________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ અડતાળીસમું પર્વ
પદ્મપુરાણ વચન સાંભળી વૃદ્ધ વિધાધર ક્ષણેક વિચાર કરીને બોલ્યો કે હે દેવ! શોક તજો, અમારા સ્વામી થાવ અને અનેક વિધાધરોની પુત્રીઓ જે ગુણોમાં દેવાંગના સમાન છે, તેમના પતિ થાવ અને બધું દુ:ખ ભૂલી જાવ. ત્યારે રામે કહ્યું, અમારે બીજી સ્ત્રીઓનું પ્રયોજન નથી, જો શચિ સમાન સ્ત્રી હોય તો પણ અમને તેની અભિલાષા નથી. જેનામાં અમારી પ્રીતિ છે તે સીતા અમને શીધ્ર જ બતાવો. ત્યારે જાંબુનદ કહેવા લાગ્યા કે હે પ્રભો ! આ હઠ છોડો. એક તુચ્છ પુરુષે કૃત્રિમ મોરની હઠ કરી હતી તેની પેઠે સ્ત્રીની હઠથી દુઃખી ન થાવ. તે કથા સાંભળો. એક વેણાતર ગ્રામમાં સર્વરુચિ નામના ગૃહસ્થને વિનયદત્ત નામનો પુત્ર હતો, તેની માતાનું નામ ગુણપૂર્ણ હતું. વિનયદત્તને વિશાલભૂત નામનો મિત્ર હતો, તે પાપી વિનયદત્તની સ્ત્રી પ્રત્યે આસક્ત થયો. તે સ્ત્રીના વચનથી વિનયદત્તને કપટ કરી વનમાં લઈ ગયો ત્યાં એક વૃક્ષ ઉપર તેને બાંધી તે દુષ્ટ ઘેર પાછો આવતો રહ્યો. કોઈ તેને વિનયદત્તના સમાચાર પૂછતું તો તેને ખોટા ઉત્તરો આપી પોતે સાચો બની રહેતો. હવે જ્યાં વિનયદત્તને બાંધ્યો હતો ત્યાં એક ક્ષુદ્ર નામનો પુરુષ આવ્યો અને વૃક્ષની નીચે બેઠો. વૃક્ષ અત્યંત સઘન હતું, વિનયદત્ત ઉપરથી કરગરતો હતો. ક્ષુદ્ર ઊંચે જોયું તો એક માણસને દઢ બંધનથી વૃક્ષની શાખાના અગ્રભાગમાં બાંધેલો હતો. ક્ષુદ્ર દયા લાવીને ઉપર ચડ્યો અને વિનયદત્તને બંધનમાંથી મુક્ત કર્યો. વિનયદત્ત ધનવાન હતો, તે ક્ષુદ્રને ઉપકારી જાણીને પોતાને ઘેર લઈ ગયો. તેને ભાઈથી પણ અધિક રાખતો. વિનયદત્તના ઘરમાં આનંદ વ્યાપી ગયો. પેલો કુમિત્ર વિશાળભૂત દૂર ભાગી ગયો. હવે શુદ્ર વિનયદત્તનો પરમ મિત્ર થયો. તે ક્ષુદ્રનો એક રમવાનો પાંદડાનો બનાવેલો મોર હતો તે પવનથી ઊડી ગયો અને રાજપુત્રના ઘેર જઈને પડ્યો. તે તેણે રાખી લીધો. ક્ષુદ્ર તેના નિમિત્તે ખૂબ દુઃખી થઈને મિત્રને કહેવા લાગ્યો કે ભાઈ, મને જ જીવતો ઇચ્છતા હો તો મારો તે જ મયૂર લાવી આપ. વિનયદત્તે કહ્યું કે હું તને રત્નમય મયૂર કરાવી આપું અથવા સાચો મોર મંગાવી આપું. તે પત્રમય મોર પવનથી ઊડી ગયો છે એ રાજપુત્રે રાખી લીધો છે, હું કેવી રીતે લાવી શકું? શુદ્ર કહ્યું કે હું તો તે જ લઈશ, રત્નોનો પણ નહિ લઉં અને સાચો પણ નહિ લઉં. વિનયદત્તે કહ્યું જે ચાહે તે લ્યો, તે મારા હાથમાં નથી. ક્ષુદ્ર વારંવાર તે જ માગતો. હવે તે તો મૂઢ હતો અને તમે તો પુરુષોત્તમ છો. તમે પુરુષોત્તમ થઈને આમ કેમ ભૂલો છો? તે પત્રોનો મોર રાજપુત્રના હાથમાં ગયો હતો તે વિનયદત્ત કેવી રીતે લાવી શકે? માટે અનેક વિધાધરોની પુત્રીઓ, જેમનો વર્ણ સુવર્ણ સમાન હોય, જેમના નેત્ર સફેદ, શ્યામ અને લાલ કમળ જેવા હોય, જેમનાં સુંદર પુષ્ટ સ્તન હોય, જેમની જંઘા કેળ સમાન હોય અને મુખની કાંતિથી શરદની પૂર્ણમાસીના ચંદ્રમાને જીતતી હોય એવી મનોહર ગુણોની ધરનારીના પતિ થાવ. હે રઘુનાથ ! મહાભાગ્ય! અમારા ઉપર કૃપા કરો, આ દુ:ખ વધારનાર શોક, સંતાપ છોડો, ત્યારે લક્ષ્મણ બોલ્યા, હે જાંબુનદ! તે આ દૃષ્ટાંત બરાબર ન આપ્યું. અમે કહીએ છીએ તે સાંભળ. એક કુસુમપુર નામનું નગર હતું. ત્યાં એક પ્રભવ નામનો ગૃહસ્થ રહેતો. તેને યમુના નામની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com