________________
૫૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
છઠું પર્વ
છઠું પર્વ
(વાનરવંશીઓની ઉત્પત્તિ) પછી ગૌતમસ્વામી કહે છે – હે રાજા શ્રેણિક! આ રાક્ષસવંશ અને વિદ્યાધરોના વંશનું વૃત્તાંત તને કહ્યું. હવે વાનરવંશનું કથન સાંભળ. સ્વર્ગ સમાન વિક્સાર્ધગિરિની દક્ષિણ શ્રેણીમાં ઊંચા મહેલોથી શોભિત મેઘપુર નામનું નગર છે. ત્યાં વિધાધરોનો રાજા અતીંદ્ર પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને ભોગસંપદામાં ઇન્દ્રતુલ્ય હતો. તેને શ્રીમતી નામની રાણી લક્ષ્મી સમાન હતી. તેના મુખની ચાંદનીથી સદા પૂર્ણમાસી સમાન પ્રકાશ ફેલાતો. તેને શ્રીકંઠ નામનો પુત્ર થયો. તે શાસ્ત્રમાં પ્રવીણ હતો. તેનું નામ સાંભળીને વિચક્ષણ પુરુષો હર્ષ પામતા. તેની નાની બહેન મહામનોહરદેવી નામે હતી, જેના નેત્રો કાળનાં બાણ જ જાણે કે હતાં.
રત્નપુર નામનું એક બીજું સુન્દર નગર હતું. ત્યાં પુષ્પોત્તર નામનો મહાબળવાન વિદ્યાધર રાજા રાજ્ય કરતો. તેને દેવાંગના સમાન પદ્માભા નામની એક પુત્રી અને પોત્તર નામનો એક ગુણવાન પુત્ર હતો, જેને દેખવાથી બધાને અતિઆનંદ થતો. તે રાજા પુષ્પોત્તરે પોતાના પુત્ર માટે રાજા અતીંદ્રની પુત્રી દેવીની અનેક વાર યાચના કરી તો પણ શ્રીકંઠે પોતાની બહેનને લંકાના સ્વામી કીર્તિધવલ સાથે પરણાવી અને પોત્તરને ન આપી. આ વાત સાંભળી રાજા પુષ્પોત્તરે અત્યંત ક્રોધિત થઈને કહ્યું કે જુઓ, અમારામાં કોઈ દોષ નહોતો, અમે દરિદ્રી નહોતા, મારો પુત્ર કુરૂપ નહોતો તેમ જ અમારે અને તેમને કાંઈ વેર નથી તો પણ મારા પુત્રને શ્રીકંઠે પોતાની બહેન ન પરણાવી તે શું યોગ્ય કર્યું છે?
એક દિવસ શ્રીકંઠ ચેત્યાલયોની વંદનાને નિમિત્તે સુમેરુ પર્વત ઉપર વિમાનમાં બેસીને ગયો. તે વિમાન પવન સમાન વેગવાળું અને અતિમનોહર હતું. તે વંદના કરીને પાછો આવતો હતો ત્યારે માર્ગમાં પુષ્પોત્તરની પુત્રી પદ્માભાનો રાગ સાંભળ્યો અને વીણાવાદન સાંભળ્યું. તે મન અને કાનને હરનાર રાગ સાંભળીને મોહિત થયો. તેણે અવલોકન કર્યું તો ગુરુ સમીપે સંગીતગૃહમાં વીણા વગાડતી પદ્માભાને જઈ. તેના રૂપસમુદ્રમાં તેનું મન મગ્ન થઈ ગયું, મનને પાછું વાળવામાં અસમર્થ થયો, તેની તરફ જોતો રહ્યો અને એ પણ અત્યંત રૂપાળો હતો તેથી એને જોતાં એ પણ મોહિત થઈ. એ બન્ને પરસ્પર પ્રેમસૂત્રથી બંધાયાં. તેનું મન જોઈને શ્રીકંઠ તેને લઈને આકાશમાર્ગે ચાલતો થયો. તે વખતે પરિવારજનોએ રાજા પુષ્પોત્તરને પોકારીને કહ્યું કે તમારી પુત્રીને રાજા શ્રીકંઠ લઈ ગયો. રાજા પુષ્પોત્તરના પુત્રને શ્રીકંઠ પોતાની બહેન પરણાવી નહોતી તેથી તે ગુસ્સામાં તો હતો જ. હવે પોતાની પુત્રીને લઈ જવાથી તે અત્યંત કુદ્ધ બનીને, સંપૂર્ણ સેના સાથે શ્રીકંઠને મારવા તેની પાછળ પડ્યો. દાંત વડે હોઠ પીસતો, ક્રોધથી જેનાં નેત્ર લાલ થઈ ગયું છે એવા મહાબળવાન રાજાને આવતો જોઈને શ્રીકંઠ ડરી ગયો અને ભાગીને પોતાના બનેવી લંકાના રાજા કીર્તિધવલના શરણે આવ્યો. સમય આવ્યે મોટાને શરણે જવું તે ન્યાયયુક્ત છે. રાજા કીર્તિધવલે શ્રીકંઠને જોઈ, પોતાનો સાળો જાણી, ઘણા સ્નેહથી સામે આવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com