________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૪ ખાંસીમું પર્વ
પદ્મપુરાણ ચિરંજીવ થાવ, આનંદ પામો; આ પ્રમાણે આશીર્વાદ આપવા લાગ્યા. ઊંચાં વિમાન જેવાં મકાનોની ટોચે બેઠેલી સુંદરીઓ મોતીના અક્ષત વેરવા લાગી. પૂર્ણમાસીના ચંદ્રમા સમાન રામ અને વર્ષાની ઘટા સમાન લક્ષ્મણ બન્ને શુભ લક્ષણવાળાનાં દર્શન કરવા જનતા અનુરાગી થઈ, બધાં કામ છોડીને ઝરૂખામાં બેઠેલી સ્ત્રીઓ નીરખી રહી છે તે જાણે કમળોનાં વન ખીલી રહ્યાં છે. સ્ત્રીઓના પરસ્પર ભટકાવાથી મોતીના હાર તૂટ્યા તેથી જાણે કે મોતીની વર્ષા થઈ રહી છે. સ્ત્રીઓના મુખમાંથી એવો અવાજ આવે છે કે આ શ્રી રામ છે તેમની સમીપે જનકની પુત્રી સીતા બેઠી છે, તેની માતા રાણી વિદેહા છે. શ્રી રામે સાહસગતિ વિદ્યાધરને માર્યો, તે સુગ્રીવનું રૂપ ધરીને આવ્યો હતો, વિદ્યાધરોમાં તે દૈત્ય કહેવાય છે, રાજા મુત્રની જ્ઞાતિનો તે હતો આ લક્ષ્મણ રામના નાના ભાઈ ઇન્દ્ર જેવા પરાક્રમી, જેણે લંકેશ્વરને ચક્રથી હણ્યો. આ સુગ્રીવ છે તેણે રામ સાથે મૈત્રી કરી અને આ સીતાનો ભાઈ ભામંડળ જેને જન્મથી દેવ લઈ ગયો હતો પછી દયા કરીને છોડ્યો તે રાજા ચંદ્રગતિનો પાલિત આકાશમાંથી વનમાં પડ્યો, રાજાએ લઈને રાણી પુષ્પવતીને સોંપ્યો, દેવોએ કાનમાં કુંડળ પહેરાવીને આકાશમાંથી ફેંક્યો હતો તે કુંડળની
જ્યોતિથી ચંદ્રસમાન મુખવાળો લાગ્યો તેથી તેનું નામ ભામંડળ પાડેલું. આ રાજા ચંદ્રોદયનો પુત્ર વિરાધિત, આ પવનનો પુત્ર હનુમાન-કપિધ્વજ. આ પ્રમાણે નગરની નારીઓ આશ્ચર્યથી વાતો કરતી હતી.
પછી રામ-લક્ષ્મણ રાજમહેલમાં પધાર્યા. ત્યાં મહેલમાં ઉપલા ખંડમાં રહેતી બન્ને માતા પુત્રોના સ્નેહમાં તત્પર, જેમના સ્તનમાંથી દૂધ ઝરે છે, તે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, સુપ્રભા ચારેય માતા મંગળ કરવા પુત્રોની સમીપે આવી. રામ-લક્ષ્મણ પુષ્પક વિમાનમાંથી ઊતરી માતાઓને મળ્યા, માતાઓને જોઈ હર્ષ પામ્યા, બન્ને ભાઈ હાથ જોડી નમ્ર બની પોતાની સ્ત્રીઓ સહિત માતાઓને પ્રણામ કરવા લાગ્યા. તે ચારેય અનેક પ્રકારે આશિષ દેવા લાગી. તેમની આશિષ કલ્યાણ કરનારી છે. ચારેય માતા રામલક્ષ્મણને હૃદય સાથે ભેટી પરમસુખ પામી. તેમનું સુખ તે જ જાણે, કહેવામાં આવે નહિ. તે વારંવાર હૃદય સાથે ચાંપી શિર પર હાથ મૂકવા લાગી, આનંદના અગ્રુપાતથી તેમની આંખો ભરાઈ ગઈ. પરસ્પર માતા-પુત્ર કુશળક્ષેમ અને સુખદુઃખની વાતો પૂછીને ખૂબ સંતોષ પામ્યા. માતા મનોરથ કરતી હતી. તેમનો મનોરથ ઇચ્છાથી પણ અધિક પૂર્ણ થયા. તે માતા યોદ્ધાઓને જન્મઆપનાર, સાધુઓની ભક્ત, જિનધર્મમાં અનુરક્ત, પુત્રોની સેંકડો વહુઓને જોઈ અતિ હર્ષ પામી. પોતાના શૂરવીર પુત્રોના પ્રભાવથી પૂર્વ પુણના ઉદયથી અત્યંત મહિમા સંયુક્ત જગતમાં પૂજ્ય થઈ. રામ-લક્ષ્મણનું રાજ્ય સાગરો સુધી ફેલાયેલું, નિષ્ફટક, એકછત્ર બન્યું, તે બધા પર યથેષ્ટ આજ્ઞા કરતા. રામ-લક્ષ્મણના અયોધ્યામાં આગમન અને માતા તથા ભાઈઓ સાથેના મિલનનો આ અધ્યાય જે વાંચે, સાંભળે તે શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ મનવાંછિત સંપદા પામે, પૂર્ણ પુણ્ય ઉપાર્જ, શુભમતિથી એક જ નિયમમાં દઢ રહે, ભાવોની શુદ્ધતાથી કરે તો અતિપ્રતાપવંત બને, પૃથ્વી પર સૂર્યસમાન પ્રકાશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com