________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
છવ્વીસમું પર્વ
પદ્મપુરાણ તે બાળકને આભૂષણ પહેરાવ્યાં અને કાનમાં દેદીપ્યમાન કુંડળ પહેરાવ્યાં. પર્ણલબ્ધિ નામની વિધાથી તેને આકાશમાંથી પૃથ્વી પર સુખપૂર્વક નાખીને પોતે પોતાના સ્થાનકે ગયો. રાત્રિના સમયે એક ચંદ્રમતિ નામના વિધાધરે આ બાળકને આભૂષણના પ્રકાશથી આકાશમાંથી નીચે પડતો જોયો અને વિચાર કરવા લાગ્યો કે શું આ નક્ષત્રપાત થયો કે વિદ્યુત્પાત થયો ? એમ વિચારીને પાસે આવીને જોયું તો બાળક છે એમ જાણીને હર્ષથી બાળકને ઉપાડી લીધું અને પોતાની રાણી પુષ્પવતી જે શય્યામાં સૂતી હતી તેની જાંઘની વચ્ચે મૂકી દીધું. પછી રાજા કહેવા લાગ્યો કે હું રાણી! ઊઠો, ઊઠો, તમને બાળક થયું છે. બાળક મહાશોભાયમાન છે. સુંદર મુખવાળી રાણી આવા બાળકને જોઈને પ્રસન્ન થઈ, તેની જ્યોતિથી ઊંઘ ઉડી ગઈ, મહાવિસ્મય પામીને રાજાને પૂછવા લાગી કે હે નાથ ! આ અદ્ભુત બાળકને કઈ પુણ્યવતી સ્ત્રીએ જન્મ આપ્યો? ત્યારે રાજાએ કહ્યું કે હૈ પ્યારી! તેં જન્મ આપ્યો. તારા જેવું બીજું પુણ્યવાન કોણ છે? ધન્ય છે તારા ભાગ્યને કે જેને આવો પુત્ર થયો. ત્યારે તે રાણી કહેવા લાગી કે હે દેવ, હું તો વંધ્યા છું. મારે પુત્ર ક્યાંથી હોય ? એક તો મને પૂર્વોપાર્જિત કર્મે ઠગી અને તમે પણ શા માટે મશ્કરી કરો છો ? ત્યારે રાજાએ કહ્યું કે હે દેવી! તેમ શંકા ન કરો. સ્ત્રીઓને ગુપ્ત પણ ગર્ભ થાય છે. રાણીએ કહ્યું કે ભલે એમ જ હો, પણ આનાં મનોહર કુંડળ ક્યાંથી આવ્યાં આવાં આખી પૃથ્વી ૫૨ નથી. રાજાએ કહ્યું કે હું રાણી! આવા વિચારનું શું કામ છે? આ બાળક આકાશમાંથી પડયું અને મેં તેને ઝીલી લઈને તને આપ્યું. એ મોટા કુળનો પુત્ર છે. એના લક્ષણોથી જણાય છે કે તે મોટો પુરુષ છે. અન્ય સ્ત્રી ગર્ભના ભારથી ખેખિન્ન થઈ છે, પરંતુ હૈ પ્રિયે! તેં એને સુખપૂર્વક મેળવ્યો છે. પોતાની કૂખે જન્મેલો પુત્ર જો માતાપિતાનો ભક્ત ન હોય, વિવેકી ન હોય અને શુભ કામ ન કરે તો તેનાથી શો લાભ ? કોઈ પુત્ર શત્રુ થઈને પરિણમે છે, માટે તેના ઉદરના પુત્રનો શો વિચાર કરવો? તારો આ પુત્ર સુપુત્ર થશે, સુંદર વસ્તુમાં સંદેહ શાનો? હવે તું પુત્રને લે અને પ્રસૂતિઘરમાં પ્રવેશ કર. લોકોને એમ જ જણાવવું કે રાણીને ગુપ્ત ગર્ભ હતો અને આ પુત્ર જન્મ્યો છે. ત્યારે રાણી પતિની આજ્ઞા માનીને પ્રસન્ન થઈ પ્રસૂતિગૃહમાં ગઈ. સવારમાં રાજાએ પુત્રના જન્મનો ઉત્સવ કર્યો. રથનૂપુરમાં પુત્રજન્મનો એવો ઉત્સવ થયો કે આખું કુટુંબ અને નગરનાં લોકો આશ્ચર્ય પામ્યા. રત્નોનાં કુંડળની જ્યોતિથી મંડિત આ પુત્રનું નામ માતાપિતાએ પ્રભામંડલ રાખ્યું અને તેનું પોષણ કરવા માટે તેને ધાવને સોંપ્યો. અંતઃપુરની રાણી વગેરે બધી સ્ત્રીઓ તેના હાથરૂપ કમળની આસપાસ ભમરાની જેમ ફરવા લાગી.
ભાવાર્થ-આ બાળક સર્વ લોકોને પ્રિય થઈને સુખેથી મોટો થવા લાગ્યો. આ કથા હમણાં અહીં રહી.
હવે મિથિલાપુરીમાં રાજા જનકની રાણી વિદેહા પુત્રનું હરણ થયેલું જાણીને વિલાપ કરવા લાગી, કુટુંબના બધા માણસો શોકસાગરમાં પડી ગયા. રાણી એવો પોકાર કરતી કે જાણે તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com