________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮ એકાવન પર્વ
પદ્મપુરાણ સદા મહિમા ધરાવતા મારા પુત્રને પણ તે જીત્યો અને પકડ્યો. ધન્ય છે તારું પરાક્રમ! તારા જેવો મહાધૈર્યવાન પુરુષ બીજો કોઈ નથી. તારું આ અનુપમ રૂપ અને સંગ્રામમાં અદ્દભુત પરાક્રમ! હે પુત્ર હનુમાન! તેં અમારા આખા કુળનો ઉદ્યોત કર્યો. તું ચરમશરીર અવશ્ય યોગીશ્વર થઈશ, વિનય આદિ ગુણોથી યુક્ત, પરમ તેજરાશિ, કલ્યાણમૂર્તિ, કલ્પવૃક્ષ પ્રગટ થયો છે, તું જગતમાં ગુરુ અને કુળનો આધાર તથા દુ:ખરૂપ સૂર્યથી તપ્તાયમાન જીવોને મેઘ સમાન છો. આ પ્રમાણે નાના મહેન્દ્રએ અત્યંત પ્રશંસા કરી, તેની આંખો ભરાઈ આવી, રોમાંચ ખડા થઈ ગયા, મસ્તક ચૂમ્યું, છાતી સાથે લગાડયો. ત્યારે હનુમાને નમસ્કાર કરી, હાથ જોડી અત્યંત વિનયથી ક્ષમા માગી, એક ક્ષણમાં બીજા જ થઈ ગયા. હનુમાન કહે છે હે નાથ ! મેં બાળકબુદ્ધિથી તમારો અવિનય કર્યો તો ક્ષમા કરો. અને શ્રી રામના કિધુકંધાપુર આગમનની બધી હકીકત કહી, પોતે લંકા તરફ જાય છે તે હકીકત કહી અને કહ્યું કે હું લંકા જઈને કાર્ય કરીને આવું છું, તમે કિધુકંધાપુર જાવ, રામની સેવા કરો. આમ કહીને હુનુમાન આકાશમાર્ગે લંકા ચાલ્યા, જેમ દેવ સ્વર્ગલોકમાં જાય છે. રાજા મહેન્દ્ર રાણી સહિત, પોતાના પુત્ર પ્રસન્નકીર્તિ સહિત પુત્રી અંજની પાસે ગયા. અંજનીને માતાપિતા અને ભાઈનો મેળાપ થયો તેથી ખૂબ આનંદ પામી. પછી મહેન્દ્ર કિધુકંધાપુર આવ્યા. ત્યાં રાજા સુગ્રીવ અને વિરાધિત સામે ગયા. તેમને શ્રી રામની પાસે લાવ્યા, રામ ખૂબ આદરથી તેમને મળ્યા. રામ જેવા મહાન તેજસ્વી પુરુષ, જેમનું ચિત્ત નિર્મળ છે અને જેમણે પૂર્વજન્મમાં દાન, વ્રત, તપ, આદિ પુણ્ય ઉપાર્યા છે તેમની સેવા દેવ, વિદ્યાધર, ભૂમિગોચરી બધા જ કરે છે, જે બળવાન પુરુષ હોય તેમને વશ બધા થાય. તેથી સર્વ પ્રકારે પોતાના મનને જીતી સત્કર્મમાં પ્રયત્ન કરો. હે ભવ્ય જીવો! તે સત્કર્મના ફળથી સૂર્ય સમાન દીપ્તિ પ્રાપ્ત કરો..
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનનું મહેન્દ્ર સાથે યુદ્ધ અને મહેન્દ્ર અંજનાના મિલાપનું વર્ણન કરનાર પચાસનું પર્વ પૂર્ણ થયું.
* * *
એકાવનમું પર્વ
(શ્રી રામને ગંધર્વ કન્યાઓની પ્રાપ્તિ) હનુમાન વિમાનમાં બેસીને આકાશમાર્ગે જાય છે ત્યાં માર્ગમાં દધિમુખ નામનો દ્વીપ આવ્યો, તેમાં દધિમુખ નામે નગર છે, દહીં જેવા ઉજ્જવળ મકાનો છે, સુંદર સુવર્ણનાં તોરણો છે, કાળી ઘટા સમાન સઘન ઉદ્યાનો પુરુષોથી ભર્યા છે, સ્ફટિકમણિ સમાન ઉજ્જવળ જળ ભરેલી વાપિકાઓ, પગથિયાંથી શોભતી, કમળાદિથી ભરેલી છે. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે રાજન ! આ નગરથી દૂર એક વન છે. ત્યાં સૂકું ઘાસ, વેલો, વૃક્ષ, કાંટાના સમૂહ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com