________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
છવ્વીસમું પર્વ
૨૫૧
શસ્ત્રથી મારી હોય. હાય! હાય પુત્ર! તને કોણ લઈ ગયું? મને અત્યંત કષ્ટ આપનાર તે નિર્દય, ક્રૂર ચિત્તવાળાના હાથ તારું કેમ હરણ કરી ગયા? જેમ પશ્ચિમ દિશા તરફ સૂર્ય આવીને અસ્ત થઈ જાય તેમ તું અભાગણી મારે ત્યાં આવીને અસ્ત પામી ગયો. મેં ૫૨ભવમાં કોઈના બાળકનો વિરહ કરાવ્યો હશે તેનું આ ફળ મને મળ્યું છે, માટે કદી પણ અશુભ કર્મ કરવું નહિ. જે અશુભ કર્મ છે તે દુ:ખનું બીજ છે. જેમ બીજ વિના વૃક્ષ હોય નહિ તેમ અશુભ કર્મ વિનાદુઃખ નથી. જે પાપી માર્ચે પુત્ર હરી ગયો તે મને કેમ ન મારતો ગયો, અધમૂઈ કરીને દુ:ખના સાગરમાં કેમ ડુબાડતો ગયો? આ પ્રમાણે રાણીએ અત્યંત વિલાપ કર્યો. ત્યારે રાજા જનકે આવી આશ્વાસન આપ્યું કે હું પ્રિયે! તું શોક ન કર, તારો પુત્ર જીવે છે, કોઈ તેને લઈ ગયું છે તે તું નિશ્ચયથી જોઈશ, નકામું રુદન શા માટે કરે છે? પૂર્વકર્મના ભાવથી ગયેલી વસ્તુ કોઈ વાર મળે અને કોઈ વાર ન મળે, તું સ્થિર થા. રાજા દશરથ મારા પરમ મિત્ર છે તેને આ સમાચાર આપું છું. હું અને તે તપાસ કરીને તારા પુત્રને ગોતી કાઢીશું, હોશિયાર માણસોને તારા પુત્રની શોધ કરવા મોલીશું. આ પ્રમાણે કહીને રાજા જનકે પોતાની સ્ત્રીને સંતોષ પમાડી દશરથ પાસે પત્ર મોકલ્યો. દશરથ તે લખાણ વાંચીને ખૂબ શોક પામ્યા. રાજા દશરથ અને જનક બન્નેએ પૃથ્વી પર બાળકની તપાસ કરી, પરંતુ ક્યાંય પત્તો મળ્યો નહિ. તેથી મહાકષ્ટથી શોકને દાબી બેસી રહ્યા. એવો કોઈ પુરુષ કે સ્ત્રી નહોતાં જે બાળકનાં અદશ્ય થવા બાબત રડયા ન હોય, બધાં જ શોકને વશ થઈને રડયા હતાં.
પ્રભામંડલના ગુમ થવાના શોકને ભુલાવવા મહામનોહર જાનકી પોતાની બાળલીલાથી સૌ સગાંસંબંધીઓને આનંદ ઉપજાવતી હતી. અત્યંત હર્ષ પામેલ સ્ત્રીઓની ગોદમાં બેસીને પોતાના શરીરની કાંતિથી દશે દિશાઓને પ્રકાશરૂપ કરતી વૃદ્ધિ પામવા લાગી. તેનાં કમળ સમાન નેત્ર, પ્રસન્ન મુખ, સુંદર કંઠથી એવું લાગતું કે પદ્મદ્રહના કમળના નિવાસમાંથી જાણે સાક્ષાત્ શ્રીદેવી જ આવી છે. એના શરીરરૂપ ક્ષેત્રમાં ગુણરૂપ ધાન્ય નીપજ્યું હતું. જેમ જેમ શરીર મોટું થતું ગયું તેમ તેમ ગુણ વધવા લાગ્યા. બધા લોકોને સુખ આપનાર, અત્યંત મનોજ્ઞ, સુંદર લક્ષણો સહિતનાં અંગવાળી સીતા પૃથ્વી સમાન ક્ષમાશીલ હતી તેથી જગતમાં તે સીતા કહેવાઈ. મુખથી જેણે ચંદ્રને જીત્યો છે, જેની હથેળીઓ પલ્લવ સમાન કોમળ અને લાલ છે, જેના કેશ શ્યામ, ઇન્દ્રનીલમણિ સમાન છે, જેની ચાલ મદભરી હંસલીને જીતે છે, જેની ભ્રમર સુંદર છે, મૌલશ્રીના પુષ્પ સમાન મુખની સુગંધ છે તેના ઉપર ભમરાઓ ગુંજારવ કરે છે, જેની ભુજાઓ પુષ્પમાળા સમાન અતિકોમળ છે, સિંહ જેવી જેની કેડ છે, શ્રેષ્ઠ રસ ભરેલા કેળના સ્તંભ જેવી જેની જંઘા છે, કમળ સમાન મનોહર ચરણ છે, અતિસુંદર સ્તનયુગ્મ છે એવી સીતા શ્રેષ્ઠ મહેલના આંગણામાં સાતસો કન્યાઓના સમૂહમાં શાસ્ત્રોક્ત ક્રીડા કરે છે. કદાચ ઇન્દ્રની પટરાણી શિચ અથવા ચક્રવર્તીની પટરાણી સુભદ્રા તેના અંગની કિંચિત્માત્ર પણ શોભા ધારણ કરે તો તે અત્યંત મનોજ્ઞરૂપ ભાસે એવી આ સીતા બધાથી સુંદર છે. એને રૂપગુણયુક્ત જોઈને રાજા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com