્રાવક ગૃહસ્થ રહેતા. જેમ સર્વ જળસ્થાનોમાં સાગર શિરોમણિ છે, સર્વ પર્વતોમાં સુમેરુ, સર્વ ગ્રહોમાં સૂર્ય, ઘાસમાં શેરડી, વેલોમાં નાગરવેલ, વૃક્ષોમાં હરિચંદન વૃક્ષ પ્રશંસાયોગ્ય છે તેમ કુળોમાં શ્રાવકનું કુળ સર્વોત્કૃષ્ટ, આચાર વડે પૂજ્ય, સુગતિનું કારણ છે. તે જિનદત્ત નામના શ્રાવક ગુણરૂપ આભૂષણોથી મંડિત શ્રાવકનાં વ્રત પાળીને ઉત્તમ ગતિ પામ્યા. તેની સ્ત્રી વિનયવાન, મહાપતિવ્રતા, શ્રાવકનાં વ્રત પાળનારી હતી. તેણે પોતાના ઘરના સ્થાનમાં ભગવાનનું ચૈત્યાલય બનાવ્યું હતું. બધું દ્રવ્ય તેમાં ખર્યું હતું. તે અર્જિકા થઈ, મહાતપ કરીને સ્વર્ગમાં ગઈ. તે જ ગામમાં એક હેમબાહુ નામના ગૃહસ્થ હતા. તે આસ્તિક, દુરાચારરહિત હતા. તે વિનયવતીએ બનાવરાવેલ જિનમંદિરની ભક્તિથી જયદેવ થયા. તે ચતુર્વિધ સંઘની સેવામાં તત્પર, સમ્યગ્દષ્ટિ, જિનવંદનામાં સાવધાન હતા. તે અવીને મનુષ્ય થયા. ત્યાંથી પાછા દેવ થયા અને ફરી મનુષ્ય થયા. આ પ્રમાણે ભવ કરીને મહાપુરી નગરમાં સુપ્રભ નામના રાજાની તિલકસુંદી રાણીની કૂખે ધર્મચિ નામના પુત્ર થયા. તિલકસુંદરી ગુણરૂપ આભૂષણની મંજૂષા હતી. ધર્મરુચિએ રાજ્ય છોડીને પોતાના પિતા સુપ્રભ જે મુનિ થયા હતા તેમના શિષ્ય બનીને મુનિવ્રત અંગીકાર કર્યા. પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, વગેરે મુનિધર્મનું પ્રતિપાલન કરી, આત્મધ્યાની, ગુરુસેવામાં તત્પર, પોતાના શરીર પ્રત્યે અત્યંત નિસ્પૃહ, જીવદયાના ધારક, મનઇન્દ્રિયોને જીતનાર, શીલના સુમેરુ, શંકાદિ દોષોથી અતિદૂર, સાધુઓની વૈયાવ્રત કરનાર તે સમાધિમરણ કરીને ચોથા દેવલોકમાં ગયા. ત્યાં સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને નાગપુરમાં રાજા વિજય, રાણી સહદેવીના સનકુમાર નામના પુત્ર ચોથા ચક્રવર્તી થયા. તેમની આજ્ઞા છ ખંડમાં પ્રવર્તી. તે અતિસુંદર હતા. એક દિવસ સૌધર્મ ઇન્દ્રે તેમના રૂપની પ્રશંસા કરી. તેમનું રૂપ જોવા માટે દેવો આવ્યા. તેમણે ગુપ્તપણે આવીને ચક્રવર્તીનું રૂપ જોયું. તે વખતે ચક્રવર્તી કુશ્તીનો અભ્યાસ કરતા હતા તેથી તેમનું શરીર ધૂળથી મિલન બન્યું હતું, શરી૨ ૫૨ સુગંધી પદાર્થોનો લેપ કર્યો હતો અને સ્નાન માટેની એક ધોતી પહેરીને, વિવિધ પ્રકારના સુગંધી જળોથી ભરેલા વિવિધ રત્નકળશોની મધ્યમાં સ્નાનના આસન પર બિરાજ્યાં હતા. દેવો તેમનું રૂપ જોઈને આશ્ચર્ય પામ્યા. પરસ્પર કહેવા લાગ્યા કે જેવું ઇન્દ્ર વર્ણન કર્યું હતું તેવું જ છે, આ મનુષ્યનું રૂપ દેવોના ચિત્તને મોહિત કરનારું છે. પછી ચક્રવર્તી સ્નાન કરી વસ્ત્રાભૂષણ પહેરી સિંહાસન ઉપર આવીને બિરાજ્યા, રત્નાચળના શિખર સમાન તેની જ્યોતિ હતી. પછી દેવ પ્રગટ થઈને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com