________________
૫૬૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
એકસો બીજું પર્વ અવાજ ઓળખે છે. ઘોડેસવારો બખ્તર પહેરી, ખેટ નામનું આયુધ ધારણ કરી આગળ ચાલી રહ્યા છે. ઘોડાની ખરીના ઘાતથી ઊઠેલી રજથી આકાશ વ્યાપ્ત થઈ ગયું છે, એવા શોભે છે જાણે સફેદ વાદળોથી મંડિત છે. પ્યાદા અનેક ચેષ્ટા કરતા ગર્વથી ચાલ્યા જાય છે. શયન, આસન, તાંબુલ, સુગંધ, માળા, વસ્ત્ર, આહાર, વિલેપન વગેરે જાતજાતની સામગ્રી વધતી જાય છે, જેનાથી બધી સેના સુખરૂપ છે, કોઈને કોઈ પ્રકારનો ખેદ નથી. દરેક મુકામે કુમારોની આજ્ઞાથી સારા સારા માણસોને લોકો જાતજાતની વસ્તુઓ આપે છે, તેમને એ જ કામ સોંપ્યું છે, તે બહુ સાવધાન છે. નાના પ્રકારનાં અન્ન, જળ, મિષ્ટાન્ન, લવણ, દૂધ, દહીં, ઘી, અનેક રસની જાતજાતની ખાવાની વસ્તુઓ આદરપૂર્વક આપે છે તો આખી સેનામાં કોઈ દીન, ભૂખ્યો, તુષાતુર, મલિન, ચિંતાતુર દેખાતો નથી. તેનારૂપ સમુદ્રમાં નર-નારી નાના પ્રકારનાં આભરણ પહેરી, સુંદર વસ્ત્રો ધારણ કરી અતિઆનંદિત દેખાય છે. આ પ્રમાણે મહાન વિભૂતિથી મંડિત સીતાના પુત્રો ચાલતા ચાલતા અયોધ્યા આવ્યા, જાણે કે સ્વર્ગમાં ઇન્દ્ર આવ્યા. જે દેશમાં જવ, ઘઉં, ચાવલ આદિ અનેક ધાન્ય ઉગે છે, શેરડીનાં ખેતર ચારેકોર શોભે છે, પૃથ્વી અન્ન, જળ, તૃણથી પૂર્ણ છે, જ્યાં નદીઓના તીરે મુનિઓ સ્થિતિ કરે છે, કમળોનાં સરોવર શોભે છે, પર્વત નાના પ્રકારનાં પુષ્પોથી સુગંધિત થઈ રહ્યા છે, ચારેકોર ગીતના ધ્વનિ સંભળાય છે, ગાય, ભેંસ, બળદો ફરી રહ્યા છે, ગોવાળણી વલોણાં વલોવે છે, ગામ પાસે પાસે છે, નગરો સુરપુર જેવાં શોભે છે. મહાતેજસ્વી વલણાંકુશ દેશની શોભા જોતાં અતિ નીતિથી આવ્યા. કોઈને કોઈ પ્રકારનો ખેદ થયો નહિ. ચાલતા ચાલતા અયોધ્યાની સમીપે આવ્યા. દૂરથી સંધ્યાના વાદળના રંગ સમાન અતિસુંદર અયોધ્યાને જઈ વજજંઘને પૂછ્યું છે મામા! આ અત્યંત તેજસ્વી કઈ નગરી છે? વજજંઘે જવાબ આપ્યો-હે દેવ, આ અયોધ્યાનગરી છે, જેના સુવર્ણ કોટ છે તેનું આ તેજ ભાસે છે. આ નગરીમાં તમારા પિતા બળદેવ રામ બિરાજે છે, જેના લક્ષ્મણ અને શત્રુઘ્ન ભાઈ છે. બન્ને ભાઈ શૂરવીરતાની વાતો કરતા આવી પહોંચ્યા. સૈન્ય અને અયોધ્યાની વચ્ચે સરયૂ નદી છે. બન્ને ભાઈની એવી ઈચ્છા છે કે તરત જ નદી ઉતરીને નગરી લઈ લેવી. જેમ કોઈ મુનિ શીઘ્ર મુક્ત થવા ચાહે તેને મોક્ષની આશારૂપ નદી યથાખ્યાત ચારિત્ર થવા ન દે. આશારૂપ નદીને તરે ત્યારે મુનિ મુક્ત થાય તેમ સરયૂ નદીના યોગથી શીઘ્ર નદીને પાર કરી નગરીમાં પહોંચી ન શકે. પછી જેમ નંદનવનમાં દેવોની સેના ઊતરે તેમ નદીના ઉપવનાદિમાં સૈન્યના તંબુ ખોડડ્યા.
પછી શત્રુની સેના નજીક આવી છે તે સાંભળીને રામ-લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા, બન્ને ભાઈ પરસ્પર બતાવે છે કે આ કોઈ યુદ્ધ કરવા આપણી નજીક આવ્યા છે તે મરવા ઈચ્છે છે. વાસુદેવે વિરાધિતને આજ્ઞા કરી, યુદ્ધના નિમિત્તે શીધ્ર સેના એકઠી કરો, વિલંબ ન થાય, કપિની ધજાવાળા, હાથીની, બળદની, સિંહની ધજાવાળા વિદ્યાધરોને વેગથી બોલાવો. તે જ સમયે સુગ્રીવ, આદિ અનેક રાજાઓ પર દૂત મોકલ્યા. દૂત પહોંચતાં જ બધા વિધાધરો મોટી સેના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com