________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છેતાળીસમું પર્વ
3७७ છે, તેના જેવો રાવણનો બીજો કોઈ હિતચિંતક નથી. વિભીષણ સર્વથા રાવણના હિતનો જ વિચાર કરે છે. તે મંત્રીઓને કહેવા લાગ્યો કે હે વૃદ્ધો ! રાજાની તો આ દશા છે, હવે આપણું શું કર્તવ્ય છે તે કહો! વિભીષણનાં વચન સાંભળી સંભિન્નમતિ મંત્રી કહેવા લાગ્યો કે અમે શું કહીએ, બધું કાર્ય બગડી ગયું છે. રાવણનો જમણો હાથ ખરદૂષણ હતો, તે મરણ પામ્યો છે અને વિરાધિત કઇ ચીજ છે કે શિયાળામાંથી સિંહુ થઈ ગયો છે. તે યુદ્ધમાં લક્ષ્મણનો સહાયક થયો ને વાનરવંશી પરાણે વસી ગયા છે; એમનો આકાર તો કાંઈક બીજો છે અને મનમાં કાંઈક બીજું જ હોય છે; જેમ સર્પ ઉપર તો નરમ લાગે છે અને અંદરમાં વિષ હોય છે. પવનનો પુત્ર જે હનુમાન તે ખરદૂષણની પુત્રી અનંગકુસુમનો પતિ છે અને તે સુગ્રીવની પુત્રીને પણ પરણ્યો છે, તેને સુગ્રીવનો પક્ષ વિશેષ છે. સંભિન્નમતિનાં આ વચન સાંભળી પંચમુખ નામનો મંત્રી હસીને બોલ્યો, તમે ખરદૂષણના મરણનો શોક કર્યો, પણ શૂરવીરોની તો એ જ રીત છે કે સંગ્રામમાં શરીરનો ત્યાગ કરે. એક ખરદૂષણના મરણથી રાવણને કઈ ખોટ પડી ગઈ છે? જાણે કે પવનના ઝપાટાથી સમુદ્રમાંથી જળનું એક ટીપું ગયું તો સમુદ્રને કેટલી ઘટ પડી ગઈ ? વળી તમે બીજાઓની પ્રશંસા કરો છો તેથી મારા મનમાં શરમ આવે છે. ક્યાં જગતનો સ્વામી રાવણ અને ક્યાં તે વનવાસી ભૂમિગોચરી? લક્ષ્મણના હાથમાં સૂર્યહાસ ખડ્ઝ આવ્યું તો શું થઈ ગયું? વિરાધિત તેને આવી મળ્યો તેથી શું? જેમ પહાડ વિષમ હોય અને સિંહસંયુક્ત હોય તો પણ શું દાવાનળ તેને ન બાળી નાખે? સર્વથા બાળે જ. ત્યારે સહસ્ત્રમતિ મંત્રી માથું હલાવી કહેવા લાગ્યો કે આ શી અર્થહીન વાતો કરો છો? જેમાં સ્વામીનું હિત હોય તે કરવું, બીજા અલ્પ છે અને આપણે મોટા છીએ એવો વિચાર બુદ્ધિમાનને હોતો નથી. સમય આવ્યે એક અગ્નિનો તણખો આખી પૃથ્વીને બાળી નાખે છે. અશ્વગ્રીવની પાસે મહાન સેના હતી અને આખી પૃથ્વીમાં તે પ્રસિદ્ધ થયો હતો તો પણ નાનકડા ત્રિપુષ્ટિએ તેને રણમાં રોળી નાખ્યો. માટે બીજા પ્રયત્ન છોડીને લંકાની રક્ષાનો પ્રયત્ન કરો. નગરીને અત્યંત દુર્ગમ બનાવો, કોઈ પ્રવેશ ન કરી શકે માટે મહાભયાનક માયામયી યંત્ર સર્વ દિશાઓમાં ફેલાવો અને નગરમાં દુશ્મનનો કોઈ માણસ આવવા ન પામે એમ ગોઠવણ કરો, લોકોને ધૈર્ય રાખવાનું કહો, સર્વ ઉપાયથી રક્ષણ કરો કે જેથી રાવણ સુખ પામે. મધુર વચનોથી અને જાતજાતની વસ્તુઓની ભેટથી સીતાને પ્રસન્ન કરો, જેમ દૂધ પાઈને નાગણીને પ્રસન્ન કરીએ છીએ. વાનરવંશી યોદ્ધાઓની નગરની બહાર ચોકી રાખો. આમ કરવાથી કોઈ દુશ્મનનો નાયક આવી ન શકે અને અહીંની વાત દુશ્મનો પાસે ન જાય; આ પ્રમાણે ગઢનો પ્રયત્ન કરવામાં આવે તો કોને ખબર પડવાની કે સીતાને કોણ હરી ગયું છે અને તે ક્યાં છે? સીતા વિના રામ નિશ્ચયથી પ્રાણ તજશે. જેની સ્ત્રી જાય તે કેવી રીતે જીવે અને રામ મર્યા પછી એકલો લક્ષ્મણ શું કરશે? અથવા રામના મરણથી શોક પામીને લક્ષ્મણ અવશ્ય મરશે, જીવશે નહિ; જેમ દિપક ગયા પછી પ્રકાશ રહેતો નથી. અને આ બે ભાઈ મર્યા પછી અપરાધરૂપ સમુદ્રમાં ડૂબેલો વિરાધિત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com